SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૪૩ શાકત તંત્રશાસ્ત્રમાં પહત્ત્વની મુદ્રાઓ પ્રા. જનાર્દનભાઈ દવે મંત્ર-તંત્ર સાધનામાં મુદ્રાઓ ખૂબ અગત્યની છે. પ્રત્યેક મુદ્રા પાછળ યૌગિક ભૂમિકા અને તેનાં રહસ્યો હોય છે. મુદ્રાઓમાં તત્ત્વદર્શન હોય છે. પ્રસ્તુત રહસ્યો વાંચશો તો તત્ત્વાનુભૂતિ અને તત્ત્વરમણતાનો સ્પર્શ અનુભવી શકશો. વાંચ્યા પછી ભુલાશે નહિ. પ્રસ્તુત લેખમાં શાકૃતતંત્રોમાં અને જૈનદર્શનના ઉપાસનાક્રમમાં વિવિધ મુદ્રાઓનો શો ઉપયોગ છે, પૂજનવિધિમાં તેનું શું મહત્ત્વ છે તે દર્શાવવામાં આવ્યું છે. લેખકશ્રી સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત તંત્રવાડ્રમયના અઠંગ ઉપાસક હોઈ તેમણે અહીં પ્રમાણભૂત વિગતો રજૂ કરી છે. -- સંપાદક તંત્રોમાં મુદ્રાઓનું અત્યંત મહત્ત્વ છે. તંત્રના પ્રભાવ નીચે કયારેક સ્માર્ત પૂજાવિધાનો અને સંધ્યાવંદનાદિમાં પણ કોઈ કોઈ પ્રદેશોમાં મુદ્રા-પ્રદર્શનો જોવા મળે છે. મુદ્રાના પણ ઘણા બધા અર્થો છે. શરીરના અમુક વિશિષ્ટ પ્રકારના વિન્યાસને, દેહબંધને પણ મુદ્રા કહે છે, જેમ કે શાંભવી મુદ્રા, યોનિમુદ્રા વગેરે. પંચમ'કાર દ્રવ્યોમાં પણ એક દ્રવ્ય મુદ્રા છે. શકિતસંગમ' તંત્ર પ્રમાણે ઘઉં, અડદ વગેરેથી બનેલા વડાને મુદ્રા' કહે છે. પરંતુ આપણે તો તંત્રોમાં હાથ અને કરાંગુલીઓના વિશિષ્ટ અને ચોક્કસ સંયોજનથી વર્ણવાયેલી મુદ્રાઓની વિચારણા કરવાના છીએ. અંગૂઠાથી કનિષ્ઠિકા સુધીની પાંચ આંગળીઓ અનુક્રમે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીને સુચવે છે. તેમનાં અન્યોન્ય સંમિલનથી તત્ત્વસંયોગ અભિવ્યકત થાય છે. આ વિશ્વપ્રપંચના સંકેતરૂપ મુદ્રાઓ જપ, ધ્યાન, તપ, અને કામ્ય કર્મોમાં (આવાહન, પ્રતિષ્ઠા, રક્ષણ, નૈવેદ્યાદિમાં) પ્રદર્શિત કરવાથી દેવતાઓ આનંદિત થાય છે; વળી તે પાપ-સંતતિને પણ નસાડનારી હોઈ મુદ્રા સર્વ કામનાઓ સિદ્ધ કરનારી છે. કેટલાક વળી વિશ્વના મોદનને અને દ્રાવણને કારણે મુદ્રા છે' એમ સમજાવી કહે છે કે "પરાહતરૂપ પરમાશકિત ચિદાત્મભિત્તિ પર સ્વેચ્છાથી વિશ્વનું ફુરણ કરવા માટે જ્યારે ઈચ્છા કરે છે ત્યારે પ્રથમ ઈચ્છાશકિત' ને પછી 'ક્રિયાશકિત' આવિર્ભાવ પામે છે, તે જ હે દેવી ! મુદ્રા કહેવાય છે.” તો વળી, કેટલાક રા' ધાતુ દાનાર્થક' માનીને મુદંરાતિ-દદાતિ સા મુદ્રા, જે આનંદ આપે છે તે મુદ્રા એમ પણ અર્થ દર્શાવે છે. ભકિતરહિત અર્ચનની જેમ આવાહનાદિ મુદ્રાઓ રહિતની પૂજા નિરર્થક બને છે અને વિપરીત ફળ આપે છે.” એમ પણ કોઈ માને છે. આ મુદ્રા પ્રદર્શન ગુરુગમ્ય છે. 'શારદાતિલક' ટીકામાં કહ્યું છે કે, આ મુદ્રાઓ અને મંત્રો કોઈને બતાવવાં નહિ. અરે! કેટલાક ગ્રંથોમાં તો ગુરુને પણ મુદ્રાઓ ન દર્શાવવી એવાં વચનો છે. મુદ્રાઓ માત્ર કરાંગુલી પ્રદર્શન કે હસ્તબંધની રચનાઓ જ નથી, પણ સમષ્ટિરચનાની ચોક્કસ ક્રમિક વિધિઓ તે દ્વારા સૂચવાય છે; અને તે દરેક મુદ્દાઓની અધ્યક્ષ દેવતાઓ છે અને મુદ્રાઓનાં નામ તેમના પરથી પડેલાં છે તે આપણે જોવાના છીએ. અતિ પ્રાચીન મુદ્રા પ્રકાર' નામના ગ્રંથમાં કઇ કઇ મુદ્રાઓ કયારે કયારે દર્શાવવી તેનું માર્ગદર્શન પણ મળે છે : લમીના પૂજનમાં લક્ષ્મીમુદ્રા દર્શાવવી. વાગ્યાદિનીના પૂજનમાં અક્ષમાલા અને વીણામુદ્રાઓ દર્શાવવી. અગ્નિના પૂજનમાં સપ્તજિહ્વા મુદ્રા દર્શાવવી. મત્સ્ય, કૂર્મ, મુંડ, મહાયોનિ અને લલિહાના મુદ્રાઓ જે સર્વસિદ્ધિઓ અને સર્વસમૃદ્ધિ આપનારી છે તે શકિતના અર્ચનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy