SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ૪૬૧ શ્રી પદ્માવતીદેવીની સાધના માટેનાં માધ્યમ અનેક છે, જેમ હિંદુમાં નવધા ભકિત વર્ણવી છે. શ્રી પદ્માવતીદેવીની સાધના માટે અનુષ્ઠાન, આરાધના, પૂજા, અર્ચના, જાપ કે ધ્યાન વગેરેમાંથી કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરી ધારેલું ફળ મેળવી શકાય છે. કોઈ પણ માધ્યમ અપનાવી શકાય, પરંતુ તે માધ્યમ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અપનાવેલું હોય તો જ સાધના સફળ થાય છે. તેમાં જરા પણ શંકા હોય, અશ્રદ્ધા હોય તો તે સાધt કદી સફળ થતી નથી. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ, સંશયાત્મા વિનશ્યતિ | સાધનાના મૂળમાં શ્રદ્ધા હોય તો જ સફળતા પ્રાપ્ત થાય અને વાંછિત ફળ પ્રાપ્ત બને. છે. શ્રી પદ્માવતી પ્રસન્ન' નામના ગ્રંથમાં પૃષ્ઠ ૧૧૩ ઉપર લેખકે પુરાણમાંથી એક બહુ જ સુંદર શ્લોક ટાંકયો છે; સાથે સાથે સામાન્ય માનવીને એનું રહસ્ય સહેલાઈથી સમજાય તે માટે એનો સરળ અર્થ પણ આપેલો છે. એ શ્લોક પર વિવરણ નહિ કરતાં તેઓશ્રીએ આપેલ સામાન્ય અર્થ અહીં રજૂ કરવાની લાલચ રોકી શકતો નથી. આરાધક-સાધકની યોગ્યતા શું ? (૧) કામદેવના વિલાસને જીતનાર, ક્રોધનું શમન કરનાર, વિકથાથી દૂર રહેનાર, દેવીની અર્ચના કરવામાં અનુરકત અને શ્રી જિનેશ્વરની ભકિત કરનાર મંત્રનો આરાધક થઈ શકે છે. (૨) મંત્રનું આરાધન કરવામાં શ્રો, દુષ્કર્મથી દૂર રહેનારો. ગુણથી ગંભીર, મૌન ધારણ કરનારો અને મહાઅભિમાની (અહીં “અભિમાની' શબ્દનો સૂચિતાર્થ સ્વમાની') હોય એવો પુરુષ મંત્રસાધક થઈ શકે. (૩) ગુરુજનોએ આપેલી હિતશિક્ષાને માનનાર, આળસરહિત, વધારે નિદ્રા ન લેનાર અને પરિમિત ભોજન કરનાર દેવીનો આરાધક થઈ શકે. (૪) વિષય અને કપાયને જીતનારો. ધર્મરૂપી અમૃતના પાનથી હર્ષ પામનારો અને મહાન ગુણોથી યુકત હોય તે દેવીનો આરાધક થઈ શકે. (૫) પવિત્રતાવાળો, પ્રસન્ન, ગુરુ અને દેવનો ભકત, ગ્રહણ કરેલા વ્રતમાં દઢ રહેનારો, સત્ય અને દયાથી યુકત, ચતુર અને મંત્રબીજવાળાં પદોને ધારણ કરનારો આ લોકમાં મંત્રની સાધના કરી શકે છે. આરાધકને-સાધકને કેટકેટલાય મંત્રોમાંથી કયો મંત્ર અપનાવવો એવી મૂંઝવણ જરૂર થાય. શ્રી પદ્માવતી દેવીની સાધના માટે અનેક મંત્રો છે, પરંતુ મારી દષ્ટિએ તો ‘3 [ પ નમ: |’ એ મંત્ર કોઈ પણ સાધક માટે બહુ જ સરળ અને સબળ છે. આ મંત્રની પરંપરા પુરાણોથી ચાલતી આવી છે. રોજિંદા જીવનની ઘટમાળમાં જકડાયેલા સામાન્ય માનવીને આ મંત્રની ઉપાસના સિદ્ધિદાતા બની રહે છે. મહામહિમાવંતાં શ્રી પદ્માવતી માતાજીના મંગલ મહિમાનું વર્ણન સ્તોત્રકારે આ પ્રમાણે કર્યું છે : 'લક્ષ્મી અને સૌભાગ્ય આપનારાં, જગતના લોકોને સુખ આપનાર, વંધ્યાઓને પુત્ર આપનારાં, વિવિધ પ્રકારના રોગોનો નાશ કરનારાં, દોપોને હરનારાં, પુણ્યાત્માઓનું રક્ષણ કરનારાં, કોને ધન આપનારાં, સુંદર ફળ આપનારાં, વાંચ્છાર્થીઓ માટે ચિંતામણિરત્ન સમાન, ત્રણે લોકનું આધિપત્ય ધરાવનારાં, ભવસાગર તરવા માટે નૌકા સમાન એવાં મહિમાવંતાં પદ્માવતીદેવી તમારું રક્ષણ કરો.' - શ્રી પદ્માવતીદેવીની સાધના માટેનાં માધ્યમ અનેક છે, જેમ હિંદુમાં નવધા ભકિત વર્ણવી છે. શ્રી પદ્માવતીદેવીની સાધના માટે અનુષ્ઠાન, આરાધના, પૂજા, અર્ચના, જાપ કે ધ્યાન વગેરેમાંથી કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરી ધારેલું ફળ મેળવી શકાય છે. કોઈ પણ માધ્યમ અપનાવી શકાય; પરંતુ તે માધ્યમ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અપનાવેલું હોય તો જ સાધના સફળ થાય છે. તેમાં જરા પણ શંકા હોય, અશ્રદ્ધા હોય તો તે સાધના કદી સફળ થતી નથી. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy