SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન જિનપ્રતિમાના દર્શનથી થયું. તેમાં નિમિત્તરૂપ બનનાર અભયકુમારની બુદ્ધિનો પૂર્વ સંબંધ પણ એટલો જ ] કારણભૂત છે. :ટો શ્રી કૃષ્ણના ભાઈ બળદેવના પુત્ર નિષધ અને તેનો એ પ્રપોત્ર સાગરચંદ. એમનાં Jલગ્ન નભસેનને વાગુદાન થયેલી કમલા મેલા નામની રાજકન્યા સાથે થયાં હતાં. એક વખત દ્વારિકા નગરીમાં નેમિનાથ ભગવાન પધાર્યા હતા ત્યારે દેશના સાંભળીને પ્રતિબોધ પામવાથી બાર વ્રત અંગીકાર કરી વિરતિ સ્વીકારી. તેઓ એકવાર પૌષધ પ્રતિમા ધારણ કરીને સ્મશાનમાં કાયોત્સર્ગ કરતા હતા ત્યારે એમનો દુશ્મન નભસેન ત્યાં આવી પહોંચ્યો અને ઘડાનું કાઠું સાગરચંદના મસ્તક પર મૂકીને અંગારા ભર્યા. પરિણામે એમનું મસ્તક બળી ગયું. આવા ઉપસર્ગ વખતે પણ મન-વચન અને કાયાની શુભ ભાવનાથી પૌષધવ્રતમાંથી ચલિત ન થયા. વ્રત પાલનમાં અત્યંત કૃતનિશ્ચયી બની પાલન કરતા મરીને આઠમા દેવલોક થયા. ઝિs ચિંડાવાંસ રાજા , આ રાજાને એવો અભિગ્રહ હતો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી Jકાયોત્સર્ગમાં રહેવું. દાસીએ જોયું કે દીવો બળી રહેવા આવ્યો છે એટલે અંધકારથી રાજા અપ્રસન્ન થશે એટલે તેણીએ દીવામાં ઘી પૂર્યું ને દીવો ચાલુ રાખ્યો. ફરીથી આજ રીતે દીવો ચાલુ કર્યો. આમ કરતાં રાત્રી વીતી ગઈ. રાજા તો પોતાના અભિગ્રહ પ્રમાણે કાયોત્સર્ગમાં આખી રાત રહ્યા. સવાર થતાં એમના પગ લોહીથી થીજી ગયા અને જમીન પર ઢળી પડ્યા. તુરત જ આયુષ્ય પૂર્ણ થતા મરીને દેવલોકમાં ગયા. ભગવાન મહાવીરને એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોનો પરિવાર હતો. તેમાં દશ શ્રાવકોની ગણના મુખ્ય છે. આનંદ અને કામદેવનો દશ શ્રાવકમાં સમાવેશ થાય છે. બન્ને શ્રાવકોએ પૌષધવ્રતમાં દઢ રહીને ઉત્તમોત્તમ વ્રતની આરાધના કરી હતી. આનંદ શ્રાવક તો ઘણો બધો સમય પૌષધશાળામાં જ ગાળતા હતા. જ્યારે કામદેવે પોતાના સંસારની જવાબદારી છોડીને પૌષધશાળામાં વ્રત ધારણામાં કાઉસગ્ગ ધ્યાને રહેતા હતા. ભગવાન મહાવીરે પણ આ શ્રાવકોની પ્રશંસા કરી છે. કોઈ કુતૂહલપ્રિય દેવે આનંદ શ્રાવકને રાત્રિ દરમ્યાન ઉપસર્ગો કર્યા છતાં પૌષધવ્રતમાંથી ચલિત ન થયા. “ધન્ય તે મોટા શ્રાવકોજી, આનંદ ને કામદેવ ઘરનો ધંધો છોડીનેજી, વીર પ્રભુની કરે સેવ સૌભાગી શ્રાવક સાંભળો ધર્મ સક્ઝાય.” વિરુદ્રન અમે છીપૂર્વભવમાં જ્ઞાનની વિરાધનાને કારણે વરદત્તને કોઢનો રોગ વરદત્ત અને ગુણમંજરી Jઅને ગુણમંજરીને કોઢના રોગની સાથે મૂંગાપણું મળ્યું હતું. તેઓએ ગુરુવચનથી જ્ઞાનપંચમી તપની આરાધના કરીને સૌભાગ્યપદ પ્રાપ્ત કર્યું હતું. જ્ઞાન અને જ્ઞાનીની આશાતનાના કર્મબંધનથી કેવી સ્થિતિ સર્જાય છે; પણ કર્મબંધનોને નિર્મૂળ કરનાર પણ આત્મા જ છે. વરદત્ત ગુણમંજરી એટલે જ્ઞાનપંચમીનાં મહાન આરાધક તરીકે અમર સ્થાન પામ્યાં છે. કીજયપુરના મહાન શ્રેષ્ટિએ ગુરુની આજ્ઞાથી મૌનએકાદશી વ્રતની આરાધના કરીને અગિયારમા દેવલોકમાં સ્થાન , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy