SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ 'પુણ્યબળ: કસોટીની એરણ ઉપર યુગે યુગે થયેલા મહા પ્રભાવશાળી ધર્માત્માઓએ જે સિદ્ધિ અને શક્તિ મેળવી છે અને આ જગતને જે કાંઈ આપ્યું છે, દરેકને તે જુદી જુદી પરિસ્થિતિમાં પ્રાપ્ત થયું છે. ૧૬મી સદીમાં માણેકચંદ શેઠની જીવનયાત્રાના તાણાવાણામાં તેમનો પુણ્યોદય થતાં શ્રી શત્રુંજય તીર્થનું માહાત્મ સાંભળ તેને તેનાં આંતરચક્ષુઓ જ્યારે ખૂલ્યાં ત્યારે આ જગત તેમને વામણું લાગ્યું. જીવનનો પ્રવાહ અને વિચારોનું વલય જ બદલાઈ ગયું. ધર્મ અને કર્મનું તત્વજ્ઞાન સમજાઈ જતાં અને જીવનમુક્તિ માટે તેમના મનમાં મચેલા તુમુલ યુદ્ધે રહસ્યમય એવી આ વિરાટ કથાનું સર્જન થયું. –તેમના દઢ મનોબળ અને શ્રદ્ધાની સીડીએ જ યક્ષેન્દ્રનું ગૌરવપદ પ્રાપ્ત થયું. આ ગ્રંથના કેટલાક લેખો જોઈ તપાસી જવામાં પરમપૂજ્ય આ. શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મહારાજ સાહેબનું સર્વગ્રાહી અવલોકન ખરેખર દાદ માંગી લ્વે તેવું છે. વર્ષોની મહેનત, વિશાળ વાંચન અને ઊંડું ચિંતન હોય તો જ આટલું વિસ્તૃત અવલોકન થઈ શકે. મૂર્તિપૂજાનો પુરસ્કાર દેહધારીઓ માટે મૂર્તિનું સાંનિધ્ય, મૂર્તિની દિવ્યતા અને મૂર્તિની પ્રશાંત ધ્યાનસ્થ મુદ્રા, મૂર્તિનાં કરુણાસભર નયનો સાધકના દૈહિક કે માનસિક તાપોનું ઉપશમન કરવા માટે સબળ માધ્યમો છે. શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રશાંત, શ્રુતિમાન, વિધિપૂર્વક પ્રતિષ્ઠા પામેલ મૂર્તિઓ પૂજન વડે, અભિષેક વડે, અંગરચના વડે, ધ્યાન વડે, દર્શન માત્રથી ભક્તને લૌકિક દેહગેહના સંસ્કારો અને પરમાણુઓથી ઉપર ઉઠાવી તેની વૃત્તિઓને અને હૃદયોને પરિમાર્જિત કરી શ્રી જિનેશ્વર ભગવંતોએ જે માર્ગ પોતાના જીવનચરિત્ર વડે, ક્ષમાધર્મ વડે, ઉપસર્ગો સહીને સર્વસ્વનો ત્યાગ પૂર્વક ઉગ્ર તપશ્ચર્યા વડે ધ્યેય તરીકે પ્રશસ્ત કર્યો તે જ માર્ગ અમારા માટે પરમ ઉપકારી અને કલ્યાણલક્ષી અમે દૂધ વડે, જળ વડે, પુષ્પો વડે, રત્નો વડે, અક્ષત, બદામ કે કેસર વડે પરમાત્માનું માત્ર હૃદયથી પૂજન નથી કરતા પણ એમના વડે અપાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ આદર્શો પ્રમાણે અમે જૈન મતાનુયાયી હોઈધર્મના શાસનથી શિસ્તબદ્ધ રીતે બંધાયેલા છીએ એવી ભાવપૂજા પણ થવી જરૂરી છે. શાસ્ત્રોએ મૂર્તિપૂજાને પ્રશસ્ત કરેલ છે. એ સંબંધના સંદર્ભો આ ગ્રંથમાં જ વાંચવા મળ શે. મૂર્તિપૂજામાં શ્રદ્ધા અને અશ્રદ્ધાનાં વમળોમાંથી જ આ કથાનું સર્જન થયું છે. ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજ સાહેબના પ્રશિષ્ય મુનિ શ્રી જયદર્શનવિજયજી મહારાજ આદિના લેખો ખાસ વાંચવા જેવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy