SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૦૩ 'મૂર્તિકલામાં મુખ્ય જૈન દેવીઓનું આલેખન * ડૉ. થોમસ પરમાર શિલ્પ-સ્થાપત્ય આદિ ભાવોદ્દીપક કળા છે, નિરાકાર ભાવોને આકારમાં ઢાળવાની પ્રક્રિયા છે. એથી જ જૈનદર્શનમાં મૂર્તિવિધાન કળા તરીકે ગણાય છે. ડે. પરમારના આ વિદ્વત્તાપૂર્ણ લેખમાં દેવ-દેવીઓનાં મૂર્તિ સ્વરૂપો, આકૃતિ, વાહન, વર્ણ, ઉપકરણ આદિ કયા કયા પ્રદેશમાં, કયા કયા મંદિરમાં કે મ્યુઝિયમમાં કેવી રીતે છે તેની ઉપયોગી અને રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. ભારતીય સ્થાપત્યકળા અને ચિત્રકળામાં વિશેષ રસરુચિ અને ઊંડો અભ્યાસ ધરાવનાર ડે. પરમારનાં એતક્રિષયક પુસ્તકો સારી રીતે આદર પામ્યાં છે. જગતની અગ્રગણ્ય સભ્યતાઓ અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં મૂર્તિકળાને તપાસવામાં તેમણે ઊંડો રસ દાખવ્યો છે. આ ગ્રંથના લેખ નિમિત્તે જૈન દેવીઓની પ્રતિમાઓનો અભ્યાસ કરવાની ઉમદા તક મળી તે આ લેખક માટે આનંદપ્રેરક બીના છે. પ્રસ્તુત લેખ એનું ઉમદા પ્રમાણ બની રહેશે. - સંપાદક ભારતની પુણ્યભૂમિમાં ઉદ્ભવેલા લગભગ બધા જ ધર્મોએ દેવીપૂજાનું અને શકિતસાધનાનું માહાત્મ સ્વીકાર્યું છે. હિન્દુ ધર્મમાં દેવીપૂજા પ્રાચીન કાળથી પ્રચલિત છે. બૌદ્ધ ધર્મમાં ભૂકુટિ, કુરુકુલ્લા, મંજુશ્રી અને તારા વગેરે દેવીઓની પૂજા પ્રચલિત છે. જૈન ધર્મમાં પણ દેવીપૂજા પ્રચલિત છે. જૈનોની દેવસૃષ્ટિમાં ૨૪ તીર્થકરોનાં યક્ષ-યક્ષિણી, ૧૬ વિદ્યાદેવીઓ, દશ દિગ્ધાલો, નવગ્રહ, ક્ષેત્રપાલ, ગણેશ, બ્રહ્મશાંતિ યક્ષ, કપર્દિ યક્ષ, ૬૪ યોગિણીઓ, શાંતિદેવી, શ્રી/લક્ષ્મી, સરસ્વતી, નૈગમેશ વગેરે દેવ-દેવીઓનો સમાવેશ થાય છે. આમાં દેવીઓ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમાં શ્રી/લક્ષ્મી, સરસ્વતી, સોળ વિદ્યાદેવીઓ, શાંતિદેવી, ચકેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા એ જૈનોની મુખ્ય દેવીઓ ગણાય છે. ચોવીસ તીર્થકરોની ચોવીસ યક્ષિણીઓ પૈકી ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા એ સૌથી વધુ લોકપ્રિય જણાય છે. આ મુખ્ય જૈન દેવીઓની અનેક મૂર્તિઓ જોવા મળે છે. શ્રી/લક્ષ્મી : હિંદુ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ શ્રી અથવા લક્ષ્મી ઐશ્વર્ય અને સૌન્દર્યની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. 'કલ્પસૂત્ર'માં લક્ષ્મીનું વર્ણન આપવામાં આવ્યું છે. જૈન મૂર્તિકળામાં લક્ષ્મીનું આલેખન લગભગ ૯મી સદી પછી જોવા મળે છે. લક્ષમીની મૂર્તિઓ ખજુરાહો, મૂર્તિકળામાં તેમને દેવગઢ, ઓસિયાં, કુંભારિયા, દેલવાડા વગેરે સ્થળોએ ' 3 સ્થળોએથી પ્રાપ્ત થઇ છે. ખજુરાહોના આદિનાથ મંદિરના પ્રવેશદ્વાર પર ચતુર્ભુજ લમીની મૂર્તિ કંડારેલી છે. રાજસ્થાનમાં ઓસિયાંના મહાવીરસ્વામીના મંદિરમાં, નાડોલના પદ્મપ્રભુના મંદિરમાં અને જાલોરના મહાવીરસ્વામીના મંદિરમાં લક્ષ્મીની મૂર્તિઓ જોવા મળે છે. જાલોરતીર્થમાં આવેલ લક્ષ્મીની મૂર્તિના પદ્માસન નીચે નવનિધિના પ્રતીક તરીકે નવ ઘટ આલેખવામાં આવ્યા છે. આબૂ-દેલવાડામાં વિમલવસહીના મંદિરમાં પણ લક્ષ્મીદેવીની અનેક પ્રતિમાઓ આવેલી છે. અહીં પણ કોઇ કોઇ મૂર્તિઓમાં પદ્માસન નીચે નવ ઘટ જોવા મળે છે. લવસહીના રંગમંડપ પાસેના વિતાન પર અષ્ટભુજ મહાલક્ષ્મીની ચાર પ્રતિમાઓ કંડારેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy