SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ બન્ને કતિઓના લેખક ભટ્ટારક વિશ્વભુપણ હોય તેવું લાગે છે. કારણ કે તેની સૌથી મોટી સાબિતી એ છે કે, પદ્માવતી સ્તોત્ર'ની શરૂઆત થાય છે તેની પહેલાં જ ભટ્ટારક વિશ્વભૂપણ કૃત ભક્તામર સ્તોત્રના મંત્રતંત્ર વગેરે સાથે આખું ભક્તામર સ્તોત્ર લખેલું છે. તેમાં લખ્યું છે : “તિ મંત્ર 28દ્ધિ ન સંયુક્ત વિદ્યાસાધનવિધિ શ્રી વિશ્વપૂષણ વિચિતે સંપૂર્ણ સમાપ્ત આ લખાણને કારણે આપણે એ નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે આ પોથીમાં શ્રી વિશ્વભૂપણની રચનાઓ ખાસ ક્રમમાં સંગૃહીત થયેલ છે. બીજી સાબિતી એ છે કે “ ૩૪ પcf" વગેરે મંત્રાત્મક જેવા શબ્દોનો ઉપયોગ ભક્તામર સ્તોત્રમાં કરવામાં આવ્યો છે, બિલકુલ એવા જ મંત્રાત્મક શબ્દો પદ્માવતી સ્તોત્રમાં વપરાયા છે. તેના ઉપરથી તારવી શકાય કે ભક્તામર સ્તોત્ર અને પદ્માવતી સ્તોત્ર તથા પદ્માવતી પૂજાના કવિ એક જ છે. અને તે ભટ્ટારક વિશ્વભૂપણજી જ છે. (વર્તમાનમાં જે ભક્તામર સ્તોત્ર પ્રસિદ્ધ છે તે નહિ. -- સંપાદક) ભટ્ટારક વિશ્વભૂપણજીએ સં.૧૯૮ના શ્રાવણ સુદિ આઠમના મંગળ દિને “મિની માત નામની કૃતિ લખી હતી. તથા સં. ૧૭૩૬માં “રેવી નદી પૂજા” અને “માંગતુંગી પૂજા' કૃતિ લખી હતી. આ બધી સાબિતીઓ ઉપરથી સિદ્ધ થાય છે કે ભટ્ટારક વિશ્વભૂપણજીનો જીવનકાળ સં.૧૬૮૦ થી સં.૧૭૫૦ દરમિયાનનો હોવો જોઈએ. તેઓ વલાત્કાર ગણ સરસ્વતી ગચ્છની શાખાના મુખ્ય ભટ્ટારક હતા. તેમની ગર-પરંપરામાં વિશાલકીર્તિ, પદ્મનન્દી, જિનચન્દ્ર, શુભચન્દ્ર, સિંહકીર્તિ, ધર્મકીર્તિ, શીલભૂષણ વગેરે ભટ્ટારકોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમની સંસ્કૃત કૃતિઓની સંખ્યા ૧૫ જેટલી થવા જાય છે. અને ૮ હિન્દી રચનાઓ વાંચવા મળે છે. સંસ્કૃત ભાષામાં તેમની જે જે કૃતિઓ છે તે આ મુજબ છે : (૧) માંગતુંગી પૂજા, (૨) શાન્તિ-કુંથુ-અરનાથ પૂજા, (૩) ઉર્જયંતગિરિ પૂજા, (૪) રેવાનદી પૂજા, (૫) રત્નમય ઉદ્યાન પૂજા, (૬) શત્રુંજયગિરિ પૂજા, (૭) અઢાઈ દ્વીપ પૂજા, () આઠ કોટી મુનિ પૂજા, (૯) ઇન્દ્રધ્વજ પૂજા, (૧૦) શવિધિ, (૧૧) કુંડલિની પૂજા, (૧૨) તેરહ દીપ પૂજા, (૧૩) પૂજાષ્ટક, (૧૪) સપ્તર્ષિ પૂજા, (૧૫) સિદ્ધકૂટ પૂજા વગેરે વગેરે. તેમણે જ્યારે આટઆટલી પૂજાઓ લખી હોય ત્યારે સ્વાભાવિક જ આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે, આ પદ્માવતી પૂજા પણ તેમણે જ લખી હોવી જોઈએ. અલબત્ત, આ મારું અનુમાન છે; સંશોધકોએ તથ્ય બહાર આણવું જોઈએ. આ બધું જોતા મને તો એવું લાગે છે કે, જાણે ભટ્ટારક વિશ્વભૂષણજીની કલમનો મુખ્ય ઉદ્દેશ આ તમામ દેવી-દેવતાઓની પૂજા લખી નાખવાનો રહ્યો હશે. તેમણે ભક્તામર સ્તોત્રમાં જે જે ફળોનાં નામ લખ્યાં છે તે તે ફળોનાં નામ પદ્માવતી સ્તોત્રમાં અને પૂજામાં પણ વપરાયાં છે. - ઉપરોક્ત તમામ આધારોથી એવું અનુમાન થાય છે કે પદ્માવતી સ્તોત્ર અને પૂજા ભટ્ટારક વિશ્વભૂષણજીની જ કૃતિ છે. પહેલાંના વખતમાં દિગમ્બર પરંપરામાં સ્તોત્ર અને પૂજાનો ભારે મહિમા હતો; પરંતુ વર્તમાનમાં દિગંબર ઉપાસના પદ્ધતિમાં આનો વપરાશ નહીંવત જણાય છે. તો સામે પક્ષે, સ્વેતામ્બર ઉપાસના પદ્ધતિમાં તેનો જબરો વપરાશ થઈ રહ્યો છે. અધ્યયનકર્તાઓની નજરમાં આજપર્યત આ બન્ને કૃતિઓ ચઢી નથી, તેથી તેના વિશે વિશેષ અધ્યયન થયેલ નથી. પરંતુ તેનું ઊંડું અધ્યયન થવું જરૂરી છે. આ બન્ને કૃતિઓની સંસ્કૃત ભાષા અસંદિગ્ધ છતાં સ્પષ્ટ છે. તદુપરાંત તેની રચનાપ્રક્રિયા પણ ખૂબ આકર્ષક છે તથા પાંડિત્ય પ્રદર્શિત કરનારી છે. મંદાક્રાન્તા તથા શાર્દૂલવિક્રીડિત જેવા પ્રલંબ છંદોમાં તેની ગૂંથણી થઈ છે. વળી એ તો સર્વવિદિત છે કે ભટ્ટારક વિશ્વભૂષણજી પોતાના યુગના સંસ્કૃતના વિખ્યાત મૂર્ધન્ય પંડિત હતા. આટલી માહિતી અને આટલા વિચારો એટલા માટે રજુ કર્યા છે કે કોઈ જિજ્ઞાસુ વાચક આ બને કતિઓ વિશે વિશેષ અધ્યયન કરવા ઇચ્છે તો તેને માટે માર્ગ મોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy