SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ 702 તપાગચ્છાધિષ્ઠાયક પગપાળા વિહાર કરવાનું ધાર્મિક બંધારણ અનેક રીતે ઉપયોગી નીવડે છે. આમ અનાયાસે મળી જતો વ્યાયામ લગભગ દરરોજના કાર્યક્રમમાં નિયમિતપણે નિયત થયેલો હોવાથી એમના શરીરનો બાંધો સર્વ પ્રકારે સુદઢ બનેલો હતો. વળી ચાલવાનું હંમેશાં ખુલ્લા પગે જ થતું હોવાથી, તેમના પગનાં તળિયાં એવાં તો મજબૂત બની ગયાં હતાં કે રસ્તે ચાલતાં કોઈ કાંટાને ભોગજોગે એમના પગ સાથે ભટકાવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો તેને પગની અંદરના પ્રદેશમાં પ્રવેશ કરવાનો માર્ગ મળવાને બદલે ભાંગીને ભુક્કો થયે જ છૂટકો થતો. પગે ચાલવાની આ નિયમિત કસરતને લઈને તેમ જ બ્રહ્મચર્યને લઈને એમના આરોગ્ય પર એક પ્રકારની અદ્ભુત અસર થયેલી જોવામાં આવતી હતી. શરીરની અંદર સોંસરા પેસી જાય એવા શિયાળાના શીતળ પવનો અને મોઢાને બાળી નાખે એવી ઉનાળાની ધગધગતી લૂના પ્રચંડ ઝપાટા તેઓ હંમેશા પોતાના શરીર પર ઝીલતા હોવાથી પલટાતી ઋતુઓના શીતોષ્ણ પ્રવાહો એમના વજ જેવા દેહ પર સહેજ પણ અસર કરી શકે એમ ન હતું. કડકડતી ટાઢ અને ધગધગતા તાપ જેમ એમના દેહ પર અસર કરવાને અસમર્થ હતાં, તેમ સંસારનાં સુખદુઃખ અને મોહમાયા, તપત્યાગ અને વૈરાગ્યના તાપથી શુષ્ક બની ગએલા એમના માનસિક પ્રદેશમાં ભાગ્યે જ કદી પ્રવેશ કરી શકતાં. દરેક સાધુ મહારાજની પાસે જૈનધર્મની અહિંસક વૃત્તિનું સૂચન કરતું રજોહરણ, મજબૂત જેષ્ઠિકા અને મુહપત્તી હતાં. અતિ સૂક્ષ્મ અહિંસા સુધી ઊંડા ઊતરવાની જૈનધર્મની ઝીણવટ જોઈને કોઈના પણ હૃદયમાં તેને માટે માન ઉત્પન્ન થયા વિના રહે તેમ ન હતું. - દરેક સાધુના પૃષ્ઠભાગ પર સ્કંધ પાસે જ્ઞાનની પરબ સમાં ધર્મપુસ્તકો અને એનાં પાનાં એક કપડા વડે લપેટીને મજબૂત બાંધી લેવામાં આવ્યાં હતાં. આ જોઈને જાણે એક જીવતું પુસ્તકાલય જ ચાલ્યું આવતું હોય એવો ઘડીભર વિચાર આવ્યા વિના રહેતો નહિ. જરા ઝીણી દષ્ટિથી જોનાર તરત જ સમજી જાય એમ હતું, કે એ મુનિમંડળમાં એક આચાર્યશ્રી હતા અને અન્ય સૌ એમના શિષ્યો હતા. પ્રત્યેક મુનિભગવંતના મુખમંડળ પર ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચર્યાની ઉત્કૃષ્ટ લાગણીઓ દષ્ટિગોચર થતી હતી. ઉપરાંત, આચાર્યશ્રીની આંખમાં ચમકી રહેલી જ્ઞાન અને બુદ્ધિની ચમક પણ જોનારને પ્રથમ દષ્ટિએ જ મુગ્ધ કરી નાખે એવી અજબ હતી. એમનું મોટું ચશ્ચકતું કપાળ ઊંડા અભ્યાસ અને પરિશીલનની સાબિતી આપી રહ્યું હતું. નાકનો વળાંક વિચારોની દઢતાનું સૂચન કરી રહ્યો હતો. ધર્મપ્રેમની પ્રખર તેજસ્વિતા એમના મુખમંડળની રેખાએ રેખાએ રમી રહી હતી. આચાર્યશ્રીનું નામ શ્રી હેમવિમલસૂરિજી હતું. શ્રી હેમવિમલસૂરિ આચાર્ય થયા. તેઓશ્રી શ્રી સુધર્માસ્વામીજીની પંચાવનમી પાટ શોભાવી રહ્યા હતા. પોતાના શિષ્યવૃંદ સહિત ઉજ્જયિની પધાર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy