SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) ભગવતી માતા પદ્માવતીની આરાધના યાત્રા પૂ. આ. દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. આખરે નંદલાલભાઇનો ખૂબ જ આગ્રહ થયો : ‘ પ્રસ્તાવના તો આપે લખી જ છે. પણ પદ્માવતી માતાની આરાધના વિષેની આરાધનાની કંઇક અંતર્ગત નવીનતા આપો. '' મારો જરાપણ વિચાર ન હોવા છતાંય તેમના આગ્રહથી કંઇક લખી રહ્યો છું. વળી જેની આરાધનાથી કંઇક પામી રહ્યો છું. એવી પ્રતીતિ હંમેશા રહી છે. તેવી ભગવતી પદ્માવતી પ્રત્યેનો કૃતજ્ઞભાવ પણ કંઇક લખવા મનને કુણુ બનાવે છે. બીજી બાજુ મંત્ર અને સિદ્ધિના રહસ્યો ખુલ્લા કરવા એ બંધન છે. આમ, ભગવતી પદ્માવતીની કૃતજ્ઞતા અને મંત્રશાસ્ત્રની મર્યાદાની વચમાં વહી શકે એવી આરાધના યાત્રાનો અહીં ઉલ્લેખ કરીશ. ૫૪૧ પૂજય ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજામાં જિનભકિત અપરંપાર હતી. પૂ.દાદાગુરુદેવ લબ્ધિનો લબ્ધિમય કાવ્યવારસો હતો. પૂ. ગુરુદેવનો વીણા જેવો મધુર કંઠ હતો. મારી દીક્ષાના થોડા જ દિવસો થયા હશે. વડીદીક્ષાના જોગ ચાલતા હોવાથી હું પૂજય ગુરુદેવ સાથે ચૈત્યવંદનમાં જઇ શકતો ન હતો. તે વખતે વીલેપાર્લે પૂર્વનું વાતાવરણ ખૂબ શાંત હતું. રોજ સવારે મને સુદૂર ઉપાશ્રયમાં પૂજય ગુરુદેવના સ્તવનનો મધુર કંઠ સંભળાતો અને મન આનંદવિભોર બની જતું હતું. પુરવણી વિભાગ દીક્ષાનું આ પાંચમું જ વર્ષ હતું. વિ.સં.૨૦૨૪ નું મદ્રાસમાં ચાતુર્માસ નક્કી થયું હતું. આચાર્ય શ્રી તુલસીજીનું ચાતુર્માસ પણ મદ્રાસમાં જ હતું. દક્ષિણ ભારતને સ૨ ક૨વા આવ્યો હોય તેવો શ્રી તુલસીજીનો તે વખતનો પ્રચાર વહેતો હતો. મને યાદ છે કે તે વખતે પૂ. ગુરુદેવ ભક્તામરનો નિત્ય જાપ કરતા હતા અને ‘કુતાગ્રંભિન્ન ’ ગાથાનો વિશેષ જાપ કરતા હશે. વિ. સં.૨૦૨૪ નું મ દ્રાસનું પૂ.ગુરુદેવનું એ ચાતુર્માસ ખરેખર ‘યુદ્ધેજયં’' વાદ – વિવાદમાં જયરૂપે યશસ્વી થયું હતું. ચાતુર્માસ બાદ મદ્રાસમાં કેસ૨વાડીમાં ઉપધાન તપની આરાધના થઇ. અને નવકારમંત્રના પ્રખ્યાત સાધક શ્રી ઋષભદાસજીની સાથે પણ સાધનાના વિષયમાં ચર્ચાઓ થતી ગઇ. જિનશાસનની અપૂર્વ ભકિતને વરેલા પંડિતવર્ય શ્રી કુંવરજીભાઇએ પણ પોતાની ઘણી આરાધનાઓની વાતો કરી. માતા પદ્માવતીની પણ તેમણે ખૂબ આરાધના કરી છે. મદ્રાસ રેડહીલ્સમાં જ પૂ.ગુરુદેવે સાધ્વીવર્યા વાચંયમાશ્રીની વિનંતીને માનીને રોજ સમૂહમાં ભગવાનની સન્મુખ ભકતામરનો પાઠ કરવાનું ચાલુ કર્યું. રેડહીલ્સમાં ભગવાન આદિનાથ છે. પણ દેવી તરીકેની જે સ્થાપના છે. તેને પદ્માવતી માતા જ કહેવામાં આવે છે. આ જ પદ્માવતી માતાની બેંગ્લોરના તે વખતના વેપારી. પછી ક્રિયાકારક તરીકે પ્રખ્યાતી પામેલા (અને અત્યારે દીક્ષિત થઇ ચૂકેલા) શ્રી નથમલજીએ પોતે મહિનાઓ સુધી કરેલી આરાધનાની વાતો સંભાળવી. આરાધના સાધના તરફ ચિત્ત કંઇક ઓર આકર્ષાયું. એક યોગ જ કહી શકાય કે પૂ. ગુરુદેવે ભક્તામર શરૂ કર્યું ત્યાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy