SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 | ૭૫૭ 'જિનશાસનની પ્રભાવનામાં કાર્યનિષ્ઠ અર્વાચીન શ્રાવકરત્નો ---૫.પૂ. આ.શ્રી વિજયરત્નભૂષણસૂરિજી મ. સા. [ આસનોપકારી ચરમ તીર્થપતિ દેવાધિદેવ મહાવીર પરમાત્માએ સ્થાપેલ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપે ચતુર્વિધ સંઘસ્વરૂપ એવા જિનશાસનનાજૈનસંધના જ એક અંગસ્વરૂપ શ્રાવકો પણ છે. આરાધક અને જિનશાસનની સેવારત શ્રાવકરત્નોના સદ્ગુણો આજે પણ ઘર ઘરમાં ગુંજન કરતા કાનને પાવન કરી રહ્યા છે. દઢ શ્રદ્ધાસંપન, કળવકળના જાણકાર, ધીંગી ધીરજના ધણી, આશ્ચર્યજનક કોઠાસૂઝ ધરાવનાર એવા પ્રાચીનકાળમાં અને નજીકના ભૂતકાળમાં પણ અનેક શ્રાવક શ્રેષ્ઠીઓ થઈ ગયા અને અત્યારે પણ એવા અનેક શ્રાવકો છે જેમાંથી કેટલાંક શ્રાવકરત્નોના જીવનની આછેરી અલપ-ઝલપ ઝાંખી પ.પૂ. આ શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજશ્રી કરાવે છે. આ દરેકના નામ અને કામ એવા છે કે એક એકના પરિમલ ગુલાબી જીવન સ્વતંત્ર વિસ્તૃત લેખમાળામાં લખી શકાય. એમના પૂર્વજો, જ્ઞાતિ, એમનું ઘડતર અને ઉછેર, પરિવારની પ્રભાવકતા વગેરેની વિશેષ માહિતીના અભાવે જે ફક્ત સ્મૃતિના સહારે...સહારે..પૂજ્યશ્રીને જે કાંઈ યાદ આવ્યું તે મુખ્ય બાબતો જ આ લેખમાં દર્શાવી છે. તે ઘણા વર્ષોથી પ્રાચીન સાહિત્યના સંશોઘન અને સંવર્ધનકાર્યોમાં ગળાડૂબ વ્યસ્ત રહેનાર પૂજય આચાર્યશ્રીએ અહોભાવ ઉત્પન્ન થાય તેવા અર્વાચીન દૃષ્ટાંતો રજૂ કરીને અનેક આત્માઓને જીવંત પ્રેરણાનો લાભ અપાવ્યો છે. પૂજ્યશ્રી વર્તમાનમાં વિવિધ ધર્મકાર્યો દ્વારા સારી એવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યાં છે. પ્રાચીન સાહિત્ય ઉપરાંત હસ્તલિખિત પ્રતો વગેરેની સુરક્ષા માટેના તેમના શકય સવગી પ્રયત્નો ખરેખર દાદ માંગે છે. જ્ઞાન દ્વારા, ઘર્મપ્રભાવના દ્વારા અને તીર્થભક્તિના-જાગૃતિના અનેક કાર્યો દ્વારા પૂજયશ્રીનું યોગદાન ઘણું મૂલ્યવાન બની રહેશે. કલકત્તા અને શિખરજીમાં પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલા અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવો ખરેખર યાદગાર બની ગયા છે. છરિપાલિત સંઘમાં નવાણુયાત્રા, છ ગાઉની યાત્રા વરસીતપ, અઠ્ઠાઈ આદિ તપમાં પૂજ્યશ્રી મોખરે રહ્યાં છે. - સંપાદક (3 , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy