SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) ૫૪૫ નામ જ આપતા હતા. લોકો આ પૂજનને પદ્માવતી પૂજન કહે છે. પણ આ જ ગ્રંથમાં અન્યત્ર આ પૂજનની વિધિ આપવામાં આવી છે. તેથી સમજી શકાય છે કે ભકતામર પૂજન જેવા પુજનોને છોડીને સૌથી વધુ સ્પષ્ટ જિનભકિત સહિતના આવા બીજા પૂજનો ઓછા છે. આ પૂજનવિધિ પ્રમાણે ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલ, પૂ.ગુરુદેવથી જ આજ્ઞા પામીને સા. વર્યા વાચંયમાશ્રી પાસેથી વિધાન શિક્ષણ મેળવીને તૈયાર થયેલ શ્રી ભીખુભાઇ કટારીયા, પંડિતવર્ય શ્રી કુંવરજીભાઈ દોશી, વડોદરાવાળા શ્રી રજનીકાંતભાઈ વગેરે ઘણા પૂજનકારો આ વિધિ પ્રમાણે જ પૂજન આજે પણ કરાવે છે અને જિનશાસનના પરમાનંદનો લ્હાવો મેળવે છે. ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલે તો ગુરુ આજ્ઞા અને જેમને તેઓ (બેન મ.) કહી પરમ ઉપકારી માને છે. તેમને તો દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં પણ આવા પૂજનો કરાવવા પડયા છે. અને આજે અમેરિકામાં પણ આવા પૂજનની રમઝટ બોલાવે છે. આજ તો મારી ચૈત્યવંદના - ભકતામર બાદની આરાધનામાં ૧૦૮ નામથી પદ્માવતી સ્મૃતિ આવશ્યક અંગ બન્યું છે.ભગવતી પદ્માવતીની આરાધના એક મહાન શકિત છે, તે નિર્વિવાદ સિદ્ધ થઈ ચૂકયું છે. વધુ પ્રસંગોનો ઉલ્લેખ કરવો મને ઉચિત જણાતો નથી. પણ જીવનમાં ભયંકરમાં ભયંકર પ્રસંગે ઝંઝાવાતી ધટનાની હારમાળાની વચ્ચે પણ હું જરાય ચલિત થયો નથી. હું એવો દાવો નથી કરતો કે પદ્માવતી મને પ્રત્યક્ષ છે; પણ હું અનેક પ્રસંગોથી સમજી ગયો છું કે આરાધના કરનારથી આ મહાન શકિત દૂર નથી. અને તે છતાંય મારી વીતરાગિતાની મસ્તી કે પ્રભુ નિષ્ઠા ઓછા થયા નથી. અનેક હકીકતોનું ધાર્યા પ્રમાણે જ પરિણામ પામી શકયો છું. મિથ્યાત્વી દેવોની સિદ્ધ આરાધનાઓ આપવાવાળા સામેથી આવ્યાં છતાંય તેનું જરાય આકર્ષણ જાગ્યું નથી. એવી ચમત્કારિક ચીજો અને ચમત્કારિક વાતોને નિઃશંક થઈને ઠુકરાવી શકયો છે. બસ, જીવનના પ્રત્યેક ક્ષેત્રે અનેક હુરણો કરાવી સિદ્ધિ પ્રાપ્ત કરાવતી પદ્માવતીને હું મારા સ્તવનો અને કાવ્યો દ્વારા વારંવાર યાદ કરી ચૂકયો છું. છતાંય પદ્માવતીની સાંગોપાંગ આરાધનામાં અમુક હદ સુધી આગળ ન વધાય ત્યાં સુધી વિશેષ કશું લખવું જરૂરી નથી. કર્મના ઉદયો દરેકને ભોગવવા પડે છે ને આવું દિવ્ય સાનિધ્ય હોવા છતાંય મેં પણ કિલષ્ટ કર્મોના ઉદયો ભોગવ્યા છે. છતાંય તનથી મનથી આખરે હું વિજયી જ બન્યો છું. એવો મને નહીં પણ મારા નજીક રહેનાર સહુને અનુભવ થયો છે. આમ છતાંય મારો આગ્રહ નથી કે દરેકે પદ્માવતી માતાજીની આરાધના કરવી જ; પણ એક વાત ચોક્કસ માનું છું કે જૈન પરંપરા - વર્તમાન આચાર્યો સૂરિમંત્રોના કલ્પોને માનતા હોય અને પ્રમાણિક ગણીને આરાધના કરતા હોય તો પદ્માવતીના કલ્પોને અપ્રમાણિક માનવાનું કારણ શું? લોકો ભૌતિક માર્ગે વળી જશે, દેવ-દેવીઓની ભકિતમાં લાગી જશે એવો ભય હોય છે, પણ લોકો પદ્માવતી કરતાં પણ અમાન્ય એવા દેવ - દેવીની ભકિતમાં ઉતરી જાય તેને પણ શું રોકવા જરૂરી નથી? જય વીયરાયસુત્ર'ના અર્થનો ગમે તેટલો મચડીએ પણ “ઇટ્ટકલ સિદ્ધિ ' એટલે સાધકને મોક્ષ માર્ગ માટે જે ભૌતિક અસુવિધા હોય તે દૂર કરવાની કે સુવિધા ઊભી કરવાની જ પ્રાર્થના છે.! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy