SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 637 મુનિવરોની આંખો પણ આંસુભીની થઈ ગઈ. ખુદ આચાર્યદેવ પણ શૂન્યમનસ્ક બની ગયા. અચાનક આ શું બની ગયું...! કેમ થઈ ગયું? નખમાં પણ રોગ નહીં. કોઈને કાંઈ સમજાતું નથી. કોઈને આ પ્રશ્નનો જવાબ જડતો ન હતો. શોકના મહાસામ્રાજ્ય સાથે આ કરુણાંતિકાની વાતો સાથે હજુ તો બે દિવસ પણ વીત્યા નથી ત્યાં જ સમુદાયના એક વિદ્વાન યુવાન મુનિરાજ પણ આ જ રીતે ઢળી પડ્યા. શ્રમણ સંઘમાં હાહાકાર મચી ગયો. સાંજ થતાં તો આ મુનિરાજ પણ સહુની વચ્ચેથી વિદાય લઈ ચૂકયા હતા. કારણને શોધવાનો પ્રયાસ થાય એટલામાં તો ૩.૪.......................૭.......૮.૯....૧૦ મુનિરાજો આ રીતે મરણને શરણ બની ગયા હતા. આખા સંઘમાં ભયનું એક અતિકરુણ વાતાવરણ છવાઈ ગયું હતું. સાત્ત્વિક શિરોમણિ પૂજ્ય આચાર્યભગવંતને આ હકીકત સમજતાં વાર ન લાગી. જરૂર આમાં કોઈક દૈવી શક્તિનો પ્રકોપ થયો લાગે છે, અન્યથા આ રીતે ૧૦-૧૦ મુનિવરો આપણી વચ્ચેથી ન જાય. ભવિષ્યની સુરક્ષાની દષ્ટિએ કંઈક યોગ્ય ઉપાય શોધવો પડશે, અન્યથા સકલ સંઘ વિપરીત આક્રમણમાં અટવાઈ જશે. પૂજ્યશ્રીએ મનોમન નિર્ણય કરીને બધા મુનિવરોને બોલાવ્યા." સાધનાપ્રિય મુનિઓ.....તમારા બધાના અંતરની અકથ્ય વેદના હું સમજી શકું છું. એક પછી એક.. લગાતાર થયેલ દશ-દશ મુનિઓના ભોગે આપણા સહુને હચમચાવી દીધા છે. મારા અંતરનો અવાજ છે કે આ પરિષહ સ્વાભાવિક નથી, જરૂર દેવીકૃત હોવો જોઈએ. આ સ્થૂલ શક્તિને પડકારવા આપણે સૂક્ષ્મ શક્તિને જગાવવી પડશે. એટલે આજથી જ હું સાધનામાં સ્થિર થઈ જવા માગું છું. શાસન દેવને પ્રત્યક્ષ કરવાના છે. ગમે તે ભોગે... ગમે તે પ્રયાસે... જ્યાં સુધી શાસનશક્તિઓ જાગે નહીં ત્યાં સુધી મારે નિર્જળા ઉપવાસ છે. આરામ હરામ છે. નિદ્રાનું નામનિશાન લેવાનું નથી. અને સાધુઓ ! તમે પણ આ સમય દરમ્યાન તપ-જપ -સાધનાના ધ્યાનમાં તન-મન પરોવી દેજો. જરૂર પ્રકાશનું કિરણ પથરાશે અને અંધકારનાં વાદળાં દૂર થશે." જિનશાસન જ્યોતિર્ધર ધર્મધુરંધર–સૂરિપુરંદરની ભીષ્મ પ્રતિજ્ઞાના આ ગંભીર શબ્દો સુણીને બધા મુનિવરોનાં નયન વિસ્ફારિત બની ગયાં. શાસ્ત્રોએ આચાર્યના ઉપર સંઘરક્ષાની જે જવાબદારી મૂકી છે ; શિષ્યોના યોગક્ષેમનું જે કર્તવ્ય અદા કરવાનું રાખ્યું છે, તેના પૂજ્યપાદ ગુરુદેવશ્રી પૂર્ણપણે વળગી રહ્યા છે. સહુ પૂજ્યપાદશ્રીના દિવ્ય મુખારવિંદને નીરખી રહ્યા. સૂર્યશા તેજસ્વી, ચંદ્રશાશીતળ, સાગરશા ગંભીર–સૂરિસમ્રાટ ઉપાશ્રયના એક અલાયદા ખંડને સાધનાખંડ બનાવી દીધો. આવશ્યક ક્રિયાઓ સાથે જપ ને ધ્યાનનું મંડાણ થઈ ગયું. ચતુર્વિઘ સંઘ પણ પૂજ્યશ્રીની સાધનાની સફળતા માટે દિનરાત ધાર્મિક ક્રિયાઓમાં પરોવાઈ ગયો. આખા સંઘમાં તપત્યાગ સાથે બ્રહ્મચર્યનું અખંડ પાલન, પરમાત્માની વિશિષ્ટ પૂજાભકિત, હજારોની સંખ્યામાં ઉપવાસ, દુકાનો સદંતર બંધ...! એક ઉપવાસ....બે....ત્રણ... પાંચ... સાત અને દશ-દશ ઉપવાસ સુધી આચાર્ય ભગવંત – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy