SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) ૫૪૩ સાંજે જ સમાચાર આવ્યા : બંગ્લાદેશનું યુદ્ધ બંધ થઈ ગયું છે. ભાંડુકજીમાં પાંચ હજાર માણસ સંઘના દર્શને આવ્યું. દરેકના મુખે એક જ વાત રહી ઃ શાસનદેવોના સહાયથી યુદ્ધ બંધ થયું. પછી તો આ સ્તવને કેટલાય ચમત્કારો સજર્યા. પણ એક વાત સ્પષ્ટ થતી ગઈ : શાસનદેવો... પદ્માવતી માતા દયપૂર્વકની પ્રાર્થના સાંભળે છે. આ સંઘમાં આફતો અને તેને દૂર કરતી કરામતોને મેં ખૂબ જ નજીકથી જોઈ અને તે સમય દરમ્યાન અમુક પ્રભાવિત જાપો શરૂ કર્યા. પ્રતીતિથી પ્રિતી વધતી ગઇ અને પ્રીતિથી પ્રતીતિ વધતી જ ગઇ. હવે કલકત્તા - સિધ્યાચલ સંઘયાત્રાની શરૂઆતમાં સહજ રૂપે કલકત્તામાં આકસ્મિક રૂપે જ પદ્માવતી માતાની એક સુંદર પ્રતિકૃતિ વિના પ્રયત્ન મળી આવી. મનને ગમી ગઈ અને ભગવતી પદ્માવતીના જાપનું અનુસંધાન વધ્યું. શુભ કાર્યોમાં સહજ સ્મૃતિ થઈ. ચિંતન કરતાં થયુંઃ દરેક મંગળ ક્રિયામાં “ૐ નમઃ પાર્શ્વનાથાય'નું ચૈત્યવંદન આવે છે. તેમાં પણ પદ્માવતીનો મહાન ઉલ્લેખ છે. મેં પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના દસમના એકાસણાના દીક્ષાજીવન વિ. સં. ૨૦૨૦ થી શરૂ કરી દીધા હતા. કોઈપણ વખત આજ સુધી છુટયા નથી. એકવાર સંઘયાત્રામાં ભયંકર તાવ આવ્યો. વિહાર પણ લાંબો હતો. એકાસણું છોડવું જ પડશે એમ લાગ્યું. છોડવાનું નક્કી પણ થઈ ગયું. પણ સંઘયાત્રાના રથમંદિરમાં રહેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રભાવિક પ્રતિકૃતિ સામે દર્દભરી પ્રાર્થના થઈ, “હે પ્રભુ! આ વ્રત છોડવું નથી અને તે દિવસે મેં કેવી રીતે વિહાર કર્યો... કેવી રીતે મુકામે પહોંચી ગયો તેની મને ખબર નથી. એકાસણું ખંડિત ન થયું. હું તો દસ વર્ષ અને દસ મહિના બાદ આ એકાસણા પૂર્ણ કરવાનો હતો. પણ તેની વચ્ચે મૂળ રાધનપૂરના મદ્રાસના વતની શ્રી લલિતભાઈ શ્રીપાળનગર મુંબઈમાં વંદન માટે આવ્યા. આ આત્માનો પણ મારા વિકાસ માટે કોઈ ગજબનો ઋણાનુબંધ હશે. ખરેખર, જીવન માટે તેમણે એક ઉપકારીનું કાર્ય કર્યું છે. વાલકેશ્વર શ્રીપાલનગરના ઉપાશ્રયમાં તેમણે મને કહ્યું ભલે દસ વર્ષ પૂરા થયા; પણ આપ દરેક મહિનાનું એક પાર્શ્વનાથ ભગવાનનું એકાસણું છોડતા નહીં. મને એ લખતા શરમ આવે છે કે એકાસણું પણ મારા માટે વિકટ તપ હોય છે; પણ મેં તેમની વાતને આજસુધી માન્ય રાખી છે. વિ.સ. ૨૦૪૬ માં હૈદ્રાબાદથી કુલ્પાકજી સંઘ વખતે હૃયરોગનો હુમલો થયો. ડોકટરની બેસવાની મનાઈ હતી તો પણ એ એકાસણું થયું. આમ પણ પ્રભુ પ્રાર્થની અધિષ્ઠાયિકા તરીકે ભગવતી પદ્માવતીએ મારા તરફ વધુ નજર કરી હોય તેવું મને લાગે છે. પળ પળ પર પદ્માવતીની સ્મૃતિ થતાં જ અનેક આશ્ચર્યો અનુભવાતા હતા. પણ હજી કોઇ પદ્માવતીજીની વિશેષ આરાધનામાં મન પરોવાય નહોતું ગયું. ભાવાનુસંધાન ચાલુ હતું. પાલિતાણાનું ચાતુર્માસ પૂરું થયું. કલકત્તા સંઘ પછી વિ.સં. ૨૦૩૧ માં અમદાવાદ જવાનું થયું. ખબર નહીં કોઈ પ્રસંગે વિદ્યાશાળાના ઉપાશ્રયમાં જવાનું થયું. સમીસાંજે એક પુસ્તક હાથમાં આવ્યું : “પદ્માવતી કલ્પ.” એ પુસ્તક મેં આજે પણ સાચવી રાખેલું છે. પૂ.બાપજી મ.સા. ના સમુદાયના પૂ.પં. કલ્યાણ વિ.મ. ના શાસ્ત્રસંગ્રહના પ્રતના આધારે તેમના શિષ્યએ પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. ધણા સ્તોત્રોની સાથે તેમાં “શ્રીમદ્ ગીર્વાણ” ના પ્રભાવિક અષ્ટક પરની પાર્ષદવ ગણિની સાથે ટીકા વાંચી. એમના એ ટંકશાળી વિચારે મનમાં - --- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy