SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ૫૦૩ આગમન અને આનંદોલ્લાસભરી સેવા-ભક્તિનું વર્ણન તો અલૌકિક છે. પ્રભુજીનાં પાંચ કલ્યાણક ઉપરાંત દેવકૃત ૧૯ અતિશયો, અષ્ટ પ્રતિહાર્યો વગેરેમાં પણ પ્રભુની સેવામાં ઉપસ્થિત દેવ-દેવીઓનો સમર્પિત ભાવ જ જોવા મળે છે. શ્રી પદ્માવતીજી અને પ્રતીક વિજ્ઞાન લેખક: પ્રો. ઉપેન્દ્રનાથ ઢાલ) ૫૦૦ શ્રી પદ્માવતીજીની પુરાણકથાઓમાં તથા ઈલોરા અને ખંડગિરિનાં ગુફા મંદિરોનાં કોતરકામ સહિત અનેક જૈન અને હિન્દુ મંદિરોનાં શિલ્પ-સ્થાપત્યમાં જોવા મળતાં શ્રી પદ્માવતીદેવીના અનેકવિધ સ્વરૂપોના ઉલ્લેખ સાથેનું માહિતીપ્રદ આલેખન; ઉપરાંત, પદ્માવતીદેવી અને અન્ય દેવીઓમાં જોવા મળતાં એકસરખાં સર્પ, કમળ વગેરેનાં પ્રતીકોના નિર્દેશો સાથેનું અભ્યાસપ્રદ અવલોકન. મૂર્તિકલામાં મુખ્ય જૈન દેવીઓનું આલેખન (લેખક: ડૉ. થોમસ પરમાર) શાસનદેવી ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા તેમ જ લક્ષ્મી, સરસ્વતી, સોળ વિદ્યાદેવીઓ અને શાંતિદેવીના વિવિધ મૂર્તિસ્વરૂપો, તેમના સ્થાનો વગેરેનું રસપ્રદ, માહિતીપ્રદ અને અભ્યાસપૂર્ણ આલેખન. ખંભાતની ત્રિ-વિરલ જૈન દેવીપ્રતિમાઓ લેખક : ડૉ. જે. પી. અમીન) ૫૧૦ શિલ્પ-સ્થાપત્ય અને કલા-કારીગરીની વિશિષ્ટતા ને વિવિધતાનાં દર્શન કરાવતી, દર્શનાર્થીઓને ભાવવિભોર બનાવતી તેમ જ ખંભાત તીર્થના ગૌરવમાં અભિવૃદ્ધિ કરતી શ્રી પદ્માવતીદેવી, શ્રી અંબિકાદેવી અને શ્રી શ્રુતદેવી સરસ્વતી)ની અલૌકિક મૂર્તિઓનું તાદૃશ્ય આલેખન. અંચલગચ્છ અધિષ્ઠાયિકા મહાકાલીદેવી. લેખક: શી “પાર્થ') પૂ. આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજીની આચારનિષ્ઠાથી પ્રભાવિત થયેલા શ્રી મહાકાલીદેવી (બીજા એક મતે શ્રી ચક્રેશ્વરીદેવી)નું નોંધપાત્ર પ્રદાન અને ગચ્છના અધિષ્ઠાયિકા તરીકે શ્રી મહાકાલીદેવીનું આરૂઢ થવું વગેરેનાં ઐતિહાસિક ઘટનાઓ સાથે નિરૂપણતેમજ શ્રી મહાકાલીદેવી જૈન દેવી હોવાનું અને પાવાગઢ પૂર્વે જૈન તીર્થ હોવાનું પ્રમાણપૂર્વકનું અન્વેષણાત્મક, અભ્યાસપૂર્ણ આલેખન. અંધકારને અજવાળનારી જ્ઞાનાધિષ્ઠાત્રી દેવી સરસ્વતી [[લેખક શ્રી પરમાણંદદાસ કુંવરજી કાપડિયા પ૧૦ સરસ્વતીદેવીના સ્વરૂપનું ભિન્ન-ભિન્ન દ્રષ્ટિએ નિરૂપણ અને તેનું રહસ્ય; સરસ્વતીદેવીની વિધવિધ છબીઓ અને મૂર્તિઓનાં અવલોકન; હિન્દુ, જૈન, બૌદ્ધ તેમ જ યુરોપીય ધર્મગ્રંથોમાં આવતા સરસ્વતી, શારદા, શ્રુતદેવતા, મીનર્વા આદિનાં નામોનો વિવિધ સંદર્ભો સાથે ઉલ્લેખ; જૈનોની જ્ઞાનવિષયક ઉત્કટ ભાવના વગેરેનું સર્વગ્રાહી આલેખન. ૫૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy