SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સિદ્ધાયિની વરદમુદ્રા અને પુસ્તક ધારણ કરે છે. આ દેવીનું વાહન સિંહ છે, જે મહાવીર સ્વામીનાં લાંછનમાંથી લેવામાં આવ્યું છે.૩૦ ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતીની સરખામણીમાં સિદ્ધાયિકાની પ્રતિમાઓ ખૂબ જ ઓછી મળી આવી છે. તેની સ્વતંત્ર પ્રતિમાઓ ૧૦મી-૧૧મી સદીની જોવા મળે છે. આબૂ-દેલવાડાના વિમલવસતિના રંગમંડપના એક સ્તંભ પર ત્રિભંગીમાં ઊભેલી ચતુર્ભુજા સિદ્ધાયિકાની પ્રતિમા કંડારેલી છે.' એક હાથ ખંડિત છે; જ્યારે બીજા ત્રણ હાથમાં વરદમુદ્રા, પુસ્તક અને વીણા ધારણ કરેલાં છે. ખંભાત અને પ્રભાસપાટણમાંથી ચાર હાથ ધરાવતી સિદ્ધાયિકાની બે પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે.” આ બંને પ્રતિમાઓ લગભગ એકસરખું સ્વરૂપ ધરાવે છે. ખજુરાહોના મંદિર ૨૪ અને દેવગઢના મંદિર પાંચના ઉત્તરાંગ પર આ દેવીઓની મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. ૩૪ સિદ્ધાયિકાની મહાવીર સ્વામી સાથેની સંયુકત પ્રતિમાઓ પણ જોવા મળે છે. અજમેરના રાજપૂતાના સંગ્રહાલયમાં આ દેવીની દ્વિભુજા પ્રતિમા સુરક્ષિત છે. તેના સુરક્ષિત હાથમાં ખડ્રગ ધારણ કરેલું છે. ગ્યારસપુરના માલાદેવીના મંદિરમાં આ દેવીની સંયુકત પ્રતિમાના બંને હાથમાં વીણા ધારણ કરેલી છે. દેવગઢની મહાવીર સ્વામીની છ મૂર્તિઓમાં દ્વિભુજા સિદ્ધાયિની કંડારેલ છે. ખજુરાહોમાંથી આ દેવીની આવી ત્રણ પ્રતિમા પ્રાપ્ત થઈ છે. ત્યાંના સ્થાનિક સંગ્રહાલયમાં સુરક્ષિત એક અન્ય પ્રતિમા ચતુર્ભુજા છે. ૩૮ ઓરિસાની બારભુજી ગુફાઓમાં આ દેવીની વીસ હાથ ધરાવતી એક પ્રતિમા ઉત્કીર્ણ છે. અહીં દેવીનું વાહન હાથી છે. બાદામીની ગુફાઓમાં ચતુર્ભુજાનાં આલેખનો જોવા મળે છે. ૩ શાંતિદેવી : શાંતિદેવી જૈનોના ચતુર્વિધ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) સંઘની ઉન્નતિ કરવાનું કાર્ય કરે છે. શાંતિદેવીની વિભાવના ૧૦-૧૧મી સદી જેટલી પ્રાચીન મનાય છે. શ્વેતાંબરોમાં આ દેવી વધુ લોકપ્રિય હતી. ગુજરાત અને રાજસ્થાનમાંથી તેની અનેક પ્રતિમાઓ મળી આવી છે. કુંભારિયાનાં જૈન મંદિરો, તારંગાના અજિતનાથ મંદિર, સાદડી (રાજસ્થાન)ના પાર્શ્વનાથ મંદિર, નાડોલના પદ્મપ્રભ મંદિર, નાડલાઈના શાંતિનાથ મંદિર, જાલોરના મહાવીરસ્વામીના મંદિર તેમ જ આબૂ-દેલવાડાના વિમલવસતિના મંદિરમાં શાંતિદેવીની મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. શાંતિદેવીની તારંગામાં ૨૧ મૂર્તિઓ, નાડોલમાં ૧૧ મૂર્તિઓ અને જાલોરમાં ૪૦ મૂર્તિઓ આવેલી છે. વિમલવસતિમાં પણ સર્વાધિક મૂર્તિઓ શાંતિદેવીની છે. નાડોલ, કુંભારિયા અને જાલોરની મૂર્તિઓને ચાર ભુજાઓ છે. ઉપર્યુક્ત જૈનોની મુખ્ય દેવીઓની પ્રતિમાઓની પ્રાપ્તિ તે તે પ્રદેશમાં તે દેવીઓની વ્યાપક પૂજાઓનું સૂચન કરે છે. તીર્થકરો અને અન્ય દેવોની સાથોસાથ જૈનોએ દેવીઓનું માહાભ્ય પણ સ્વીકાર્યું હોવાનું તારણ આ અભ્યાસ પરથી કરી શકાય. મૂર્તિકળાના ક્ષેત્રમાં જૈન દેવીપ્રતિમાઓનું ભારત દ્વારા વિશિષ્ટ પ્રદાન છે. પલુની સરસ્વતી અને આબૂ-દેલવાડાની અંબિકાની મૂર્તિઓ કળાની દષ્ટિએ માત્ર જૈનમૂર્તિકળામાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતની અગ્રગણ્ય મૂર્તિઓની હરોળમાં સ્થાન લઈ શકે તેમ છે. જૈનોએ પોતાની કેટલીક દેવીઓનાં પ્રતિમા વિધાન બાબતે મૌલિક પરંપરાઓ પણ ઊભી કરી છે. આ દષ્ટિએ ભારતીય મૂર્તિકળામાં જૈન દેવી-પ્રતિમાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy