SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 223 – સમેતશિખર કરતાં અષ્ટાપદજીની યાત્રાનું ફળ લાખ ગણું છે. - અષ્ટાપદની યાત્રા કરતાં શ્રી સિદ્ધાચલની યાત્રા-સ્પર્શનાનું ફળ કરોડગણું છે. આનું કારણ એ છે કે આ ભૂમિના સૂક્ષ્મતમ કણેકણો અનંતા સિદ્ધાત્માઓના સ્પર્શની પવિત્રતાથી charge થયેલા છે. આ ગિરિરાજની કુલ પાંચ તળેટીઓ છે: (૧) વડનગર (૨) વલભીપુર (૩) ઘેટી પાગ (આદપુર) (૪) જયતળેટી (૫) કંકુબાઈની ધર્મશાળા પાસે. સોરઠદેશ-શણગાર આ ગિરિરાજ ઉપર કુલ નવ ટૂંકો આવેલી છે. તેમાં ૧૨૪ ભવ્ય મંદિરો, ૭૩૯ દેરીઓ, ૧૧૪૭૪ જિનપ્રતિમાઓ અને ૮૯૬૧ પગલાંઓ છે. એકલી દાદાની ટૂંકમાં જ ૫ મંદિરો, ૩૦૦ દેરીઓ અને ૫૭00 પ્રતિમાજીઓ છે. જે સમયમાં કોમ્યુટરો ન હતાં, હાઈ ટેક્નોલોજીવાળાં મશીનો ન હતાં, માત્ર માનવીય પ્રયત્ન દ્વારા ત્રણ કિ.મી. ઊંચાઈએ પથ્થરો ચઢાવીને આવાં ભવ્યાતિભવ્ય જિનાલયોનાં સર્જન કરવાં અને તે પણ એક—બે નહીં બલ્ક સેંકડોની સંખ્યામાં, આ કોઈ નાનીસૂની વાત નથી. પુટનિકયુગમાં હજી શક્ય બને પણ પથ્થરયુગમાં આખા વિશ્વને આશ્ચર્ય પમાડે એવું કલાત્મક સર્જન કરવું ખરેખર વિરલ ઘટના કહેવાય. સમુદ્ર–લેવલથી ગણીએ તો ૧૦૦૭ ફૂટની ઊંચાઈ ઉપર દાદાનો દરબાર આવેલો છે. ૫00 વર્ષ પૂર્વે આવા ઊંચા પહાડ ઉપર અગાધ ખાઈઓને પૂરીને લેવલિંગ કરવું ને આટલી મોટી પ્રતિમાઓ અને સંગેમરમરના પથ્થરો ઉપર ચઢાવવા અત્યારે તો અશકયપ્રાયઃ જણાય છે. કહેવાય છે કે મોતીશાની ટૂક બનાવવા તળિયેથી ખાઈ પૂરવી પડી હતી ને પથ્થર ચઢાવવા દોરડાં વપરાયાં તેની કિંમત ૭૦ હજારની હતી. આ ગિરિરાજને શાસ્ત્રોમાં ઔષધિગર્ભ' તરીકે વર્ણવ્યો છે. શત્રુંજય માહાભ્ય નામના ગ્રંથમાં જણાવ્યું છે કે આ પહાડ ઉપર ઢગલાબંધ સોનાની ખાણો, અનેક રસપિકાઓ, જડીબુટ્ટીઓ તથા ગુફાઓ છે. ત્યાં એક સૂર્યાવર્ત નામનો કુંડ આવેલો છે જેના જલસેવનથી બધા જ રોગો નાશ પામે છે. વિવિધ વનો ને જાતજાતનાં વૃક્ષો-ઔષધિઓના ભંડાર સ્વરૂપ છે. ચોમાસાના ચાર માસ અહીં યાત્રા કરવાનો પારંપરિક પ્રતિબંધ છે. તે સિવાય અવસરે યાત્રાળુઓ પર્વતની ત્રણ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની યાત્રા કરતા જોવા મળે છે. લગભગ ૧૦૦ જેટલી ધર્મશાળાઓથી તળેટી રોડ શોભી રહ્યો છે. આ તીર્થની આસપાસ પણ કદંબગિરિ, હસ્તગિરિ, તાલધ્વજગિરિ, મહુવા દાઠા ઘોઘા આદિ તીર્થસ્થાનો આવેલાં છે. ઉપર ચઢવા અસમર્થ ભાવુકો 'જય તળેટી'ની સ્પર્શના કરી યાત્રાનો લાભ મેળવે છે. તળેટીથી ઉપર ચઢતાં ક્રમશઃ આ રીતનાં યાત્રાસ્થાનો છે. • જય તળેટી, અજિતનાથનાં પગલાં, ગૌતમસ્વામીનાં પગલાં, • આદિનાથનાં પગલાં • શાંતિનાથનાં પગલાં • ધર્મ • કુંથુ • નેમનાથનાં પગલાં • સરસ્વતી માતાજીની દેરી • બાબુનું મંદિર •ખોનાનું મંદિર • સમવસરણ મંદિર • ભરતચક્રીનાં પગલાં " ઇચ્છાકુંડ નેમનાથ વરદત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy