SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ 57 ) તપાગચ્છાધિષ્ઠાયક श्री माणिभद्र महापूजनम् संपादक : पू. आचार्यश्री विजयपद्मसूरीश्वरजी महाराज જૈનદર્શનમાં છેવટે તો અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંત ચારિત્ર્યના આત્માના વિભાવધર્મના સાક્ષાત્કારની જ સર્વોચ્ચ સ્થિતિ અનુભવવા બધી જ શક્તિસાધના અને વિવિધ અનુષ્ઠાનો છે; પરંતુ અવસર્પિણી કાળના આવતા-જતા વધુ ને વધુ વિષમ બનતા જતા સમયમાં વિશ્વ નિવારણ, બાહ્ય અને આંતર ઉપદ્રવોના શમન અને અધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક તાપત્રયમાંથી મુક્ત થઈ શ્રી જિનશ્વરભગવંતોના સકલ કલ્મષનાશક, પાવનતમ શ્રી પાદારવિંદમાં ચિત્તના ત્યંતિક લય માટેની ભૂમિકાઓનાં સોપાન ચઢવા ઘણી બધી વિવિધ પૂજાવિધિઓ અને સામગ્રી ભરપૂર જોવા મળે છે. શ્રી સિદ્ધાચલજીની યાત્રાનું ધ્યેય અને દઢ સંકલ્પ લઈ અન્નજળના ત્યાગપૂર્વક શ્રી ગિરિરાજજીનાં અને દેવાધિદેવ શ્રી આદીશ્વર ભગવાનનાં દર્શને નીકળેલા શેઠશ્રી માણેકચંદ ગુજરાતની ધરતીમાં જ ચોર-ડાકુ લોકોના હાથે પ્રભુશ્રીમાં તીવ્ર ભાવ સમારોપી દેહમુક્ત થયા અને વ્યંતરનિકાયના છઠ્ઠા યક્ષેન્દ્ર મહારાજાનું માનભર્યું સ્થાન પામ્યા. એમના આ વર્તમાન રૂપમાં પણ એકદાઢ પર જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા ધરી રહ્યાં છે અને દેવકુલિકામાં શ્રી આદીશ્વરદાદા વિરાજમાન છે. અને શ્રી માણિભદ્રદાદા હેજ ત્રાંસા મુખે અદ્યાપિશ્રી આદીશ્વર ભગવાનનાં દર્શન–ધ્યાન -સ્મરણમાં નિમગ્ન રહે છે. આવા મહાપ્રસાવી શ્રી માણિભદ્રદાદાના મહાપૂજનની સર્વ વિધિ અત્રે પ્રસ્તુત છે. તેનો લાભ લેવા અને કૃતાર્થ થવા નમ્ર અનુરોધ છે. આ માહિતી પ્રસ્તુતકર્તા શ્રી વિજયપઘસૂરીશ્વરજી મહારાજે મારવાડમાં અનેક અગણિત જિનાલયોના નિર્માણમાં માર્ગદર્શન આપ્યું છે. જ્યોતિષ અને શિલ્પકળામાં પારંગત છે. આ સૂરિવરને હાથે અનેકવિધ મહાન અમર શાસનપ્રભાવના થતી રહી છે. - સંપાદક | મત્તાવરણમ્ II शत्रुजय जगत्पूज्यं आदिनाथं जिनेश्वरम् सुरासुरनरैः । पूज्यं माणिभद्रं नमोऽस्तु ते ॥१॥ प्रणम्य परमात्मानं स्तुत्व जिनेन्द्र सद्गुरुम् । वीरं वाणी नमस्कृत्य कुर्वे 'माणिक' पूजनम् ॥२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy