SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીજી અને પ્રતીકવિજ્ઞાન જ પ્રો. ઉપેન્દ્રનાથ ઢાલ બે ભાઈથી આરંભાતી કથામાં ભગવાન પાર્શ્વનાથના જીવનપ્રસંગને સાંકળી લઈ, પદ્માવતીજીનું સ્વરૂપ સમજ્યા બાદ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના તેમ જ હિંદુ-સ્થાપત્યમાં પદ્માવતીજીના વિવિધ સ્વરૂપો, હાથમાંનાં પ્રતીકો વગેરે પર વિશદ માહિત અહીં રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. વળી, ભુવનેશ્વર (ઓરિસ્સા)ની ખંડગિરિ ગુફાઓમાં કંડારાયેલાં શિલ્પ-સ્થાપત્ય અને આકૃતિઓ વિશે પણ લેખકે વિગતે ખ્યાલ આપ્યો છે. -- સંપાદક શ્રી પદ્માવતીદેવી જૈન શાસનમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની શાસનદેવી તરીકે જાણીતાં છે. જૈન ગ્રંથો અને શિલ્પોમાં તેમને પાર્શ્વનાથ અને યક્ષ ધરણેન્દ્ર સાથે દર્શાવવામાં આવ્યાં છે. 'પદ્માવતી' શબ્દ એવી વ્યકિતનું સૂચન કરે છે જે કમળ ધરાવતી હોય. પદ્માવતીના પ્રાગૈતિહાસિક સ્વરૂપમાં સર્પ સાથે કમળ પણ તેનાં પ્રતીકોમાંનું એક હોવાનું જાણવા મળે છે. જ્યારે આપણે હિંદુ દેવ-દેવીઓની પ્રતિમાઓ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણને શ્રી લક્ષ્મી જ કમળના ચિન સાથે જોવા મળે છે. અમરકોશ'માં લક્ષ્મીનાં ગણાવવામાં આવેલાં વિવિધ નામો કે વિશેષણોમાં તેને 'પદ્મા” એટલે કે કમળ જેવા રંગવાળી કહેવામાં આવી છે, નહિ કે પદ્માવતી. પરંતુ મધ્યયુગમાં તેને પદ્માવતી નામથી નવાજવામાં આવી હોય તેમ જણાય છે. મહાભારતમાં સ્કન્ધને રણભૂમિમાં મદદ કરનાર માતરોમાં એક પદ્માવતી હોવાનો ઉલ્લેખ છે. મહાન શબ્દકોશકાર શ્રી આર. કે. દેવા શબ્દકલ્પદ્રુમ' (Vol. 3, P. 44)માં પદ્માવતીના વૈકલ્પિક અર્થ તરીકે મનસાદેવી (વિષહરા-ઝેર દૂર કરનારી) કે જે નાગદેવી છે, તેને મૂકે છે; અને આ માટે તે શબ્દરત્નાવલી'નો આધા૨ ટાંકે છે. પણ તેમાં જૈન શાસનદેવી તરીકે તેનો સ્વીકાર કરતા નથી. પદ્માવતી સાધુ ભરતકારની પત્ની તરીકે પણ જાણીતી છે. તેથી જ જરતકાર પદ્માવતીપ્રિય' તરીકે ઓળખાય છે. પરંતુ વર્તમાન જાણકારી મુજબ આપણે હિંદુ પુરાણોની એવી કોઈ કથાથી પરિચિત નથી, જે પદ્માવતી વિશે પ્રકાશ પાડે. બીજી બાજુએ જૈન રચનાઓ પદ્માવતીના મહત્ત્વને સમૃદ્ધ કરવા રસપ્રદ કથા રજૂ કરે છે. આ દષ્ટિકોણ ધ્યાનમાં લઈને, પદ્માવતીના લાક્ષણિક ગુણોનો વિચાર સ્પષ્ટ કરવા, તેના વિશેની પ્રાચીન કથા અહીં ટૂંકમાં આપી છે. પદ્માવતીની પુરાણકથાઓ: જૈન ગ્રંથોમાં પદ્માવતીને ભગવાન પાર્શ્વનાથ સાથે સાંકળતી કથા અત્યંત રસપૂર્વક રજૂ કરવામાં આવી છે. તે અંગેની દંતકથા પણ વિવિધ સ્વરૂપે મળી આવે છે. તેમ છતાં, મુખ્ય કથાઓ આ પ્રમાણે છે : મરુભૂતિ અને કમઠ નામના બે ભાઈઓ સતત આઠ ભવ સુધી દુશ્મનો તરીકે જન્મ્યા હતા. છેવટે મરભૂતિનો પાર્શ્વનાથ અને કમઠનો સામ્બરદેવ તરીકે જન્મ થયો. સામ્બરદેવ વૈદિક જીવનના ચસ્ત આગ્રહી હતા અને પંચાગ્નિ તપ કરતા હતા. એ પંચાગ્નિમાં પાર્શ્વકુમારે અવધિજ્ઞાનથી એક લાકડામાં નાગજોડ જલતી જોઈ. એમણે તાપસને જ્ઞાન આપ્યું. નાગજોડને અંતિમ સમયે મંત્ર સુણાવ્યો. બંને જણાં મૃત્યુ પામી ધરણેન્દ્ર-પદ્માવતી થયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy