SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ 640 તપાગચ્છાધિષ્ઠાયક પિછાણો છો? ઓળખ પડે છે?" " તમારા રૂપ-સ્વરૂપથી દેખાય છે, તમે જરૂર એક દેવાત્મા છો" * " પ્રભો! આવો પરિચય નહીં, ગત જન્મનો પરિચય સમજાય છે?" સૂરિપુરંદર આ દિવ્ય પ્રભાવવંતી વ્યક્તિને સાંગોપાંગ નિરખતા જ રહ્યા. વિચારતા રહ્યા. ત્યાં જ શ્રી માણિભદ્ર ઇન્દ્ર કહ્યું "ગુરુદેવ! આપનો અદકો સેવક હું માણેકશાહ આપની પ્રેરણાનાં અમૃતપાન કરીને, નિર્જળા ઉપવાસ સાથે શ્રી સિદ્ધાચલજીને ભેટવા હું જઈ રહ્યો હતો. જે સ્થળે આપ બિરાજમાન છો ત્યાં જ ચોરોએ મને મરણશરણ બનાવ્યો. પરંતુ આપની મહતી કૃપા અને તીર્થાધિરાજના સ ધ્યાનથી હું વ્યંતરનિકાયમાં શ્રી માણિભદ્ર નામનો ઇન્દ્ર બન્યો છું. આ બધો પ્રભાવ આપનો જ છે. ફરમાવો, મારા યોગ્ય જે કોઈપણ આદેશ હોય..." માણેકશાહ થયા માણિભદ્ર. લગભગ સમાન નામ અને સરખી રાશિ. શ્રી સિદ્ધાચલજીનો જીવતો જાગતો પ્રભાવ કે જેની યાત્રા તો દૂર, જેના માત્ર ધ્યાનથી પણ ન દેવ બની જાય છે. "ઇન્દ્રરાજ....મને પ્રસન્નતા છે કે તમે દેવેન્દ્ર બન્યા છો. આવા ઉચ્ચ પદે પ્રતિષ્ઠિત થયા પછી સમ્યગુદર્શનની નિર્માતા અને પરમાત્માની ભક્તિમાં તનમનને એવા જોડી દો કે આગામી ભવે તમારી મુક્તિ થાય." " પ્રભો! આપના આશીર્વાદથી મારી મુક્તિ જલદી થાય એવું હું પણ ઇચ્છું છું." " માણિભદ્ર ઇન્દ્ર ! હવે મૂળ વાત પર જઈએ. આગ્રાથી ગિરિરાજ ભણી પ્રસ્થાન થયા પછી અમારા સાધુ-સમુદાય પર દૈવી આફતના ઓછાયા ઊતરી પડ્યા છે. એક પછી એક એમ દશ સાધુઓ ચિત્તભ્રમિત બનીને ચિર નિદ્રામાં પોઢી ગયા છે. જુઓ, સામે અગિયારમાં શ્રમણની પણ વિકટ પરિસ્થિતિ. હજુ તો આની બાલ્યાવસ્થા છે. કેટકેટલા ઉલ્લાસભર્યા દિલે એણે સંયમના સામ્રાજ્યમાં પ્રવેશ કર્યો છે! પણ આજે આ સ્થિતિ જોતાં અમારું અંતર પણ દ્રવી ઊઠે છે, કકળી જાય છે. ઇન્દ્રરાજ ! તમે તમારા જ્ઞાનથી આપત્તિનું મૂળ કારણ શોધીને તેનું નિરાકરણ કરો , " ભગવંત ! આપ નિશ્ચત રહો. આજે જ વિઘ્નો દૂર થઈ જશે. અવધિજ્ઞાનના અજવાળે શ્રી માણિભદ્ર વીરે જોયું : આ ઉપદ્રવ કરનાર અન્ય કોઈ નથી, મારી સેનાના જ મારા સેવક કાળા-ગોરા ભૈરવદેવ છે. માણિભદ્ર ભૈરવોને બોલાવીને કહ્યું : " ભાગ્યશાળીઓ ! દેવતાના લેબાશમાં દાનવને પણ ન છાજે તેવાં અધમ કૃત્યો તમે શીદને કરી રહ્યા છો? તપ, ત્યાગ સંયમથી ઓપતા આ મહામુનિઓની તો અંતરથી ભક્તિ કરવી જોઈએ, ત્યાં તમે એમને ઉપદ્રવ કરીને મરણશરણ કરી રહ્યા છો ! હવે આ પ્રવૃત્તિ છોડી દો." " સ્વામી ! અમે આપના સેવક છીએ. આપની આજ્ઞા માન્ય કરવી અમારી ફરજ છે; પરંતુ કડવામતી આચાર્યે અમને મંત્રશક્તિથી વચનબદ્ધ કર્યા છે તેથી આ અનુચિત પણ કાર્ય અમારાથી છોડી શકાય તેમ નથી. તે માટે કદાચ અમારે આપના કોપનું પણ ભાજન થવું પડે. આગળ વધતાં આપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy