SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ 524 તપાગચ્છાધિષ્ઠાયક છે કે આ પદ જે મહાન પુરુષો ધારણ કરતા અને જેઓના આ મહાપદ ઉપર આખા શાસનની મદાર હતી તે મારા જેવા સામાન્ય માણસ ઉપર આવી પડે તે હું શી રીતે પાર પાડીશ અથવા મને ગુરુ મહારાજ તથા સંઘ અને શાસનદેવ તે વહન કરવાની શક્તિ આપો, ઇત્યાદિ ભાવનાથી પોતાનું જીવન ઉદાત્ત બનાવનારા હોય છે. જૈનશાસનમાં ભગવાન મહાવીરના સમગ્ર શાસનની, તેના ચતુર્વિધ સંઘની રક્ષા અને તેના પરિવર્લ્ડનની આખી જવાબદારી આચાર્ય મહારાજ ઉપર હોય છે. રાજાને દેશની જવાબદારી હોવા છતાં તેની પાસે પ્રધાનો, શિક્ષા કરવાનાં સાધનો, જેલો, સૈનિકો, હથિયારો વગેરે રાક્ષસી દમનનાં સાધનો હોય છે, જ્યારે શાસનના રાજા આચાર્ય પાસે ક્ષમા, ગંભીરતા, જીવનની શુદ્ધતા, સૌમ્યતા, દયા, વિશ્વપ્રેમ, નિરભિમાનતા વડે અનાદિ કાળથી વિષય અને કષાયની ભાવનાથી ટેવાયેલ જનતાને શુદ્ધ માર્ગે વાળવાની, તેમાં સ્થિર રાખવાની અને તેને પુનિતપંથે ટકાવવાની જવાબદારી હોય છે. આવી આચાર્યપદવી માટે યોગ્ય તે કાળે ઉપાધ્યાય અમૃતમેજી સિવાય કોઈ પૂ. હેમવિમલસૂરીશ્વરજી મહારાજને લાગ્યું નહિ. આથી પુણ્યકામથી પુનિત બનેલખંભાતમાં બિરાજતા પોતાના ગુરુ મહારાજના દર્શનાર્થે પધારતાં ઉપાધ્યાયજી અમૃતમેરુના આગમનથી માનવસાગર તેમના દર્શનાર્થે ઊમટયો. તેમની દેશના, મુખમુદ્રા ને કાર્યદક્ષતાને દેખી જૈન જનતા ખૂબ જ હર્ષ પામી અને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજને શ્રીસંઘે વિનંતિ કરી કે હે પ્રભો! શાસનધુને વહન કરવા માટે આપ સદશ આ મહા પ્રભાવક ઉપાધ્યાયજી અમને લાગે છે માટે આપ એમને આચાર્યપદવી આપી એમને શાસનધુરા સોંપો, તેમાં એકાંતે શાસનનું હિત સમાયેલ છે. ગુરુમહારાજે પોતાની ઇચ્છાને અનુરૂપ જ સંઘની ઇચ્છા જોઈ વિ. સં. ૧૫૭૦માં પોતાના વરદ હસ્તે સૂરિમંત્રયુક્ત આચાર્યપદથી વિભૂષિત કર્યા અને તેઓશ્રીનું નામ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી પાડ્યું. આ પદપ્રદાનનો મહાન ઉત્સવ ધર્મનિષ્ઠ અત્યંત શ્રદ્ધાળુ શ્રેષ્ઠીવર્ય જીવરાજ સોનીએ કર્યો હતો અને તે ઉત્સાહની સુવાસ ઘણા વખત સુધી દરેક જનતાના હૃદયમાં ચિરસ્થાયી રહી હતી. આ સંકલ શાસ્ત્રવિશારદ તપાગચ્છાધિપતિ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છની પદમી પાટે બિરાજ્યા અને આચાર્યપદની જવાબદારીને ધારણ કરતા ક્રમે ક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા. આપણે પહેલાં જોઈ ગયા તેમ એ સમય જૈન સમાજને માટે ઘણો વિષમ હતો. એક તરફ લંકામતનો જિનેશ્વર ભગવંતની પ્રતિમાનિષેધનો પ્રચાર; એક તરફ કડવા મતનો સાધુસંસ્થાના નાશનો પ્રચાર; વળી પુષ્ટિસંપ્રદાયનો ગુજરાતમાં પ્રચાર. આ બધું હોવા છતાં ખાસ વાત તો એ હતી કે જૈન સાધુઓમાં પણ શિથિલાચાર પેસી ગયો હતો. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરનાં તપ, ત્યાગ, અને કડક સંયમનો પાઠ શાસનના સ્તંભો ગણાતા ભૂલી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં ગુરુ-આજ્ઞાનો અનાદર જોવામાં આવતો હતો. શિષ્ય પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy