SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી પુરુષાર્થ કરીને આરોહણ કરવાનો આ ભૂમિનો આવો વિકાસક્રમ વિશ્વ તવારીખમાં સુવર્ણાક્ષરે કંડારાઈ ગયો છે. યુગો સુધી આ વિકાસક્રમ અવિચળ રહેશે. તત્ત્વદર્શન: દાર્શનિક નિરૂપણ રોમ, મીસર અને બાબીલોનથી પણ પુરાણી એવી આ ભારતીય સંસ્કૃતિએ અહીંયાં ઈન્દ્રિયોનાં અસ્થાયી નરકગામી બનાવતાં ક્ષુલ્લક ભૌતિક સુખોને કયારેય લગીરે મહત્ત્વ નથી આપ્યું. પણ તત્ત્વદર્શનના આધ્યાત્મિક માર્ગને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રના સહજસિદ્ધ સ્વભાવ ધર્મને જ અનુભવવાના પરમ કલ્યાણકારી મંગલ માર્ગને નજર સમક્ષ રાખવા વર્ધમાન મહાવીરે અને તેમની પૂર્વેના તીર્થંકર ભગવંતોએ પંચાસ્તિકાયની સૂક્ષ્મતમ સમજૂતી આપીને જગતની વિચારધારાને નવો જ માર્ગ બતાવ્યો. જીવોની હિંસાના દ્રોહમાંથી બચવાની બુલંદ અવાજે વિશ્વભરમાં માનવોને ઘોષણા કરી. સાંખ્ય, ન્યાય વૈશેષિકે અને શાક્યોએ તત્ત્વોની વાત પોતપોતાની રીતે ભલે કરી; પણ એમાં જૈન દર્શનની વિશ્વને સૌથી મોટી ભેટ છે, સ્યાદ્વાદ. આ સ્યાદ્વાદને કોઈના ખંડન મંડનમાં લગીરે રસ નથી. પણ જૈન દર્શને જીવ અને અજીવની વાત કરતાં કરતાં આત્માની તત્ત્વાલોચના પણ ઊંડાણથી કરી. જૈન દર્શને આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરી આત્માની અનુભૂતિ માટે ચિત્તશુદ્ધિ, ઇન્દ્રિય સંયમ, મનોનિગ્રહ વગેરે અતિ આવશ્યક ગણ્યું. સાધનામાં મંત્રો, સ્તુતિઓ, પૂજાવિધાન, આરતીઓ -- આ બધાં બહિરંગ સાધનો પણ અનિવાર્ય બન્યાં. મંત્રતંત્ર પણ પ્રાચીન સમયથી સ્વીકારાયેલ બાબત છે. મંત્ર શબ્દનો અર્થ જ મનન કરવાથી ત્રાણ કરે, રક્ષણ કરે તેવો થાય છે. દેવી દેવતાઓના જેમ શ્રીવિગ્રહો (સ્વરૂપો) હોય છે તેમ યંત્ર એ પણ દેવી–દેવતાઓનું જ સ્વરૂપ છે. મંત્રો આત્મા છે, યંત્રો શરીર છે. તેમાં કેટલાક મંત્રો બીજવાળા હોય છે; જ્યારે કેટલાક બીજરહિત હોય છે. સંસારની સુંદર શક્તિઓને સાધ્ય કરી આપનાર માયાબીજ ડ્રીંકારની સાધના પણ માનવીને હજાર હજાર આધિ-ઉપાધિથી અવશ્ય ઉગારી લ્યે છે. જૈનોએ આ ઊઁકારની કલ્પનાને વિશાળ પાયે ખૂબ જ વિકસાવી છે. હ્રીં એ મહાશક્તિશાળી બીજમંત્ર છે. તેનાથી ધર્મ અને કાર્યની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. મંત્રોનું વારંવાર રટણ કરવાથી પણ દેવદેવીઓ જાગૃત થતાં હોવાનું પણ જણાય છે. આ મંત્રો કોઈપણ ધર્મની મૂડી નથી. તેનો જાપ સૌ કોઈ પોતાના ઇષ્ટ આરાધક દેવોની સાધના સમજીને કરી શકે છે. આમ જોઈએ તો મંત્રો અને યંત્રો આધિભૌતિક બાબતો છે. મંત્રજાપથી માનસિક શક્તિ ઉત્પન્ન કરાય છે. આ મંત્રોમાં વિવેક અને આદર્શોની પ્રતિષ્ઠા અને જીવનના ઉન્નત-અધ્યાત્મના શિખરે પહોંચવાની મનીષા પ્રગટ થતી હોય છે. સામાન્ય રીતે મંત્રોનો અર્થ સહિત જાપ કરવાથી ત્વરિત ફળ મળે છે. પણ બધા જ મંત્રોમાં અર્થ હોય જ એવું નથી. મંત્રને ધ્વનિતરંગોના રૂપમાં વિવિધ રંગના વર્ણો રૂપે તેમના પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy