SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ યંત્ર, શ્રી માણિભદ્ર દેવ યંત્ર વગેરે અનેક પ્રકારનાં યંત્રો છે. તો સંખ્યા સાથે સંબંધ ધરાવતાં યંત્રો પણ જૈન પરંપરામાં મળે છે. તેમાં ખાસ કરીને શ્રી તિજયપહુત્ત સ્તોત્ર સંબંધી એકસોસિત્તેરિયો સર્વતોભદ્ર યંત્ર, ચોવીશ જિનેશ્વર સંબંધી પાંસઠિયા યંત્ર અને નવપદ સંબંધી પંદરિયા યંત્રો વગેરે પ્રાપ્ત થાય છે. 405 કયારેક સાંપ્રદાયિક મંત્ર-યંત્રની પરંપરાથી અજ્ઞાત લેખક કે સંશોધક યંત્ર કે યંત્રમાં રહેલ અક્ષરો અથવા યંત્રની પદ્ધતિને બરાબર સમજી ન શકવાનું પણ બને છે. દા.ત.' YANTRA' પુસ્તકમાં જૈન પરંપરાનું સૂરિમંત્ર સંબંધિત લબ્ધિપદ યંત્ર પ્રકાશિત થયેલ છે. તેમાં લબ્ધિપદોના મંત્રો પ્રાકૃત ભાષામાં આપેલા છે. એટલું જ નહીં પણ તે દરેક પદના અક્ષરોનો ક્રમ પણ ઊલટો આપવામાં આવ્યો છે. દા.ત. 'ૐ નમો જિણાણું ૧ ' પદને ' ૧. ગં ણા જિ મો ન ' સ્વરૂપમાં લખ્યું છે. આ બધાં જ પદો સૂરિમંત્રમાં આવે છે. અલબત્ત, આ યંત્ર ઓછામાં ઓછું ૨૦૦–૨૫૦ વર્ષ પૂર્વે આલેખાયેલું છે. આવાં યંત્રોમાં કયારેક સાધકનું નામ અથવા જેના માટે એ યંત્ર બનાવવામાં આવ્યું હોય છે, તેનું નામ પણ લખવામાં આવે છે. ઉપર્યુક્ત યંત્રમાં વચ્ચે ' જ્યાળ વા શ' એવું નામ લખેલ છે. તેના આધારે લેખકે આખા ય યંત્રને 'લ્યાણ વજ્ર' (Kalyana Chakra) અર્થાત્ wheel of Fortune કહ્યું છે. આ જ યંત્ર સૂરિમંત્ર સંબંધિત ' સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય 'માં નવું બનાવીને આપવામાં આવ્યું છે. તેમાં અક્ષરોનો ક્રમ સૂલટો છે.૨૯ મંત્રજાપ પણ બે પ્રકારે કરવામાં આવે છે. ૧. પૂર્વાનુપૂર્વી અર્થાત્ જે ક્રમમાં મંત્રના પદો અથવા અક્ષરો આપવામાં આવ્યા હોય તે જ ક્રમે મંત્રજાપ કરવો તે. ૨. પશ્ચાનુપૂર્વી અર્થાત્ જે ક્રમમાં મંત્રોના પદો અથવા અક્ષરો આપવામાં આવ્યા હોય તેનાથી ઊલટા ક્રમે જાપ કરવો તે. આ બંને પ્રકારના મંત્રજાપનાં જુદાં જુદાં ફળ હોય છે. સામાન્ય રીતે પૂર્વાનુપૂર્વાથી મંત્રજાપ કરવાથી આધ્યાત્મિક ફળ મળે છે તો પશ્ચાનુપૂર્વીથી મંત્રજાપ કરવાથી ઐહિક-ભૌતિક ફળ મળે છે. આધુનિક વિજ્ઞાનમાં જેમ ટેલિપથીની વિજ્ઞાનશાખા છે, તેમ ચિકિત્સાશાસ્ત્રમાં શ્રી બિનિતોષ ભટ્ટાચાર્ય જેવા બંગાળી હોમિયોપથી ડૉક્ટરે ટેલિથેરપી નામની ચિકિત્સાપદ્ધતિનો વિકાસ કર્યો છે. આ ચિકિત્સાપદ્ધતિમાં તેઓ ઔષધિનો તો ઉપયોગ કરે છે, પણ સાથે સાથે ઉપર બતાવ્યાં તેવા મંત્રો અને યંત્રોનો પણ ઉપયોગ કરે છે. એ મંત્રો તથા યંત્રોને વિશિષ્ટ પ્રકારનાં સાધનો ઉપર ગોઠવી તેમાંથી વિશિષ્ટ પ્રકારનાં સ્પંદનો (VIBRATIONS) ઉત્પન્ન કરી, તેની સામે ગોઠવેલા દર્દીના ફોટા કે નામ દ્વારા અદશ્ય સ્વરૂપે દર્દી સુધી પહોંચાડે છે, અને તેનાથી દર્દીમાં આશ્ચર્યજનક સુધારો પણ નોંધાયેલો છે. યંત્રો એ સાંકેતિક ચિહ્ન છે. એ સાંકેતિક ચિહ્નોનું અર્થઘટન ભિન્ન ભિન્ન પરંપરાવાળા ભિન્ન ભિન્ન રીતે કરે છે. તેનું કારણ તેઓને પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાન અથવા અનુભવ હોય છે. દા.ત. 'શક્તિ' અંગે કોઈ ભૌતિકશાસ્ત્રી–વિજ્ઞાનીને પૂછવામાં આવે તો તે શક્તિને પુદ્ગલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy