SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ ] બતાવી, ત્યાં વાસક્ષેપ નાખી કહ્યું, 'અહીં ખદોજે.' જ્ઞાની પુરુષો ઘણું ઓછું બોલતા હોય છે. બીજે જ દિવસે ખેડૂતે ત્યાં ખોદાવ્યું તો ફકત ૨૦-૨૫ ફૂટે જ ધોધમાર પાણી મળી આવ્યું. ખેડૂત તો રાજી રાજી થઇ ગયો. આજે ચાર વર્ષથી ચોવીશે કલાક પાણી ચાલુ જ છે ! [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતી દેવીની પરમ કૃપાથી તેઓશ્રીના જીવનમાં આવા કેટકેટલાય પ્રસંગો બનેલા છે. પરંતુ એની કોઇ વ્યવસ્થિત નોંધ નથી. કારણ કે તેઓશ્રીને મન તે સ્વાભાવિક ઘટનાઓ જ હતી. * * * સાક્ષાત્ ધરણેન્દ્રના દર્શનનો ચમત્કાર : સં. ૨૦૩૪ ભાદરવા વદ ૧ ઉના શહેરથી લગભગ ચાર કિ.મી. દૂર જૈનોનું મહાન તીર્થસ્થળ શ્રી અજારા આવેલ છે. આ અજારામાં આવેલ જૈન દેરાસરમાં શ્રી અજારા પાર્શ્વનાથજીની ભવ્ય અને ચમત્કારિક પ્રતિમા બિરાજમાન છે. આ દેરાસરમાં સં. ૨૦૩૪ના ભાદરવા વદ ૧ ના સવારે પાંચ વાગે દેરાસર ખોલતાં પાર્શ્વનાથજીની પ્રતિમા સામે એક નાગદેવતા ધ્યાન ધરતા હોય એવી રીતે ફેણ માંડીને ડોલતા આસને બેઠા હતા. આ નાગરાજ લગભગ પાંચ કલાક સુધી એકચિત્તે શાંત રીતે ભગવાનના મુખારવિંદ સામે એકનજરે જોતા બેઠા હતા. ત્યારે ઉનાથી જૈન સંઘના આબાલવૃદ્ધ સર્વ ભાઇબહેનોને ખબર પડતાં ચાલીને અજારા આવેલાં અને કલાકો સુધી આ દશ્ય નજરોનજર નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયેલા. આ નાગરાજા સામાન્ય સર્પ જેવા નહોતા. સફેદ મુખારવિંદ, દેદીપ્યમાન શરીરવાળા અને શાંત હતા. પ્રભુજીના પદ્માસન સુધી કોઇ જઇ શકે તેમ નહોતું. આ પછી ઉના જૈન પેઢીની આજ્ઞાથી અત્રેના નાગદેવની ઉપાસના કરનારા શ્રી ગજાનંદ પટેલને બોલાવવામાં આવ્યા. તેમણે નમસ્કાર કરી, રુદ્રાક્ષની માળા નાગરાજાને પહેરાવી, પ્રભુ સમક્ષથી હટી, તેમના સ્થાનકે જવાની ખૂબ ખૂબ વિનંતી કરી; પરંતુ નાગરાજા સ્થાન છોડવા સંમત ન થતાં તેમને શાંતિથી તેમના સ્થાને છોડી આવવા માટે શ્રી ગજાનંદભાઇએ ફકૂત હાથનો સ્પર્શ કરીને લઇ લીધા અને જૈનોના પવિત્ર સ્થળ શાહબાગમાં તેમને મુક્ત વિહાર માટે મૂકી આવ્યા. આ નાગરાજા સમક્ષ ચિઠ્ઠી નાખી, ઉપાડવામાં આવતાં તેમાં સ્પષ્ટ રીતે પ્રદર્શિત થયું હતું કે તે દેવી સ્વરૂપના નાગદેવતા હતા. આ નાગદેવતા લગભગ સાડી છસો વરસ ઉંમરના હોય તેમ નાગદેવ વિશે જાણતા શ્રી ગજાનંદ પટેલનું કહેવું છે. આ બનાવથી અત્રેના જૈનસંઘમાં ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રગટ્યું અને આ કળિયુગમાં પણ શ્રી અજારા પાર્શ્વનાથજીના મંદિરના શાસનદેવ હાજરાહજૂર છે, તેનો ચમત્કાર જોવા મળ્યો. શ્રી પાર્શ્વ-પદ્માવતી મહાપૂજન અનુભવગમ્ય અનુભૂતિ પરમ શ્રદ્ધેય 'કોંકણ કેશરી' પૂજ્ય મુનિરાજ શ્રી લેખેન્દ્રશેખરવિજયજી મહારાજનું જીવન તેમના સર્વાંગીણ વ્યકિતત્વની વિલક્ષણ પ્રતિભાને લીધે આજે સમગ્ર જૈનશાસનમાં સુપરિચિત છે. સરળ હૃદયી, સૌમ્યમૂર્તિ, પરમ આરાધક 'કોંકણ કેશરી'ની પાવન નિશ્રામાં થઇ રહેલાં અનેકાનેક પાર્શ્વપદ્માવતી મહાપૂજન તેમની અંતરંગ સાધનાનું જ રૂપ છે. એ મહાપૂજનોમાં અનેક ચમત્કારો જોવા-સાંભળવા મળ્યા છે. એક પ્રસંગ જોઇએ. શ્રી મોહનખેડા તીર્થથી તા. ૨૫-૧૧-૮૮ના પૂ.મુનિરાજશ્રીએ મહારાષ્ટ્ર તરફ વિહાર કર્યો. મહારાષ્ટ્રમાં કલ્યાણ પાસે મોહનેનગરમાં માઘ સુદ ૧૦, ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૯-એ મહાપૂજનની શૃંખલા કોંકણની ધરતી પર પ્રારંભ થઇ. આ પ્રથમ મહાપૂજનનું આયોજન પણ અનોખું હતું. પૂજ્ય મુનિપ્રવરશ્રી પૂજનના પ્રારંભથી અંત સુધી એક આસન લગાવીને ભકિતમાં મગ્ન થઇ ગયા છે. મહાપૂજન દરમિયાન આ મહિમામંડિત પૂજનનો મહિમા શ્રાવકોને સમજાવી રહ્યા છે. પ્રથમ મહાપૂજન એટલું પ્રભાવક રહ્યું કે કર્જત, નેરલ, ખાપોલી અને લોનાવાલામાં પણ આ મહાપૂજન ભણાવાયું. આ મહાપૂજનોમાં અનેક ચમત્કારો થયા, જે હજારો શ્રદ્ધાળુ ગુરુભકતોએ જોયા છે. આકુર્ડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy