SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 387 વાર વાર વીરા વીનવીએ, સંપત્તિ કારણ ટૂંક વિસ્તરિયે ૨ તુજ તનુ તેમ દિવાકર દીપે, મહિયેલ મહિમા તુજ નવિ છીપે; ત્રિભુવન રાજા તું જગરાજે, ગોરા ગુણ ગરૂઆ જગ ગાજે. ૩ ચાહ કરી ચાહું તુજ સેવા, દયાવંત દીપક તું દેવા; સમય સુધારસ ઝીલણહારા, ધીંગાણ ધુંબડ તુજ પરિવારા. ૪ ભયંકર ભૂતલ ભૂત નસાડે, શાકણી ડાકણી ફંદે પાડે, રંગે રામા રાસ રમાડે, ગ્રહગણ તારા કોડી ભાડે. ૫ હાટકી છંદ (આત્મભકિત મળ્યા કૈઈ દેવા) : તું આપે વ્યાપે, દુમતિ કાપે, સંતોષે રિપુ વૃંદ; સહિ સેવા રસિયા, નિકટા વસિયા હરી હરચંદ અમંદ; તુજ તેજ હસિયો, વ્યોમે વસિયો, દિનકર રહે શંકત, ગુણવંત અનંતા, હાસ હસતા વિલંતા ઉલ્લસંત. ૧ મયગલ મતવલા તરલ તુખારા રહે રાજંત, મલપતી ધરણી, પતિ મન હરણી, ચંપક વરણી કંત, તુમ નામે પામી, ભૂપ ભલેરા, શિરનામે ઉલસંત, સુવિનીતા યુતા, વિબુધ વંદિતા, વંછિતા બલવંત. ૨ છંદ ચાલ (ચઉમાસી પારણું આવે એ રાહ ) ઘમઘમ ઘમકે ઘૂઘરમાલા, ચંચલ, ચપલ ચલાવે ચાણા કરિ શરમે કરવાલ કરાલા, વયદી હણવા તું વિકરાલા. - ૧ સજ્જન જયકર જય સુકમાળા, તનું તેજે કરી ઝાકઝમાળા; કટિ કંદોરા સોવનીઆળા નયન કમળ દળ અતિ અણિયાળા. ૨ હાર હિસહી સેહે જાળા, કરુણાવંત દયાળ મયાળા, સૂર તેત્રીસ કોટિ સિંગાલા, તું સિરદાર તિહાં ભૂપાલા. ૩ કંઠ ઠવે મણિ મોતીમાળા, મદ તંબોલ ભર્યા ગલગાલા; મદભરી હાલે ર્યું મતવાલે, ઠમકાવે પગ પાયડીઆળા. ૪ પય પરઠે પદમાસનવાળા ઘૂમત ધૂમ ઘુમતિયાળા, ના મનમોહન મોહનીઆળા, જાપ જપે ઝાલી જપમાળા. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy