SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 713 હતો. કોઈ પણ રીતે આ વેરનો બદલો લેવા તે તલપી રહ્યો હતો. આ કારણથી કાળાગોરા ભૈરવને વશ કરવા માટે તેણે મેલી સાધનાના પ્રયોગ અજમાવવા માંડ્યા હતા અને કાળી ચૌદશની રાતે એ મેલી સાધનાના એક સાધકને ઉજ્જયિની નગરીના ગંધર્વી સ્મશાનમાં મોકલાવીને એણે પોતાના એ પ્રયોગને પરિપૂર્ણપણે સાધી લીધો હતો. પ્રયોગ સિદ્ધ થતાં હવે તેણે એ પ્રયોગ આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીના સાધુ–સમુદાય પર અજમાવવા માંડ્યો હતો. કાળાગોરા ભૈરવ મંત્રસાધના વડે વશ થઈ જવાથી હવે તેઓ તેની આજ્ઞા ઉઠાવવા ખડે પગે તૈયાર હતા. અને એની આજ્ઞાથી જ તેઓ દરરોજ આચાર્ય શ્રી હેમવિમલસૂરિના પરિવારના એક સાધુના શરીરમાં પ્રવેશ કરતા. સાધુના શરીરમાં પ્રેતયોનિનો પ્રવેશ થતાં જ તે આખો દિવસ ચારે તરફ ઘૂમવા મંડી જતા. આમ નિર્દય રીતે ઘુમાવી ઘુમાવીને કાળાગોરા ભૈરવ બીજે દિવસે આ નિર્દોષ સાધુના શરીરનો અંત આણતા. આમ દરરોજ અકેક સાધુનું અતિ કરુણ રીતે મૃત્યુ થવા લાગ્યું. આચાર્યશ્રી હેમવિમલસૂરિજીને માટે પોતાના સાધુ–પરિવારની આ યાતના એકદમ અસહ્ય થઈ પડી. એક રીતે વિચારતાં મૃત્યુ તો મોડુંવહેલું દરેક પ્રાણી પર નિર્માણ થએલું જ છે, પરંતુ દરરોજ એકેક સાધુનો આવી ભયાનક રીતે અંત આવતો એમનાથી જોઈ શકાતો ન હતો. સાધુઓના આ ભેદી અને ભયંકર મૃત્યુ માટે એક પણ ઇલાજ કે એક પણ દવા કારગત નીવડ્યા નહિ. મૃત્યુના આ ઘોડાપૂરને રોકવાનું સર્વથા અશક્ય થઈ પડ્યું, તેમ તેનો ભેદ પણ કોઈ જાણી શક્યું નહિ, આખરે આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીએ જ્ઞાન-નિમિત્તથી વિચાર કરીને આ ઉપદ્રવ ટાળવા માટે શાસનદેવીનું આરાધન કર્યું અને એ વખતે એમને પ્રત્યુત્તર મળ્યો કે, "તમે વિહાર કરતાં કરતાં જ્યારે ગુજરાત તરફ જશો, ત્યારે તમને એ ઉપદ્રવ ટાળનાર દેવનો પ્રત્યક્ષ પરચો થશે. " : આ પ્રત્યુત્તરથી આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીના મનનું ઘણે અંશે સમાધાન થયું; પરંતુ પોતાના પરિવારના દશ દશ સાધુઓનો જ્યાં નિર્દય રીતે વાત કરવામાં આવ્યો હતો, એવું આગ્રા શહેર હવે સૂરિજીને જાણે ખાવા ધાતું હોય એવું લાગવા માંડ્યું. આગ્રાની તમામ જનતા પણ આ ભયંકર ઘટનાથી અત્યંત ઉચાટમાં પડી ગઈ હતી. આચાર્યશ્રીના અંતર પર લાગેલી ચોટ જેટલી જ આગ્રાવાસીઓના હૃદય પર પણ લાગી હતી. આગ્રાના ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ પોતાના પરમપૂજ્ય ગુરુદેવની આવી દુઃખદ દશા જોઈને બાવરા બની ગયાં હતાં. શેરી, ચૌટે અને ગલીએ ગલીએ આ એક જ વાત ચર્ચાઈ રહી હતી. પરંતુ આ દુઃખદાયક દર્દનું ઔષધ ક્યાંય પણ અસ્તિત્વ ધરાવતું ન હતું. ' શાસનદેવીના નિર્દેશને ધ્યાનમાં લઈ બીજા જ દિવસે આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીએ પોતાના દસ દસ શિષ્યોના દુઃખદ અને દારુણ અવસાનનું દર્દ હૃદયમાં લઈને, અને અગિયારમાં શિષ્યને મરણપથારી પર મૂકીને ખિન્ન હૃદયે ગુજરાતને માર્ગે વિહાર શરૂ કર્યો. ૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy