SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ 628 તપાગચ્છાધિષ્ઠાયક સહર્ષ સ્વીકાર કર્યો. ચતુર્વિધ સંઘ, માતા જિનપ્રિયા અને પત્ની આનંદરતિ પણ પશ્ચાત્તાપના આ ધગધગતા પાવકને અભિનંદી રહ્યાં... સભામાં શાંતિ છે ત્યારે માણેકશાહ વિનંતી કરે છે : " ભગવંત! મૂર્તિપૂજા વિષયક મારી શંકાઓનું સમાધાન હું ઇચ્છું છું. આપ આજનો દિવસ અત્રે જ સ્થિરતા કરો. અહીં અલાયદું સ્થાન છે, આરાધનામાંવિક્ષેપ ન પડે તેવી શાંતિ છે. કૃપા કરી મારી વિનંતી સ્વીકારો."કરુણાસાગર સૂરીશ્વરે પણ માણેકશાહની હાર્દિક વિનંતીનો સ્વીકાર કર્યો અને તે સાથે જિનશાસન દેવ કી જય'નો ગગનસ્પર્શી નાદ ગુંજી ઊઠ્યો. માણેકશાહે ચતુર્વિધ સંઘનું વસ્ત્રાદિથી બહુમાન કર્યું અને પૂજ્યશ્રીના " સર્વમંગલ" સાથે સભાનું વિસર્જન થયું. એ સ્થાન કેટલું મહાન છે કે જ્યાં આવા પૂજ્યોનાં પદાર્પણ હોય! વ્યક્તિ કેટલો મહાન જેને આવા ગુરુવરનો સત્સંગ મળે ! તે હૃદય કેટલું મહાન, આવા ગુરુદેવની માનસ–પ્રતિમા સ્થાપિત થયેલી હોય! ૫. પ્રતિમાપૂજન શાશ્વત છે. " ભગવંત ! મૂર્તિપૂજા શાસ્ત્રસંમત છે? શાસ્ત્રોમાં ઉલ્લેખ છે?" " માણેકશાહ ! આગમોના અવલોકનમાં, ઇતિહાસનાં પાનાંઓમાં સ્થળે સ્થળે મૂર્તિપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવતી સૂત્ર જેવા સર્વશ્રેષ્ઠ આગમગ્રંથમાં પણ મૂર્તિના ઉલ્લેખ સાથે પરમાત્માની પૂજાના વિધાનનું સ્પષ્ટ અને વિશદ વર્ણન જોવા મળે છે. રાયપસણ પ્રમુખ ગ્રંથોમાં પણ દ્રૌપદી સૂર્યાભદેવના વર્ણનમાં મૂર્તિપૂજાના માધ્યમને ખૂબ જ સારી રીતે વર્ણવ્યું છે. જ્ઞાતાસૂત્રના મૂલાગમમાં પણ શ્રી શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામેલ થાવસ્ત્રાપુત્રનું વર્ણન આ રીતે છે : तण्णं से थावत्यापुत्ते अणगार सहस्सेणं सद्धि संपरिपुडे नेण्णेव पुंडरसण से पव्वअं सण्णियर दुरुहति तेणे से सुऐ अणुगारे तेणं अणगार सहस्सेण सिठ સપરિવુડે... નેવિ પુરણ પુષ્ય નાવ સિદ્ધ . (જ્ઞાતાસૂત્ર . સં. ૧૦-૧૦૮-૨.૨)" " પ્રભો! વર્તમાન અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ પ્રતિમા નિર્માણ ક્યારે થયું? " માણેકશાહ! પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પુત્રરત્ન ભરત ચક્રવર્તીએ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો, જે શાશ્વતગિરિ છે. અષ્ટાપદ પર્વત પર ભરતેશ્વરે શ્રી આદિનાથથી શ્રી મહાવીરસ્વામી પર્યત ૨૪ તીર્થકરોની તેમના કાયપ્રમાણ રત્નમય પ્રતિમાઓ સમહોત્સવ પ્રતિષ્ઠિત કરી હતી. " વર્તમાન ઇતિહાસ તરફ દષ્ટિપાત કરતાં જિનશાસનના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા અનેક તેજસ્વી તારલાઓ નજરે પડે છે. મહારાજા સંપ્રતિએ સવાલાખ જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું હતું અને સવા કોડ પ્રતિમાઓ ભરાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. આજે પણ ભારત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy