SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 218 તપાગચ્છાધિષ્ઠાયક (૨) આ તીર્થના કણે કણમાં અનંતાનંત આત્માઓ મુક્ત થયા છે, મુક્તિ પામ્યા છે . કર્મબંધન અને કર્મમુક્તિમાં ક્ષેત્રીય પ્રભાવ પણ કામ કરતો હોય છે. અહીંની રજેરજ સંતો-મહંતો અને સિદ્ધ ભગવંતોના ચરણસ્પર્શથી એટલી પવિત્ર બની છે કે આ તીર્થની રજની સ્પર્શના થતાં જ કર્મની રજ આત્મા ઉપરથી સહજ ખરવા માંડે છે. અનંતકાળની કુવાસના અને કુવિકારોની ભેખડ તૂટવા માંડે છે. જોઈ લો, આ પાવન ભૂમિ ઉપરથી પરમપદને પ્રાપ્ત કરેલા પુન્યાત્માઓની યાદીની હારમાળાને .. • પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિ સાથે ચૈત્રી પૂનમના દિવસે અહીંથી પરમપદ પામ્યા. • કારતકી પૂનમના અહીં માનવ મહેરામણ ઊમટે છે ને ' શ્રી આદીશ્વર દાદાની જય'ના નારા સાથે ગિરિરાજ પર ચઢતા જોવા મળે છે. કારણ દ્રાવિડ વારિખિલ્લ આ દિવસે દશ ક્રોડ મુનિ સાથે અહીંથી સિદ્ધ થયા હતા. ફાગણ સુદ તેરસના દિવસે તો લાખો ભાવુકો દુનિયાના ખૂણે-ખાંચરેથી આવી તીર્થને સ્પર્શી પાવન થાય છે, છ ગાઉની યાત્રા કરે છે. ભાડવાના ડુંગરની ફરસના આ દિવસની વડાઈ ગણાય છે. આ દિવસે અહીં માનવોનું કીડિયારું ઊભરાય છે. તળેટીમાં સેંકડો પાલો ઊભા કરવામાં આવે છે, જેમાં યાત્રા કરીને ઊતરેલા ભાવિકોની સાકરના પાણી, દહીં-ઢેબરાં આદિ વિવિધ વાનગીઓથી ભાવભીની ભક્તિ કરાય છે. તીર્થસ્પર્શનાથી પાવન બનેલા આ પુણ્યાત્માઓના પગનું દૂધથી પ્રક્ષાલન પણ થાય છે. લૌકિકો આને ' ઢેબરા તેરસ' પણ કહે છે. આ દિવસની આટલી મહત્તાના મૂળમાં છે સાડાત્રણ કરોડ મુનિઓ સાથે શાંબ–પ્રધુમ્નની અહીંથી મુક્તિ. આ સિવાય જેનદષ્ટિએ પાંચ પાંડવો ૨૦ કરોડ મુનિ સાથે• નમિ-વિનમિ (ઋષભદેવના પૌત્રો) બે કરોડ મુનિ સાથે • નારદ ૯૧ લાખ સાથે • મુનિ અજિતસેન ૧૭ કરોડ સાથે • રામ-ભરત ૩ કરોડ સાથે • સોમયશા ૧૩ કરોડ સાથે. આ સિવાય પણ નામી-અનામી અસંખ્ય આત્માઓ અણસણ વગેરે અંતિમ આરાધનાઓ આરાધી આ ભૂમિમાં કર્મક્ષય કરી શિવપદ પામ્યા છે. આ બધા અનંતાનંત મુક્તાત્માઓનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. (૩) પ્રથમ તીર્થપતિ ઋષભદેવ ભગવાન આ ગિરિ ઉપર ૯૯ પૂર્વવાર પધાર્યા હતા. ( એક પૂર્વ એટલે ૭૦૫૬૦ અબજ વર્ષ, એટલે કુલ ૬૯ કોડાકોડી ૮૫ લાખ કોડ ૪૪000 ક્રોડ વર્ષ થાય.) અહીં રાયણ વૃક્ષની નીચે તેઓ બિરાજમાન થયા. સમવસરણનાં મંડાણ થયાં અને ઋષભદેવે બાર પર્ષદામાં અગણિત દેશનાનો ધોધ અહીં વહેવડાવ્યો હતો. આ ઉપરાંત તેમનાથ ભગવાન સિવાય અન્ય બાવીસ તીર્થકરોની પુનિત પધરામણીથી પણ આ પહાડ પાવન બનેલો છે. અસંખ્ય વર્ષનાં છાણાં વીતવા છતાં આજે પણ આ રાયણ વૃક્ષ અહીં ઊભું છે, જેના પાંદડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy