SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૧૯ ભગવતી શ્રી પદ્માવતીજીના 'પ્રભાવિક મંત્રો તથા યંત્રો ક મુનિરાજશ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ પૂજ્ય મુનિરાજશ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ મા ભગવતી શ્રી પદ્માવતીજીના અનન્ય સાધક છે. તેઓશ્રી હાલ ઘણાં વર્ષોથી વડોદરા-માંજલપુરમાં સ્થિરવાસ છે. મા ભગવતી શ્રી પદ્માવતીજીની સાધનાનો તેમને ઊંડો અભ્યાસ અને સ્વાનુભવ છે. કોઈપણ પૂજા-ઉપાસના-સાધના મંત્રો અને યંત્રોની શુદ્ધિપૂર્વક તેમ જ શાસ્ત્રીય રીતે જ થવી જોઇએ; અને તો જ તે ફળદાયી નીવડે છે. જો તે રીતે ન થાય તો ફળ તો ન જ મળે, ઊલટું ક્યારેક એ વિપરીત અસર કરે છે. શ્રી પદ્માવતીદેવીના પૂજા-ઉપાસના-સાધના અંગેના મંત્રો-યંત્રો, તેની વિધિ અને તેનાં ફળોના નિર્દેશન સાથે સુંદર માર્ગદર્શન પૂજ્યશ્રીએ અહીં લેખ દ્વારા આપ્યું છે. તેઓશ્રીની આ (લેખપ્રસાદી અત્રે રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. -- સંપાદક મારી પાસે પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાંથી ઉતારેલા સંગ્રહ કરેલા પ્રયોગાત્મક મંત્રો-યંત્રો વગેરે. છે. તેમાંના કેટલાક સંસ્કૃત મંત્રો તથા શાબર મંત્રો માં ભગવતી પદ્માવતીદેવીના શ્રીસંઘ સમક્ષ રજૂ કરું છું. આનો ઉપયોગ ગુરુગમ મેળવીને કરવા મારી સૌ કોઇને ખાસ ભલામણ છે. કલ્પફત સાધના તે જ સાચી સાધના છે. દરેક મંત્રોનાં ન્યાસ, ધ્યાન, પંચાંગકલ્પ પદ્ધતિઓ ગુરુગમથી જાણીને મંત્રોનો ઉપયોગ કરવો. પ્રયોગો માટેના ભિન્ન ભિન્ન મંત્રોનો જાપ મા ભગવતીની છબિ આગળ ધૂપ-દીપ કરી, બ્રહ્મચર્યના પાલનપૂર્વક કરવો. (૧) % 1 શ્રી ગઈ પાર્શ્વનાથ પવિત્યે નમક સ્વાદ | વિધિ : પાટલા (કે બાજોઠ, આંબાના, લોખંડની ખીલી વગરના) ઉપર લાલ તથા શ્વેત--બંને વસ્ત્ર પાથરીને અને ઉત્તર દિશા સન્મુખ મા ભગવતી શ્રી પદ્માવતીદેવીની છબિ સ્થાપન કરીને, મગના ધાન્યનાં ત્રણ દિવસનાં આયંબિલ કરીને, દરરોજ ૧૧૨ માળા એક જ આસને મૌનપણે બેસીને ગણવાથી અને તે જ સ્થાનમાં સૂઇ રહેવાથી ભાવિના ભેદની આગાહી સ્વપ્ન દ્વારા પ્રાપ્ત થશે, શુભાશુભ પરિણામ જાણવામાં આવશે, લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને યશ-કીર્તિમાં વૃદ્ધિ થશે. (૨) % $ વન રામેશ્વરી પવિત્વે સ્વાદ વિધિ : શુક્રવારથી શરૂ કરી બીજા શુક્રવાર સુધી મૌનપણે જાપ કરવા. જે કાર્ય માટે જાપ કરવા હોય, તે કાર્યનો મનમાં દઢ સંકલ્પ કરીને, રોજની ૧૧૩ માળા ગણીને શયન કરવાથી પ્રશ્ન-સંકલ્પનો ઉત્તર સ્વપ્નમાં લખેલો દેખાશે--વાંચી શકાશે. તે યાદ રાખીને એ પ્રમાણે અમલ કરવો. દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા રાખનારને તત્કાળ ફળની પ્રાપ્તિ થશે. વ્યાપારમાં વધારો થશે--લક્ષ્મીનો લાભ પ્રાપ્ત થશે. 3) ॐ नमः । अथ श्री पद्यावती-कल्प लिख्यते । ॐ ह्रीं श्रीं अर्ह पद्ये पद्मासने श्रीधरणेन्द्र सहिताय पद्मावती श्रीं मम कुरु कुरु, दूरितानी हर हर, सर्वदुष्टानां मुख बंधय बंधय ह्रीं स्वाहा ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy