SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 407 'શ્રી માણિભદ્રજીનો મહાન મંત્ર પ્રસ્તુતકર્તા: ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજ મંત્રસાધનામાં મંત્રદેવતાને ભક્તિપૂર્ણ રીતે નિમંત્રણ આપવાથી મંત્રદેવતા મંત્રસાધનામાં સફળતા અવશ્ય અપાવે છે. સાધકની સાધનામાં નવો પ્રાણ પૂરે છે નવકારમંત્ર ! આ નવકાર મંત્ર માનવીને નિર્મળ બનાવે છે, નિસ્પૃહ બનાવે છે, નિશ્ચિંત બનાવે છે, નિર્વિકારી બનાવે છે, સાચા અર્થમાં નિગ્રંથ બનાવે છે. અત્રે આ લેખમાં પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ શ્રી માણિભદ્રજી સાધનાની પગદંડી સુંદર સજાવી છે. સાધનાના અનેક મંત્રો પૈકી સૌથી સરળ મંત્ર ઉપર પ્રસ્તુત લેખ સારું માર્ગદર્શન આપે છે. સર્વ કાર્યમાં સિદ્ધિ અપાવનાર તત્ત્વ પ્રત્યે પરમ નિષ્ઠા, એકાગ્રતા, બહુમાનભાવ, નિયમિતતાની જરૂરિયાત સાથે આયંબિલનો તપ, નવકારનો જપ અને શત્રુંજયના ધ્યાનની વિશિષ્ટતા સમજાવી છે. ઘટનાના સંદર્ભે કેટલાંક રહસ્યોનું ઉદ્ઘાટન પણ કર્યું છે. માણિભદ્ર ઇન્દ્રદેવનું મંત્રાધિષ્ઠિત અનુષ્ઠાનનું અત્રે કરાયેલું માર્મિક ઉર્બોધન સાધકને કાંઈક ઈષ્ટ જરૂર પ્રાપ્ત થશે જ. આ લેખના લેખક પૂ. મુનિશ્રી ચિંતક પણ છે. આગમશાસ્ત્રો અને ગુરુગમના બળે તત્ત્વોના ઊંડાણ સુધીનું ખેડાણ કરવા સદા પ્રયત્નશીલ રહ્યા છે. મનન, ચિંતન, સંશોધન અને પરબોધનની પ્રક્રિયાને વધુ પસંદ કરે છે. પોતાની માસૂમ બાળ અવસ્થાથી યુવાવસ્થા સુધી અનેક વખત સંકટ સમયે કે શુભ કાર્યોના અનુસંધાન કરવા સાંસારિકાવસ્થામાં માણિભદ્રજીને સ્મરણમાં લઈ સફળતા મેળવતા રહ્યા તેમાં કદાચ તેમનો સરળતાનો સ્વભાવ કારણભૂત પણ હશે. શાસનદેવને પ્રાર્થીએ છીએ કે આ લેખક-મુનિશ્રીને શાસનસેવા માટે પ્રેરક બળો મળી રહે. –સંપાદક તપ એટલે કર્મમળને તપાવી બાળી નાખવાનું અમોઘ શસ્ત્ર. જૈન ધર્મે આ તપધર્મને જેટલી વિશેષતા–વિલક્ષણતાથી વિવેચિત કર્યો છે, તેવી વિશદ વિસ્તારણા અન્ય કોઈ ધર્મદર્શન કે મંતવ્યોમાં જોવા-જાણવા નથી મળતી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy