SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ૩૦૩ સમન્વિત ધર્મચેતનાનાં ઉદાત્ત ઉદ્ગમસમા માતા પદ્માવતી લેખક : ડૉ. હરગોવિંદ ચં. નાયક) પ્રત્યેક ધર્મસ્થાનની ભાવનાના પ્રતિક : “અવિરોધ” અને “સમન્વય”; જૈનદર્શનમાં સ્યાદ્વાદના સિદ્ધાંતમાં આધારભૂત જૈનધર્મનું પાયાનું તત્ત્વ : “અવિરોધ” અને “સમન્વય'; શારદાસ્વરૂપા માતા પદ્માવતીની વંદનારૂપે ગવાયેલા એક છંદમાં આ જ ભાવનાનું દર્શન, જેના નિરૂપણથી પ્રતીત થતી સમન્વિત ધર્મચેતનાના ઉદાત્ત ઉદ્ગમસમા માતા પદ્માવતીજીની દિવ્ય ઝાંખી. શ્રી પદ્માવતીદેવી - સંદર્ભગત અધ્યયન (લેખક: શ્રી ભંવરલાલજી નાહટા] ૩૦૫ અમુક શ્લોકની રચના બાદજપચ્ચખાણ પારવાના આકરા નિયમધારી પ્રભાવક ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના જીવન-પરિચય સાથે તેમણે રચેલ અનેકવિધ કલ્પોમાં શાસનની રક્ષિકા દેવી પદ્માવતીના આવતા વિવિધ ઉલ્લેખોનું તેમજ “અમરકુંડ પદ્માવતી દેવીકલ્પ' ની કથાસ્વરૂપે રસપ્રદ, મહિમાપૂર્ણ અને માહિતીપ્રદ જાણકારી સાથે વિસ્તૃત અને અભ્યાસપૂર્ણ નિરૂપણ. શ્રી પદ્માવતી દેવીના વિભિન્ન સ્વરૂપો મૂર્તિવિધાનની દ્રષ્ટિએ (લેખક: શ્રી મુનીન્દ્ર વેણીશંકર જોશી) ૩૦૯ તીર્થકરોની અને તેને સંલગ્ન દેવ-દેવીઓની ઉપાસના; ઉપાસનાનાં સ્વરૂપો, ધ્યાન અને સ્વરૂપલક્ષણો; જેના આધારે શિલ્પોની રચના; જૈનધર્મમાં સૌથી વધુ પ્રભાવક દેવીઓ પૈકી શ્રી પદ્માવતીદેવીનાં મૂર્તિવિધાનોનાં વિભિન્ન સ્વરૂપો અને આકૃતિઓ સાથેના વિવિધ ગ્રંથો, વિવિધ મૂર્તિઓ અને ઇતિહાસના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં અવલોકન; જૈનધર્મના તાંત્રિક વિદ્યાને સ્પર્શતા સાહિત્યમાં પદ્માવતીદેવીનું વિશિષ્ટ સ્થાન અને તેમને સ્પર્શતી અનેક કૃતિઓ, ને તેના આધારે વિધિવિધાનોની ચર્ચા પદ્માવતીદેવીના દ્વિભુજથી ચતુર્વિશતિભુજનાં વિવિધ સ્વરૂપોનું સવિસ્તર વર્ણન વગેરે સાથે રસપ્રદ, માહિતીસભર, આધારભૂત અને અભ્યાસપૂર્ણ નિરૂપણ. વિવિધ સ્થળોમાં અને વિવિધ ગ્રંથોમાં પદ્માવતીજી [સંકલનઃ ડૉ. હરિભાઈ ગૌદાણી આદિના લેખના આધારે ૩૧૪ જૈન અને હિન્દુ ધર્મના જુદા-જુદા ગ્રંથોમાં મળતી મા પદ્માવતીદેવીનો ઉલ્લેખ; દેવી પદ્માવતીનું જૈન અને જૈનેતર ધર્મોમાં સ્થાન, દેવીના સ્વરૂપના વર્ણનો અને વિવિધ સ્થળોએથી મળી આવતી મૂર્તિઓ; મા પદ્માવતીના સ્વરૂપો પૈકી બે પ્રચલિત સ્વરૂપો : ભગવાન પાર્શ્વનાથની યક્ષિણી તરીકેનું સ્વરૂપ અને તાંત્રિક દેવી તરીકેનું સ્વરૂપ; બૌદ્ધધર્મ અને પદ્માવતી. ભગવાન પાર્શ્વનાથ અને અધિષ્ઠાયક દેવ-દેવીઓ (લેખક: શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા) ૩૧૮ બધા તીર્થકરોમાં વધુ પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેનાં કારણો; શ્રી પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય અધિષ્ઠાયક દેવ-દેવી શ્રી પાર્શ્વયક્ષ અને શ્રી પદ્માવતીજી તેમ જ નાગરાજ ધરણેન્દ્રનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy