SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સમજી લઈએ. આ સ્તોત્ર દિવ્ય મહાશકિતની સ્તવનારૂપ છે. તેથી દિવ્ય છે અને પવિત્ર ભાવોને ઉત્પન્ન કરનારું હોઈ પવિત્ર પણ છે. આવા દિવ્ય અને પવિત્ર સ્તોત્રનો પાઠ કરવાનું કોને ન ગમે ? પણ તેનો પાઠ કરવાના ત્રણ નિયમો છે : એક તો એ પાઠ સાવધાનીથી કરવો જોઈએ. એટલે કે અપ્રમત્તભાવે કરવો જોઈએ અને તેમાં કોઈ ઉચ્ચારણો અશુદ્ધ ન થાય તેનું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. અશુદ્ધ ઉચ્ચારણો કરતાં અર્થનો અનર્થ થાય છે અને તે સ્તોત્રપાઠની બધી મજા બગાડી નાખે છે. તેથી આ પ્રથમ નિયમનું વિધાન થયેલું છે. બીજું, આ સ્તોત્રનો પાઠ કરવા ખાતર કરવાનો નથી, પણ અંતરની પૂર્ણ ભકિતપૂર્વક કરવાનો છે. કારણ કે તો જ તે ફળદાયી થાય છે. આપણે ત્યાં ઘણાં સ્તોત્રો બોલાય છે, પણ તેનો જે પ્રભાવ દેખાવો જોઈએ તે દેખાતો નથી, કારણ કે તેની પાછળ જે પ્રકારનો ભાવ કે ભકિત હોવાં જોઈએ તે હોતાં નથી. અહીં ભકિતથી શ્રદ્ધા, આદર અને બહુમાનની લાગણી સમજવાની છે. ત્રીજું, આ સ્તોત્રનો પાઠ સવાર, બપોર અને સાંજ એ ત્રણે સંધ્યા વેળાએ કરવો જોઈએ. તાત્પર્ય કે આ સ્તોત્ર સવારના પૂજા પાઠ વખતે બોલીએ તે પૂરતું નથી. તે બપોરે બારથી એકની વચ્ચે અને સાંજે એટલે છથી સાત વાગ્યાની અંદર પણ બોલવો જોઈએ. તેનાથી આપણા મનમાં ઉત્પન્ન થયેલા પવિત્ર ભાવોનું અનુસંધાન રહે છે અને તે જ હવે પછી વર્ણવાયેલાં પરિણામો લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક કહે છે કે, 'બપોરના બારથી એકમાં અને સાંજના છથી સાતમાં અમે વ્યાપાર-ધંધામાં રોકાયેલા હોઈએ છીએ, તો એ વખતે આ સ્તોત્રનો પાઠ શી રીતે કરીએ ?' પણ આ તો ટેકની વાત છે. જો મનમાં ટેક હોય કે મારે આ સ્તોત્રનો પાઠ બપોરે અને સાંજે પણ કરવો જ છે, તો તે થઈ શકે છે. તે માટે માત્ર દશ મિનિટની જરૂર પડે છે, તે શું એ વખતે ફાજલ પાડી - શકાય ? આ સ્તોત્રનો પાઠ એ વખતે બોલીને કરવાનો હોતો નથી, તે મનમાં કરવાનો હોય છે. એટલે પોતાના સ્થાને બેઠાં બેઠાં કરી શકાય છે. મૂળ વાત એ છે કે એ વખતે આપણને આપણું કર્તવ્ય યાદ આવવું જોઈએ. આમાં તો આસન પાથરવા વગેરેનો કોઈ વિધિ કરવાનો હોતો નથી, માત્ર મનમાં જ સ્મરણ કરવાનું હોય છે. એટલે દઢ નિશ્ચય હોય તો તે બની શકે છે. જો આ રીતે આ સ્તોત્રનો નિત્ય ત્રણ વાર પાઠ કરવામાં આવે તો તેનાં પરિણામો ઘણાં સુંદર આવે છે. પ્રથમ તો લક્ષ્મી અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ વિશ્વમાં એવો કયો સંસારી મનુષ્ય હશે કે જે લક્ષ્મી અને સૌભાગ્યને ચાહતો ન હોય ! વળી તેનાથી સઘળાં કલિમલ, એટલે કે ક્લેશાદિ દોષોનો અંત આવે છે. લક્ષ્મી અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય, પણ ગૃહજીવનમાં કલેશ ઉત્પન્ન થતો હોય તો યથેચ્છ આનંદનો ઉપભોગ થઈ શકતો નથી, એટલે કલેશરહિત થવાની જરૂર રહે છે અને તે આ સ્તોત્રપાઠથી પૂરી પડે છે. આ રીતે તેનાં બીજાં પરિણામો વર્ણવવાં હોય તો વર્ણવી શકાય તેમ છે, પણ અષ્ટકકારે એવાં વર્ણનનો આશ્રય ન લેતાં ટૂંકમાં જ જણાવી દીધું છે કે, માં માતાનામ - સર્વે મંગલોનું મંગલ બને છે. તાત્પર્ય કે તેમાં સર્વોત્કૃષ્ટ મંગલની પ્રાપ્તિ થાય છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને વિક્નોનો નાશ એ મંગલનું મુખ્ય લક્ષણ છે, ત્યારે આ તો સર્વોત્કૃષ્ટ મંગલની વાત છે, એટલે તેનાથી આપણા જે જે મનોરથો હોય, તે પૂરા પડે છે અને કોઈ જાતનાં વિઘ્નો આવતાં નથી. તાત્પર્ય કે સઘળી આપત્તિઓ – સઘળાં કષ્ટો દૂર રહે છે. વિશેષમાં આ સ્તોત્રનો ઉપર્યુકત વિધિએ પાઠ કરતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી શ્રી પદ્માવતી દેવી આપણું સદા ઉત્તમ કોટિનું કલ્યાણ કરતાં રહે છે. તેનો અર્થ એમ સમજવાનો કે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy