SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ [ જૈન પ્રતિભાદર્શન કે ખરીદીને તેઓ ઇંગ્લેન્ડ મોકલતા હતા. લંડનમાં તેમના વેપારનું ધ્યાન રાખવા કોઈકની જરૂર હતી. પ્રેમચંદ શેઠ જાતે તો લંડન રહી શકે તેમ ન હતા, તેથી તેમણે આ કામ સંભાળવા જમશેદજી ટાટાને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા હતા. રૂના ધંધામાં તેમને અઢળક ધન મળ્યું. તેમનામાં સાહસ તો હતું જ. તે ઉપરાંત વગ એટલે કે સત્તાનો પણ વધારો થયો એટલે તેમણે મોટા પાયે ધંધો ખેડવા માંડ્યો. નાણાંની તો એમને ત્યાં ટંકશાળ જ પડવા લાગી. ઈ. સ. ૧૮૬૪ માં તેમનો સૂર્ય સોળે કળાએ પ્રકાશવા લાગ્યો હતો. મુંબઈમાં તેમની હાક વાગતી. પ્રેમચંદ શેઠની ગણના હવે મુંબઈના ગણ્યાગાંઠ્યા કરોડપતિઓમાં થવા લાગી હતી. તેઓ શેરબજારમાં આવે ત્યારે દલાલો છત્રી ધરીને તેમની આજુબાજુ ચાલતા અને એક રાજા જેટલું તેમને માન આપતા. શેઠ પ્રેમચંદ રાયચંદની આપણે આ છબિ એક સાહસિક વેપારી તરીકેની જોઈ, પરંતુ તેમણે પોતાની ધન-સંપત્તિનો સમાજના કલ્યાણ અર્થે પણ ખાસ્સો ઉપયોગ ર્યો હતો. મુંબઈનું ચર્ચગેટ રેફલેમેશનનું આયોજન કરીને તેમને કદાચ પોતાને પણ ખ્યાલ નહીં હોય તે રીતે પછીના દાયકાઓ અને સૈકાઓ સુધી લોકોપયોગી ગણાય તેવું કાર્ય કર્યું. તેઓ પોતે જૈન હતા, આમ છતાં તેમનું દાન ધાર્મિક પ્રવૃત્તિઓ, દેરાસર-ઉપાશ્રય સુધી સીમિત ન રહેતાં તેમણે કેળવણી પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મુંબઈ યુનિવર્સિટી કેમ્પસમાં અડીખમ ઊભેલો રાજાબાઈ ટાવર તેમણે પોતાની માતા રાજાબાઈને નામે બંધાવ્યો હતો, જે આજે મુંબઈના કોટ વિસ્તારનું એક ઘરેણું ગણાય છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીને તેમ જ કલકત્તા યુનિવર્સિટીને બબ્બે લાખ રૂપિયાનાં દાન આપ્યાં હતાં. આજે પણ મુંબઈ યુનિવર્સિટી કેમ્પસમાં અડીખમ ઊભેલો રાજાબાઈ ટાવર તેમણે પોતાની માતા રાજાબાઈને નામે બંધાવ્યો હતો, જે આજે મુંબઈના કોટ વિસ્તારનું એક ઘરેણું ગણાય છે. કલકત્તા યુનિવર્સિટીમાં તેમણે ઇતિહાસ-સંશોધન માટે મોટી રકમની પ્રેમચંદ રાયચંદ સ્કોલરશિપ શરૂ કરી હતી. અંગ્રેજી વિષય સાથે એમ. એ. થયેલા સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ જદુનાથ સરકારે આ સ્કોલરશિપ મેળવીને અભ્યાસ કર્યો હતો. અમદાવાદમાં તેમના ધનરાશિથી રાયખંડ વિસ્તારમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજ શરૂ થઈ હતી, જે આજે પણ ચાલી રહી છે. સુરતમાં તેમણે રાયચંદ દીપચંદ કન્યાશાળા અને ભરૂચમાં રાયચંદ દીપચંદ પુસ્તકાલય માટે મોટું દાન આપી તેની સાથે પોતાના પિતાનું નામ જોડ્યું હતું. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઇ. સ. ૧૮૬૫ માં રૂપિયા દસ હજારનું દાન આપ્યું હતું. આ અગાઉ વર્નાક્યુલર સોસાયટીને મળેલાં દાનોમાં તે સૌથી મોટું દાન હતું. આ ઉપરાંત તેમણે સુરતના ગોપીપુરાના મુખ્ય માર્ગ પર પિતાને નામે જૈન ધર્મશાળા બંધાવી હતી. ધર્માદા અને જીવદયામાં પણ મોટી રકમો આપેલ. અમદાવાદ, સુરત તેમ જ ભરૂચમાં નિશાળો અને ધર્મશાળાઓ બંધાવી હતી. ધોલેરામાં એક હોસ્પિટલ બંધાવી હતી. આ ઉપરાંત તેમણે કરેલાં નાનામોટા દાન તો અસંખ્ય હતાં. થોડા સમય બાદ એમના પુત્ર કીકાભાઈ પ્રેમચંદ પણ વેપારધંધામાં આગળ આવી ગયા અને ઘણું ધન કમાયા. એમના દાનથી સુરતમાં સર કીકાભાઈ પ્રેમચંદ કોમર્સ કોલેજ અને લેડી કીકાભાઈ પ્રેમચંદ લાઈબ્રેરીની સ્થાપના થઈ હતી. [રજની વ્યાસ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy