SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] શ્રી પદ્માવતીજીનો અપાર મહિમા ચોવીસ તીર્થકરોમાં ગુણદૃષ્ટિએ, ઉપકારદૃષ્ટિએ, જ્ઞાનદૃષ્ટિએ, પરિણામદૃષ્ટિએ પ્રત્યેક તીર્થકર પરમાત્મા સમાન હોવા છતાં, શ્રી પાર્શ્વનાથજી પરમાત્માનું આદેય નામકર્મ વિશિષ્ટ હોવાથી ભગવાન શ્રી પાર્શ્વનાથજીનો પ્રભાવ પ્રબળ રહ્યો છે. પ્રત્યેક તીર્થંકર પરમાત્માએ તીર્થ(શાસન)ની સ્થાપના કરેલ હોવા છતાં સહુથી અલ્પ શાસનકાળ ભગવાન શ્રી પાર્શ્વનાથજીનું રહ્યું છે. એટલે માત્ર ૨૫૦વર્ષ શાસન ચાલ્યું તો પણ તેમનો પ્રભાવ અજોડ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આદેય નામકર્મ એટલું મોટું હતું કે અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણે ચોવીસીમાં તેઓ પૂજાયા છે અને પૂજાશે. આ ઘટના મનનચિંતનનો વિષય બની જાય છે. ભગવાન શ્રી પાર્શ્વનાથજીનો આ પ્રભાવ (જાહેરાત) આગલી ચોવીસીમાંથી થઈ તે સમય અને વર્તમાન સમયનું અંતર અઢાર કોટિ કોટિસાગરોપમનું પ્રાય છે. ભગવાન આ ચોવીસીમાં પણ ત્રેવીસમાં એટલે સાવ પાછલા સમયમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય, ૨૫૦ વર્ષના શાસનકાળ છતાં અઢાર કોટિ કોટિ સાગરોપમના કાળથી ગત ચોવીસીમાંદામોદર તીર્થંકરના શાસનકાળમાં અષાઢી શ્રાવકે તેમનાં પ્રતિમાજી ભરાવેલાં જે ઉત્તર ગુજરાતમાં શંખેશ્વરજી તીર્થમાં મોજૂદ છે. ભારતભરમાં સૌથી પુરાણી પ્રતિમા એ જ છે. અને તે પ્રભુજીના તીર્થકર જન્મને માત્ર ૨૭૬૫ વર્ષ થયાં છે. અજાયબ વાત છે તે પ્રતિમાજીની પૂર્વકાલીનતા વિશે અને અનેક વખત દેવલોકમાં પણ પૂજાયા. આવો દાખલો કોઈ વખતનો, કોઈ તીર્થકરનો પણ નથી. તીર્થકર દેવો કોઈ પણ પરચા, શ્રાપ, વરદાન આપતા જ નથી. પૂર્ણ જ્ઞાની, અપાર શક્તિવંત, અનંત લબ્ધિસંપન્ન છતાં પણ પરચો નહીં, પક્ષપાત નહીં - ઉપયોગ માત્ર પરમાર્થ. રામથી ન તરે તે પથ્થર રામના નામે તરી જાય, એ દૃષ્ટાન્ને પાર્થપ્રભુના નામથી, સ્નાત્રજળ-અનુષ્ઠાનોથી ભગવાન પાર્શ્વનાથ થયા પહેલાં પણ ચમત્કારો બન્યા છે એટલે પ્રગટપ્રભાવી તો છે જ. ચોવીસ તીર્થંકરો નિર્વાણ પામી ગયા, મોક્ષે પધારી ગયા, નિરાકાર થયા, પરમ જ્યોતમાં ભળી ગયા છતાં પણ જેના પરચા દેખાય છે, માનતાઓ લેવાય છે અને મનોવાંછિત પૂર્ણ પણ થાય છે, એ પાર્શ્વનાથજીનો આવો પ્રભાવ પ્રગટ કેમ રહ્યો? કયા કારણે? – આ બધાં ઊંડાં રહસ્યો જાણવા-સમજવા પ્રયત્ન કરવો જ રહ્યો. અધિષ્ઠાયક દૈવી શક્તિ જે શાસનના રક્ષક ભક્તો છે, જેના વિના શાસન ચાલે નહીંતે ચતુર્વિધ સંઘ માનવગતિમાં અને અધિષ્ઠાયક દેવો દૈવી શક્તિમાં છેજ. આ અધિષ્ઠાયકો અપાર શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરનાર ભક્તાત્માઓને મહદંશે પ્રત્યેક રીતે સહાય કરે છે. પ્રભુજીનો પ્રભાવ ટકી રહે અને વૃદ્ધિ પામતો રહે તેવા તેમના પ્રયાસો હોય છે. પ્રભુ-પ્રતિમા સ્થાપન કરતાં તેમની પણ પ્રાણપ્રતિષ્ઠા થાય જ છે. તે બધાંમાં પાર્શ્વનાથજીના અધિષ્ઠાયકો વિશેષ જાગૃત છે. તીર્થની પ્રભાવના કરવામાં અધિષ્ઠાયકો ઉદ્યમશીલ રહે છે, એ સુવિદિત છે. અધિષ્ઠાયક દેવગતિમાં હસ્તી ધરાવે છે, શક્તિવંત છે; ભૂતકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy