SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન ચારૂપતીર્થનો છ’રીપાલિત સંઘ (૧૧) વિ. સં. ૨૦૫૨ વડાથી રૂણીતીર્થનો છ’રીપાલિત સંઘ (૧૨) વિ. સં. ૨૦૫૨ વડાથી ભીલડીયાજી તીર્થનો છ'રીપાલિત સંઘ (૧૩) વિ. સં. ૨૦૫૪ અમદાવાદવિજયનગરથી સેરીસા તીર્થનો છ'રીપાલિત સંઘ (૧૪) વિ. સં. ૨૦૫૪ મુદરડાથી ભોયણીતીર્થનો છ'રીપાલિત સંઘ (૧૫) વિ. સં. ૨૦૫૫ ખેડાથી કલિકુંડતીર્થનો છ'રીપાલિત સંઘ. તીર્થોદ્ધારક આ. શ્રી નીતિસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો પ.પૂ. તીર્થોદ્ધારક આ.દેવ શ્રી નીતિસૂરિજીએ સં. ૧૯૪૯ના અ. સુ. ૧૧ના દિવસે મહેરવાડામાં દીક્ષા લીધી. સં. ૧૯૫૦ મ. સુ. ૪ શુક્રવારે સીપોરમાં વડીદીક્ષા થઈ. ૧૯૫૨નું ચોમાસું અમદાવાદ લુહારની પોળે ચાતુર્માસ કર્યો. ચોમાસા દરમ્યાન વ્યાખ્યાનમાં શત્રુંજય મહાત્મ્ય’ વાંચવાનું શરુ કર્યું. એથી પ્રભાવિત થઈ આસ્ટોડિયા ઢાલની પોળ (અમદાવાદના શેઠ મોતીલાલ વીરચંદે સાલીસહજારે ચોમાસા પછી તુરત જ શત્રુંજયનો સંઘ કાઢવાની પ્રતિજ્ઞા કરી અને ધામધુમથી સંધ કાઢ્યો. તેમાં ૪૦૦૦ યાત્રીકો, પ૦૦ બળદગાડા (એ ટાઈમે મોટર ન હતી) ૫૦૦ કર્મચારીઓ હતા. તેમની નિશ્રામાં આ પહેલો સંઘ હતો. પૂ. આચાર્યશ્રી મંગલપ્રભસૂરિશ્વરજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં નીકળેલા સંઘો ભાભરથી શંખેશ્વર તીર્થનો સંઘ. આ યાત્રાસંઘમાં બે હજાર યાત્રિકો હતા. તખતગઢથી શત્રુંજય તીર્થના સંઘમાં અંદાજે ૫૦૦ યાત્રિકો હતા. પોમાવાથી પાલીતાણા સંઘમાં અંદાજે ૫૦૦ યાત્રિકો હતા. પાલીતાણાથી ગિરનાર તીર્થના યાત્રાસંઘમાં ૨૫૦ યાત્રિકો હતા. આ ઉપરાંત જીરાવલાથી પાલીતાણા પાળોળાથી પાલીતાણા રાજનગરથી પાલીતાણાના સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. વિ. સં. ૨૦૨૦માં પૂ. આ. શ્રી મહેન્દ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં શંખેશ્વરથી પાલીતાણા તીર્થયાત્રા સંઘમાં ૪૦૦ થી ૫૦૦ યાત્રિકો જોડાયેલ. સંઘપતિશ્રી કેસરીમલજી સંઘવી (શિવગંજવાળા) ગચ્છાધિપતિ પ.પૂ. આ.શ્રી વિજય અરિહંતસિદ્ધસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો * ‘શ્રી જાખોડા (રાજ.)થી જેસલમેર તીર્થ છ'રી પાલિત સંઘ' યાત્રિકોની સંખ્યા-૧૦૦૦. * ‘શ્રી જાખોડા (રાજ.)થી ભદ્રેશ્વર (કચ્છ) તીર્થનો છ'રી પાલિત સંઘ' યાત્રિકોની સંખ્યા-૧૦૦૦, * ‘શ્રી વીસલપુર (રાજ.)થી વલ્લભીપુર થઈ શ્રી શત્રુંજયનો છ'રી પાલિત સંઘ' યાત્રિકોની સંખ્યા-૬૦૦, * શ્રી માટુંગા જૈન શ્વે. મૂ. પૂ. તપગચ્છ સંઘ શ્રી વાસુપુજ્ય સ્વામી જિનાલય તરફથી શ્રી શત્રુંજય મહાતીર્થની ચવીહાર છઠ્ઠ કરી સાતયાત્રા-યાત્રિકો-૧૫૦. * હીમાંશુભાઈ ઝવેરીના સહયોગથી શ્રી સિદ્ધાચલ મહાતીર્થની ચવિહાર છઠ્ઠ કરી સાતયાત્રાયાત્રિકો-૧૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy