SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ 440 - તપાગચ્છાધિષ્ઠાયક વળી કોઈ વિઘ્ન આવે મને, સહન કરીશ સમભાવ; આશીર્વાદ આપો મને, પૂરા થાયે મુજ દોઢસો ગાઉ દૂર છે, વિકટ પંથ કહેવાય; કડક અભિગ્રહ આવડો, શી રીતે પૂરો થાય. સમરથ દેવ-ગુરુ મળ્યા, વળી ધર્મ તારણહાર, શરણું સિદ્ધગિરિનું લહી, પહોંચીશ પ્રભુને દ્વાર. દઢ અભિગ્રહ જાણીને વળી જાણી ઉત્કૃષ્ટ ભાવ; વિદાય આપે ગુરુ પ્રેમથી, યાત્રા કરવા નીકળાય. નગરમાં સહુ કરી રહ્યાં દઢ અભિગ્રહની વાત; દર્શન કરવા ઊભાં રહ્યાં નરનારી સૌ બાર. કાર્તિક વદિ એકમ દિને, આગ્રાથી કર્યું પ્રયાણ; પાત્રા કરવા ગિરિ તણી, મનડું અધીર બની જાય. (રાગ સાંભળજો મુનિ સંયમ રાગે....) સિદ્ધગિરિના ધ્યાને માણેકશાહ, લાંબા પંથ કાપે રે, અહોનિશ હૈયામાં ધ્યાન ધરતાં, હૃદયમાં આનંદ વ્યાપે રે. સિદ્ધ. ગામોગામ ને વન–શહેર મૂકી, ગુર્જર ભૂમિમાં આવે રે પાલનપુરની દક્ષિણ દિશાએ, હાલ મગરવાડા સોહાયે રે...સિદ્ધ. ભિન્ન ભિન્ન વૃક્ષો હતાં ત્યાં, કંટકો પણ સ્થાને સ્થાને રે, ગીરીચ ઝાડી ભયંકર હતી, ત્યાં માણસ કોઈ ન દેખાયે રે.... સિદ્ધ. લગની લાગી યાત્રા તણી જેને, બીજું મનમાં ન લાવે રે; કયારે ભેટું એ ગિરિવરને હું ભાવના એવી ભાવે રે..સિદ્ધ. લૂંટફાટ કરવા લૂંટારા, એ મારગમાં આવે રે; આખો દિવસ રખડ્યાં છતાં એ લૂંટમાં ક્યાંય ન ફાવે રે. સિદ્ધ. નજર પડી તેમની શેઠ જ ઉપરે, દીઠા જતાં એમને વાટે રે; દેખાય છે કોઈ શેઠિયો ભારે, માલમત્તાની સાથે રે... સિદ્ધ. બૂમ પાડી ત્યાં જોરાવરથી, શેઠ ઊભા રહો તે સ્થાને રે, જે હોય તે આપી દો હમણાં, પછી જાઓ તમે વાટે રે... સિદ્ધ. - – દોહા – યાત્રામાં મન જેનું રમી રહ્યું, સુણે ક્યાંથી પોકાર, અહોનિશ ગિરિના ધ્યાનમાં, શેઠજી ચાલ્યા જાય. શંકા પડી તે ચોરોને, નક્કી હશે માલદાર; નહીંતર ઊભો કેમ ન રહે, ચાલો મારીએ ઠાર. શેઠની પાછળ દોડતા, લઈ ઉઘાડી તલવાર; પણ શેઠ હતા શુભ ધ્યાનમાં ખબર પડી ન લગાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy