SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ 248 તપાગચ્છાધિષ્ઠાયક શલભાચાર્યજી, વસુદેવની પત્ની સેંકડો સાધકો સાથે અને ભારતના પુત્ર બ્રહ્મર્ષિ, રાજા ચંદ્રશેખર, ઋષભસેન અને શાંતનુ રાજવી, દેવકીના છ પુત્રો, વસુદેવજીના પુત્ર, જાલી, મયાલી, ઉવયાલી પણ પોતે એકાકી આ જ અનુપમ તીર્થની નિશ્રાએ તરી ગયા છે. ધારિણીદેવી તેના આઠ કુમારો, આણંદઋષિ, સાત નારદો, અંધક વિષ્ણુસુવ્રત ને ગંડક મુનિ, આણંદ ઋષિ, સિદ્ધઈમાં આવતા ઋષભદેવના વંશીય અસંખ્ય રાજાઓ અત્રેથી જ અક્ષયપદને પામ્યા છે. "' શું વર્ણન કરવું શુભ પરમાણુથી ચાર્જ થયેલ આ ધબકતા ક્ષેત્રનું કે હાલના વીરપ્રભુના શાસનના ઉચ્છેદ પછી આ ગિરિના ઋષભકૂટ નામના મુખ્ય શિખરને તો ભવિષ્યમાં થનારા પદ્મનાભ તીર્થંકરના શાસન સુધી સ્વયં તીર્થપ્રમી દેવો પણ પૂજશે. આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખરજીની તીર્થયાત્રાનું ફળ કલ્પનાતીત છે. તેથી ય અનંતું પુણ્ય શત્રુંજય તીર્થની યાત્રામાં છે. આ અવસર્પિણી કાળના પ્રારંભથી જ જેના મહિમા ગવાય છે તે તીર્થ સકલ તીર્થોમાં સર્વશ્રેષ્ઠ છે. પંદર કર્મભૂમિમાં આ અતિમુક્તક કેવળી ભગવંતે આ તીર્થનો જે મહિમા કહ્યો તે તો આશ્ચર્ય પમાડી દે તેવો અજબ-ગજબનો છે. તેમના કથન મુજબ..... • ઉગ્ર તપસ્યા ને બ્રહ્મચર્ય-સાધનાથી બહોળું ફળ ફક્ત આ ક્ષેત્રમાં વસવાથી મળે છે. • એક કોડ મનુષ્યને ભોજન કરાવી બંધાતું પુણ્ય અહીં કરેલા એક ઉપવાસ માત્રથી મળી શકે છે. • શ્રીસંઘના સાધુ-સાધ્વી ને શ્રાવક-શ્રાવિકાની વસ્ત્ર–પાત્ર–ભોજનથી કરેલ ભક્તિનું કોટિગણું ફળ આપે છે. • પૂજા કરવાથી સો-ગણું, પ્રતિમા સ્થાપનાથી હજારગણું ને તીર્થરક્ષાથી અસંતું ફળ આ ક્ષેત્રમાં થાય છે. • અહીં પ્રતિમા ભરાવનારને દેવ કે ચક્રવર્તીપદ, અનુક્રમે મુક્તિ સુલભ બને છે. •એક ઉપવાસ સો ઉપવાસ સમાન ફળે છે. ચોવિહારો છઠ્ઠ કરી સાત જાત્રા કરતાં મુક્તિ પાકી કરેલ છે. • શત્રુંજયના દર્શન અને તેની નદીમાં સ્નાન કરનાર ભવ્યાત્મા ગણાય છે. • આ તીર્થના સ્મરણ માત્રથી સમ્યગુદર્શનની શુદ્ધિ થઈ જાય છે. •અહીં નિવાસ કરનારા તિર્યંચો પણ પ્રાયઃ સદ્ગતિ પ્રાપ્ત કરે છે. અહીંની મહત્તા તો જેણે જાણી તેણે જ માણી. પણ કહાણી કરવી અઘરી છે. એક કવિની કલ્પના મુજબ શ્રી શ્રી તીર્થે તીર્થપતિ તીર્થંકરોને પણ પોતાના પ્રશસ્ત પ્રભાવે આકર્ષી, જાણે સૌને સાર્થપતિ સહ આમંત્રણ આવ્યું છે અહીં આવી આરાધના કરવાનું. આ અગમ-અણનમ મૅગ્નેટિક ક્ષેત્રના વારંવાર જીર્ણોદ્ધાર થયા, તેમાં ચોથા આરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy