SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૫૭ શ્રી પ્રત્યક્ષ પદ્માવતી મહામંત્ર; મહામાયા શ્રી ભગવતી પદ્માવતી માની સ્તુતિ; શ્રી મહાદેવી પદ્માવતી મહાવિદ્યા; સર્વ ઉપદ્રવને નષ્ટ કરવાની પદ્માવતી મહાવિદ્યા; સર્વ-ભયહર-વિજ્ઞાન; શ્રી પદ્માવતી મંત્ર અને જાપમાં સર્વ મંત્ર માટે હોમવિધિ. પદ્માવતી સ્તોત્ર અને પૂજા લેખકઃ શ્રી કુંદનલાલજી જૈન) ૩૯૫ જૈનદર્શનમાં સ્તવનો-પૂજાદિનું માહાભ્ય; નવસ્મરણ પૈકીનું એક શ્રી ભક્તામર સ્તોત્ર અને તેનો મહિમા; ૧૭/૧૮મી સદીમાં ભટ્ટારક શ્રી વિશ્વભૂષણજી રચિત “શ્રી ભક્તાસમ સ્તોત્ર'; શ્રી ભટ્ટારકજી રચિત અન્ય બે કૃતિઓ “પદ્માવતી સ્તોત્ર’ અને ‘પદ્માવતી-પૂજા'; અને તે અંગેની માહિતી. દેવી સાધના એટલે પ્રબળ પુરુષાર્થ લેખકઃ પુષ્કરભાઈ ગોકાણી) ૩૯૦ પુરુષાર્થના પ્રાગટ્ય માટે પ્રેરણા જરૂરી, પ્રેરણાના પ્રાગટ્ય માટે આદર્શ જરૂરી અને સગુણોનું પ્રગટીકરણ થાય અને દુર્ગુણો લય પામે એ આદર્શને કેન્દ્રમાં રાખીને પુરુષાર્થ કરવાની જરૂર. શક્તિધારા જે બહાર વહે છે, તેને અંતર તરફ જવા દેવી એનું નામ જપુરુષાર્થ. બાહ્ય જીવનનાં પરિબળોથી શક્તિનો થતો દુર્વ્યય અને આંતરિક-આત્મિક જીવનનાં પરિબળોથી શક્તિનો થતો સંચય. શક્તિના સંચય માટે મૌન, ધ્યાન, એકાગ્રતાની જરૂર. આત્માનુસંધાન માટે એકાગ્રતાની મુખ્યતા અને એકાગ્રતા માટે તપ, ભક્તિ, નામસ્મરણ, જપુજી, નમાજ, યોગ, તંત્ર, ધ્યાન, જ્ઞાનાભ્યાસ વગેરેની ઉપયોગિતા અર્થાત દેવી સાધના માટે પ્રબળ પુરુષાર્થની અનિવાર્ય આવશ્યકતા. સાધનાના નિયમો અને શ્રી શ્રી પદ્માવતી-સાધનામાં ચારિત્ર્યશુદ્ધિ લેખક : પ્રા. જનાદનભાઈ જ દવે) ૪૦૧ સાચા સાધકનો આ મુદ્રાલેખ છે: પ્રHો હૈ મૃત્યુ | અમારો વૈષીવિતમ્ અર્થાતુ પ્રમાદ મૃત્યુ છે; અપ્રમાદ (પુરુષાર્થ) અવસ્થા જીવન છે; સાધના પાછળનું પ્રયોજન; ઇન્દ્રિયસંયમ-અનિવાર્ય આવશ્યકતા; મંત્ર-યંત્ર, ગુરુ, શાસ્ત્ર, દેવમાં દઢ શ્રદ્ધા, ઉપવાસ, સંયમિત ભોજન, બ્રહ્મચર્યપાલન, બપોરની નિદ્રા વર્ષ, મૌન, ઉપાસનામાં ઉત્સાહ, તીવ્રલગન, અપાર ધૈર્ય અને ઇન્દ્રિયસંયમ, મનોનિગ્રહ આદિનિયમોનું પાલન કરવું જરૂરી છે. શ્રી પદ્માવતીજીની સાધનામાં અહિંસાભાવ, સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રી, પવિત્રતા, સાત્વિકતા અને રાગ-દ્વેષાદિથી મુક્ત સાધના થાય તે આવશ્યક છે. શ્રી પદ્માવતીજીને ગૃહમાં ક્યાં, કેવી રીતે પધરાવવાં? (લેખક: જશુભાઈ જે શહ) ૪૦૫ મા પદ્માવતીજીની વિધિપૂર્વક ગૃહમાં સ્થાપના; સ્થાપના માટેનું સ્થળ પવિત્ર, શાંત અને ચિત્તને પ્રસન્નતા આપે તેવું હોવું જોઈએ; માની મૂર્તિ સુંદર, દર્શનીય ને ચિત્તને પ્રસન્નતા આપે તેવી તથા તેને પધરાવવા માટે આસનપીઠબનાવવી જોઈએ; મહામંત્રની સ્થાપના કરવી; મા પદ્માવતીની સ્થાપના માટે શુભ મુહૂર્તની પસંદગી, આમભૂમિનું પૂરું શોધન, વિવિધ પીઠોની રચના, દ્રવ્યાદિની શુદ્ધતા, ઉત્તમતા વગેરેની વિસ્તૃત સમજણ અને પ્રસિદ્ધ, પ્રભાવક મંત્ર-યંત્રોના નિર્દેશ વગેરે સાથેની જાણકારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy