SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અહિંસા સત્ય અક્રોધ, ત્યાગ શાંતિ અર્પશુન; મૃદુતા, સ્થિરતા, લાજ, દયા, જીવે અલાલસા. ક્ષમા, અમાન, અદ્રોહ, તે જ ધૈર્ય પવિત્રતા; દૈવીભાવ વિશે જન્મ, તેની આ સંપદા થતી. (૧૬-પ-૧ થી ૪) સનાતન ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મમાં તથા શીખ ધર્મના ગ્રંથસાહેબમાં સાધનાના પુરુષાર્થનું ઘણું મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિ તપ, શીલ, સાધના, અહિંસા, સાદાઈ અને સેવા ઉપર મંડાઈ છે. સનાતન ધર્મની વૈષ્ણવધારામાં શીલ-સંયમ-શુદ્ધિનું મહત્ત્વ છે. શિવધારા તો તપથી તંત્ર સુધી પુરુષાર્થગામિની છે. નાથસંપ્રદાયે પણ પુરુષાર્થ ઉપર જ ભાર મૂકયો છે. મુસ્લિમ ફકીરો તો આત્મતિતિક્ષા પર જીવતા હોય છે. કાંટાની કે ખીલાની પથારી ઉપર સૂતેલા ફકીરોને કોણે નથી જોયા ! ધર્મના પાયા શરીરકષ્ટ, મનસંયમ, પ્રાણનિગ્રહ અને ધ્યાન ઉપર અવલંબતા જોવામાં આવે છે; પછી તે વિશ્વનો કોઈ પણ ધર્મ કેમ ન હોય. રાજા સોલોમને પણ આત્મતત્ત્વ મેળવ્યું હતું. પ્રબળ પુરપાર્થથી પ્રાપ્ત કરેલી સર્વ સંપત્તિ ત્યાગીને દક્ષિણ આફ્રિકાના પ્રદેશમાં ગુફાઓમાં સંતાડી દીધી હતી. આદિવાસીઓમાં ધર્મની ભાવના આદિમ રહી છે. છતાં ત્યાંય તપ, ત્યાગ, તિતિક્ષાનું મહત્ત્વ ઓછું નથી. પારસીઓના ધર્મત્રાતાઓએ સાદાઈને સવિશેષ મહત્ત્વ આપ્યું છે. વિશ્વમાં બહુ જ વ્યાપ્ત ખ્રિસ્તી ધર્મના પાદરીઓએ સેવા દ્વારા પુરુષાર્થ કર્યો છે. તપ દ્વારા, પુરપાર્થ દ્વારા, નામસ્મરણ, જપુજી, નમાજ, યોગ, તંત્ર, ભકિત, સેવા, પ્રાર્થના-- આ સર્વ દ્વારા આપણામાં સરળતા, સ્થિરતા અને શાંતિ આવે છે, જેના દ્વારા સંકલ્પવિકલ્પમાં વેડફાઈ જતી શક્િત આત્મતત્ત્વ તરફ વહે છે. મનુષ્યનું શરીર ઇન્દ્રિયોના ઝરૂખા દ્વારા બહારની દુનિયા તરફ આકર્ષાય છે. મન શરીરની સુવિધા-ઈન્દ્રિયસુખ માટે પોતાની શક્િતઓ વેડફી નાખે છે. દરેક ધર્મ આ શક્િતધારાને બહાર જતી અટકાવવા જુદા જુદા કીમિયા-- તે તે પ્રદેશ, તે તે સમય અને તે તે પ્રજાના ઘડતર અનુરૂપ દર્શાવ્યા છે. તેમાં સનાતન ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, યહુદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મ, પારસી ધર્મ, શીખ ધર્મ વગેરે છે; તેના સંપ્રદાયો પણ છે. તેનાં મૂળને સમજીએ તો ધર્મમાં વિવાદ નહિ રહે. મનુષ્ય માત્ર પોતાની રોજની શકિતનો પાંચ ટકા ભાગ શરીરના અનૈચ્છિક અંગો અને ચયાપચયની ક્રિયા, રુધિરાભિસરણની ક્રિયા વગેરેમાં વાપરે છે. બે ટકા શકિત શારીરિક શ્રમમાં વાપરે છે. બે ટકા શકિત બોલવા-ચાલવામાં અને બે ટકા શકિત શરીરસુખોના ઉપભોગમાં વાપરે છે. બાકીની ચોર્યાશી ટકા શકિત સંકલ્પવિકલ્પ અને વિચારોના ઘમસાણમાં વાપરે છે. આવી ચોર્યાશી ટકા શકિત મન એક યા બીજી રીતે વેડફે છે, જેને કારણે શરીર ક્ષીણ થાય છે કે રોગનું ઘર બને છે. હૃદય પણ બહુ જ કુશળ છે. દરેક ધબકારમાં ૦.૮ સેકંડ જોઈએ છે, તેમાં ૦.૩ સેકંડ ધબકે છે અને ૦.૫ સેકંડ આરામ કરે છે. પરંતુ ક્રોધ, કામ, તાણ, તનાવ, ઈર્ષા, કેપ, અસંયમ આદિ આપણી નબળાઈઓમાં હૃદયના ધબકાર પ્રતિ મિનિટ ૭૨થી વધીને ૧૦૦-૧૨૦ પર પહોંચે છે. પ્રતિ મિનિટ સાધારણ સ્વસ્થ હાલતમાં એક મિનિટમાં ૭ર વાર ધબકતું હૃદય ૭ર X ૦.૩ = ૨૧.૬ સેકંડ શકિત વાપરે છે, જ્યારે ધબકાર ૧૨૦ થાય ત્યારે પ્રતિ મિનિટ ૩૬ સેકંડ કામ કરશે, એટલે ૦ ટકા વધુ વપરાશે. આ ઘસારો રોગ લાવે છે. ખોરાક પચાવવા હૃદય થોડો સમય વધુ ધબકે છે, માંથી ઉષ્ણતા-કાર્યશીલતા મળી જાય છે એટલે હૃદયે જે વધારે કામ કર્યું તેની પૂર્તિ મળી રહે છે. - ત્યાગ, સાદાઈ, અનાસક્તિ, સંયમ, અક્રોધ, અલોભ, અહિંસા, નિરહંકાર જેવા સદ્ગુણો દ્વારા વાસ્તવમાં શું બને છે ? હૃદય આરામ પામે છે, શક્િત બચે છે. તે શક્િત જ આપણને આપણા નિજ સ્રોત્ર, આત્મતત્ત્વ તરફ લઈ જાય છે. યોગ દ્વારા, ગ્વાસોચ્છવાસના નિયમન દ્વારા હૃદયનો બોજો ઓછો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy