SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] - જૈન પ્રતિભાદર્શન માળવાનરેશને બધી હકીકત કહી. સ્ત્રી અને બાળકની ક્રૂર હત્યા કરવા પ્રત્યે માળવાનરેશે સખ્ત નાપસંદગી ધનદત્તને દર્શાવી. અને આવી સ્ત્રી અને બાળ હત્યા કરનારને સુખ્ત સજા કરવી જોઈએ, એમ સમજી તેનું ધનદોલત બધુ પડાવી રાજ્યતિજોરીમાં જમે કર્યું અને તેને દેશનિકાલની સજા કરી. આ બાજુ નરવીર નાસતો નાસતો આગળ વધ્યે જતો હતો. ત્યાં સામેથી યશોભદ્રસૂરિ તેમના શિષ્યસમુદાય સાથે આવતા હતા. નરવીરે પોતાની મુસીબતમાં કંઈક રસ્તો મળશે, એમ સમજી આચાર્યશ્રીને વંદન કર્યું. તેમની સાથે ચાલતા ચાલતા એક શીલાનગરીએ પહોંચ્યો. શહેરમાં ફરતાં ફરતાં એક જગ્યાએ આઢર શેઠનું સદાવ્રત ચાલતું હતું, ત્યાં પહોંચ્યો. આઢર શેઠે તેને યોગ્ય આહાર લેવા જણાવ્યું પણ નરવીરે કોઈ કામ આપો તો કામના બદલામાં આહાર લઉં, મફતનું મને ન ખપે એમ જણાવ્યું. શેઠને આ જવાબ સાંભળી કૌતક થયું, પણ આવો ટેકીલો માણસ ઘણાં કામમાં આવશે એમ સમજી તેને નોકર તરીકે નરવીરને રાખી લીધો. થોડા જ દિવસોમાં ઘરનું કામ કરતાં કરતાં બધાનાં મન જીતી લીધાં. થોડા દિવસો પછી ખબર પડવાથી તે શ્રી યશોભદ્રસૂરિનું વ્યાખ્યાન સાંભળવા ગયો. ત્યાં રસ પડવાથી રોજ જવા લાગ્યા. ઉપદેશ સાંભળી શ્રાવકના બાવ્રત ગ્રહણ કર્યા. સુરિદેવની પ્રેરણાથી એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું. મંદિરમાં દરરોજ નરવીર પૂજા કરે છે. પર્યુષણ આવતા સંવત્સરીનો ઉપવાસ કરે છે. ઘરના બધા નરવીરને સાધર્મિક ભાઈ ગણી પારણું કરાવે છે. એ દિવસે પ્રભુપૂજામાં પોતાની કમાણીની પાંચ કોડી ખર્ચા અઢાર ફૂલ ખરીદી પ્રભુની ભાવપૂર્વક પૂજા કરી ફૂલ ચડાવે છે. પારણાના દિવસે નરવીરના શરીરમાં પીડા ઊભી થાય છે. પીડા વધતી જાય છે. આઢર શેઠ અંતિમ આરાધના કરાવે છે. નવકાર સાંભળતા સાંભળતા સમતા ભાવે નરવીર અવસાન પામે છે. મરીને ત્રિભુવનપાળના પુત્ર તરીકે જન્મ લે છે. એ જ પુણ્યશાળી રાજા કુમારપાળ જે સિદ્ધરાજ પછી પાટણના રાજા બને છે. આઢર શેઠ મરીને પાટણના ઉદયનમંત્રી બને છે. અને યશોભદ્રસૂરિનો જીવ કાળ કરી ચાંગદેવ બને છે, જે પાછળથી શ્રી હેમચંદ્રાચાર્યના નામે સુપ્રસિદ્ધ બને છે. ( શ્રી હીરવિજયસૂરિ ) શાસન હીર હતા હીરસૂરિ, પ્રતિબોધ્યો અકબર સુલતાન; અહિંસા ધ્વજ ફરકાવીને, કર્યો મહાન ઉપકાર. શ્રી હીરવિજયસૂરિ ગાંધારમાં હતા. ત્યાં તેમને અકબર બાદશાહનું આમંત્રણ તથા ફતેહપુર સિક્રીના જૈન સંઘનો વિનંતી પત્ર મળ્યાં. સંઘ સાથે ચર્ચા-મંત્રણા કર્યા બાદ આચાર્યશ્રીએ અકબર બાદશાહને મળવાનું નક્કી કર્યુ. વિહાર કરતાં વટાદરા ગામે આવ્યા. રાત્રે સ્વપ્નમાં એક અતિ દેદીપ્યમાન સ્ત્રીએ આચાર્યશ્રીને નમસ્કાર કરી, કંકુ અને મોતીથી વધાવી કહ્યું : હે આચાર્યદેવશ્રી ! અકબર નિખાલસ ભાવે આપને બોલાવે છે, તો કોઈ જાતની શંકા વગર તેમને મળો અને જૈન શાસનની શાન વધારો. વિહાર કરતાં આચાર્યશ્રી અમદાવાદ આવ્યા. ત્યાંના સુબા સાહિબખાને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જોકે તેને ભૂતકાળમાં આચાર્યશ્રીનું અપમાન કરેલ. પણ અકબર બાદશાહના ફરમાનને લીધે તેને માફી માગી. અને જરૂર હોય તેવી બધી જ સગવડ કરી આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy