SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી હતાં. જૈનશાસ્ત્રના એક પ્રામાણિક વિદ્વાનના કહેવા પ્રમાણે, જૈનધર્મમાં એક લાખ યંત્રો અને એક લાખ તંત્રો છે. બીજા ધર્મો મુજબ જૈનધર્મમાં પણ મંત્રાદિની સાધના-પ્રવૃત્તિ આદિકાળથી ચાલી આવે છે. છતાં ય, કેટલાક વિદ્વાનોની ધારણા એવી છે કે જૈનધર્મમાં શ્રી નેમિનાથ પછી તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ કે જે ઈ.સ. પૂર્વે ૮૫૦માં થયા હતા. તેમના વખતે મંત્રાદિની સાધના વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે જિનશાસનમાં પંચનમસ્કારની પ્રમુખતા તો આદિકાળથી પ્રચલિત હતી જ; પણ તેમાં અવસર આબે જુદી જુદી ક્રિયાઓ ચાલુ થઈ. નમસ્કાર ઉપર પ્રકાશિત થયેલા ગ્રંથો એ વિશે ઘણું જ્ઞાન આપે છે. નાનાથી લઈને મોટા મોટા રોગો-ઉપદ્રવો દૂર કરવા માટે અમુક બીજમંત્રો લગાડીને નમસ્કારના ચમત્કારિક પ્રયોગો પ્રગટયા. ઇતિહાસકારોની એ વાત અમને સાચી લાગે છે કે ભગવાન પાશ્ર્વનાથના વખતથી યાંત્રિક પ્રયોગોને વધારે પોષણ મળ્યું, કેમ કે તે વખતે ગોરખનાથી સંપ્રદાય પણ કુંડલિની જાગરણની લાલસામાં હતો અને હઠયોગની સાધનામાં મશગુલ રહેતો હતો. તેમાંથી નિરાશ બનેલા સાધુઓએ આ માર્ગ લીધો. જૈનશાસન અને શકિતપૂજા : જૈનશાસનમાં ધ્યાનમાર્ગથી પ્રસરેલી તાંત્રિક ઉપાસના ક્રમશઃ ચક્રેશ્વરી આદિ ચોવીશ દેવીઓની આરાધના, રોહિણી, પ્રજ્ઞપ્તિ આદિ સરસ્વતીબૃહની સોળ દેવીઓની આરાધના સાથે આગળ વધી પુરપાદાનીય ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી અકિંચનૈકશરણા ભગવતી શ્રી પદ્માવતીની ઉપાસના ઉત્તરોત્તર ઉન્નત થઈ એમ અમારું માનવું છે. આવશ્યકતા જેમ વધે છે તેમ આવિષ્કારો પણ વધવા માંડે છે. આ રીતે પૂર્વાચાર્યોએ આ વિષયનું મંથન ચાલુ રાખ્યું. શોધખોળ કરતાં આરાધનાના પ્રકારો મેળવી લીધા. ઉપાસકોએ માતા પદ્માવતીની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરી નવા નવા માર્ગો પ્રગટ કર્યા. નામભેદ હોવા છતાં બ્રહ્મવિદ્યા-શ્રીવિદ્યા જે વૈદિક ધર્મમાં વ્યાપ્ત છે તથા તારાદેવીની ઉપાસના, જે બૌદ્ધોની આરાધ્યા છે, તેમ જ જૈનશાસનમાં પદ્માવતીની ઉપાસના સર્વોપરિ છે (જુઓ, જૈને પાવતીતિ....). વૈદિક ધર્મમાં શ્રીવિદ્યા-રાજરાજેશ્વરી ત્રિપુરસુંદરીની વરિવસ્યા અંગે ઘણા ગ્રંથો લખાયા છે. અનેક પરંપરાઓનો લોપ થયા પછી પણ ભારતમાં વિશુદ્ધ બ્રહ્મવિદ્યાની નિર્મળ અને સરળ ઉપાસના એક માત્ર તેની જ ગણાય છે. કેમ કે તેમાં વામાચારનો નિષેધ છે, જગદારાધ્યા માતાની કૃપા પ્રાપ્તિનું લક્ષ્ય જ સર્વોપરિ મનાય છે. તથા પૂનાનો પરિપાવન ઈત્યાદિ પ્રાર્થના વડે જીવમાત્રના કલ્યાણની કામના નિત્ય કરવામાં આવે છે. તેમ જ પદ્માવતીજીની ઉપાસના પણ સાત્ત્વિક છે, નિર્મળ અને સરળ છે તથા શ્રીદેવીની ઉપદેવી તરીકે તારા અને પદ્માવતીની પૂજામાં પણ સામ્ય રહેલું છે, એટલે ઘણી વિગતો ઐકય ધરાવે છે. તેથી જૈન-જૈનેતર બધામાં પદ્માવતીપૂજા માન્ય છે. આમ્નાયો દુર્લભ છે : ઉપાસનામાર્ગ સરળ હોવા છતાં આરંભ ઘણો અઘરો છે. કેમ કે પ્રથમ પ્રવેશકાળે દીક્ષા' આવશ્યક છે. પછી પ્રાતઃકાળથી સાયં સુધી પાળવાના ૮૪ નિયમો, જપરહસ્યના ૩૧ ગુપ્ત પ્રકારો, પદ્યક્રશોધન, મંત્રસિદ્ધિ માટે મંત્રશોધન, તત્ત્વ, સ્વાદ, મુદ્રા, આસન, મંડળ, સ્વર, પંચદેવ, ગ્રહ-નક્ષત્ર, તિથિ, ઋતુ, મંત્રચૈતન્ય વગેરેનું જ્ઞાન આવશ્યક છે. દરેક મંત્રનાં અંગો-- કવચ, પંજર, હૃદય, અષ્ટોત્તરશતનામ, અંગતુતિ, મંત્ર, પુરશ્ચરણપદ્ધતિ, સહસ્રનામ, અંગન્યાસ, કરન્યાસ, માહાભ્ય, સ્તવરાજ અને માલામંત્ર વગેરે જાણવા જરૂરી હોય છે. તેથી જ કહેવાય છે કે, નિર્વાનમક્ષ નતિ, નાતિ મૂનમનીષધમ્ ! નિર્ધના પૃથિવી નતિ, માનાયા. રવતુ દુર્તમઃ | --અક્ષરો બીજ(મંત્ર) વગરના નથી, મૂળ ઔષધ વગરનાં નથી, પૃથ્વી ધન વગરની નથી; પણ તેના આમ્નાયો-મેળવવાના પ્રકારો દુર્લભ છે. તાત્પર્ય એ છે કે સાધકો સાધનામાર્ગમાં પ્રવિષ્ટ થયા પછી કેટલી સાવધાનીથી વર્તે તેનું દિગ્દર્શન ઉપર લખેલી વાતોથી થાય છે. એમ તો માતાના શરણમાં ગયા પછી - પુત્રો ગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy