SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 731 'આમ ઉતાવળા ન થાવ, જરા શાંત થાવ. જે પગલું ભરો તે વિચારીને ભરો.' સહુને આ વાત ઠીક લાગી. બધાએ ભેગા મળીને વિચારણા કરી. વિચારણાને અંતે એવું નક્કી થયું કે આ વાણિયાઓ પાસે કેટલા ઘોડા છે? કેટલા ઘોડેસવારો છે? આ બધું તેઓ ક્યાં રાખે છે તેની તપાસ કરીએ. પછી આગળ પગલું ભરીએ. ' ઘોડેસવાર અંગે છગન કે પોંચાને ખબર હોય તો પહેલાં એને પૂછી લો ને !' એમ ઘરડાઓએ કહ્યું પણ એ બંનેએ આ વાતથી બિલકુલ અજાણ છે તેમ કહેતાં વડીલોએ જુવાનિયાઓને ઉદ્દેશીને કહ્યું: ' જુવાનો! તમે એક વખત તપાસ કરી આવો. આ વાતની પાક્કી જાણકારી મેળવો. પછી શું કરવું તે અંગે વિચારશું. તપાસ કરીને ચાર દિવસ પછી આ સમયે તમે બધા અહીં આવજો. અને બીજી એક વાત ધ્યાનથી સાંભળી લ્યો. ત્યાં સુધી કોઈએ પણ માછલાં પકડવા જવું નહીં.' વાત પૂરી થતાં બધા વીખરાઈ ગયા. જુવાનો, ઘોડા કયાં છે? ઘોડેસવારો કેટલા છે? એ લોકો ક્યાં રહે છે? આ બધું શોધવાના કામમાં લાગી પડ્યા. એમણે આખું ગામ ફેંદી નાંખ્યું. ત્યાં પત્તો ન લાગતાં ગામના છેવાડેનાં ખંડિયેરો જોયાં. ત્યાંય પત્તો ન લાગતાં વન અને જંગલો જોઈ વળ્યા. અરે ! રાતે તળાવના કાંઠે વૃક્ષો ઉપર છુપાઈને તપાસ પણ કરી. ન તો ઘોડાના સગડ મળ્યા કે ન મળ્યા ઘોડેસવારનાં કોઈ ચિહ્નો. આસપાસના ગામવાળાઓને પણ પૂછી જોયું પણ કાંઈ મેળ પડ્યો નહિ. આમ ને આમ ચાર દિવસ વીતી ગયા. પાંચમા દિવસનું પ્રભાત થયું. સહુ નિર્મીત સ્થળે ભેગા થયા. ગામ-ગામના સેંકડો જણ આવી ગયા. વડીલોએ જુવાનિયાઓને સોંપેલા કામ અંગે જ્યારે પૂછ્યું ત્યારે સહુ જુવાન વિધર્મીઓનાં મુખ શરમથી નીચે નમી ગયાં. ધીમા અવાજે તેઓએ જ્યારે કહ્યું કે કોઈ પત્તો નથી' ત્યારે વડીલો પણ આશ્ચર્યમાં પડી ગયા.. 'પણ તમારે આજુબાજુના ગામના લોકોને તો પૂછવું હતું, તો કાંઈ નિશાની મળી જાત. એક વડીલ બોલ્યા. એના જવાબમાં એક જુવાનિયાએ કહ્યું: ' અમે પૂછ્યું ય ખરું ને આટલા બધા ઘોડેસવારો આવતા હતા છતાં આસપાસના ગામના લોકોને એની ગંધ સુધ્ધાં પણ નથી. અરે, બીજાની વાત જવા દો. હોજના જીવોની રક્ષા માટે જે ચોકીદારો આવે છે તેનેય ખબર નથી કે રાતના અહીં ઘોડેસવારો આવે છે!' આ વાત સાંભળીને વૃદ્ધો પણ વિચારમાં પડી ગયા. કોઈને કાંઈ ગમ પડતી ન હતી. જુવાનિયાઓ પણ અત્યંત ઉશ્કેરાઈ ગયા હતા. દાળભાત-ખાઉ વાણિયાઓએ એમને સખત હાર આપી હતી. યુદ્ધ કર્યા વગર વિધર્મીઓથી આ અપમાન સહન થઈ શકે તેમ ન હતું. આખરે ' કરેંગે યા મરેંગે'ના નિર્ણય પર તેઓ આવી ગયા. બધાએ નક્કી કર્યું કે આજે રાત્રે સવાસો જુવાનિયા સાથે હોજ પર જવું, માછલાં પકડવાં અને ઘોડેસવારો આવે તો જરાય ગભરાયા વગર એમનો સામનો કરવો – એમના ઉપર તૂટી પડવું. એવા નિર્ણય સાથે સહુ વીખરાઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy