SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૩૪૯ શ્રી પદ્માવતી દેવી - એક સત્ત્વશીલ અધ્યયન પ્રા. ચન્દ્રકાન્ત એચ. જોષી શ્રી પદ્માવતી વિશે સત્ત્વશીલ અધ્યયન અહીં પ્રાપ્ત થાય છે. સ્વરૂપદર્શન પર પણ ઘણા ઉલ્લેખો અહીં પ્રાપ્ત થાય છે. જેમ જેમ ઊંડાણ પ્રાપ્ત થાય, તેમ તેમ ભીતરી સંપત્તિ પ્રાપ્ત થાય, એ ન્યાયે પ્રા. ચન્દ્રકાન્તભાઇએ આ અભ્યાસપૂર્ણ લેખમાં દેવી પદ્માવતી વિશે ગહન માહિતી ઉપલબ્ધ કરાવી આપી છે. - સંપાદક સાવિત્રી'ના ૧૦મા પર્વના સર્ગ-૪માં જણાવ્યું છે કે, "પૃથ્વી કેરા યુગો શા કામના હતા ? જો કદી હોત ના તૂટ્યા નિરોધ ધૂસરો, અને જો તમિગ્ન બીજમાંથી મહિમાઓ ફાટી નીકળ્યા ના હોત !" પૃથ્વી પર યુગે યુગે, સ્થળે સ્થળે વિભૂતિઓનું પ્રાગટ્ય થતું જ રહ્યું છે. જેમના પ્રતાપી વ્યકિતત્વને ઝીલવાનું આપણું સામર્થ્ય પર્યાપ્ત ન હોય તેમની જ્ઞાનપ્રભાથી આપણે વંચિત રહી જઇએ છીએ. જૈનધર્મના આચારાંગસૂત્ર'ના નિર્ગથ પ્રવચનમાં શ્રી મહાવીર ભગવાને સત્યને પ્રબોધતાં જણાવ્યું કે, માનવજાતે સત્યને સુપેરે જાણવાનું છે. સત્યના આદેશ અને આશિપથી બુદ્ધિપ્રગલ્મ વ્યકિત સાંસારિક મારને અર્થાત્ અનિષ્ટોને આસાનીથી સહી શકે છે. માં બ્રહ્માનિ - એક અધ્યયનમાં શ્રી ઉમાકાંત પ્રેમાનંદ શાહનું એક અવતરણ વિચારવા જેવું છે : "જેઓ આત્મઐકયમાં નથી માનતાં, એવાં દર્શનોમાં, દાખલા તરીકે જૈનદર્શનમાં પણ સર્વ આત્મા સમાન ગણવા ઉપર, સમત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે." સત્ય, સમત્વ, સહિષ્ણુતા આદિ ગુણો નિર્ભીકતા કે અભયમાંથી પ્રગટે છે. સંશોધન-સત્યશોધન' લેખમાં શ્રી ભોગીલાલ સાંડેસરાએ એક દષ્ટાંત આપેલું છે કે, પાટણની બજારમાં શેઠ ધરમચંદ અભેચંદની પેઢી” એવું નામ કપડા પર લખીને એક દુકાન પર લટકતું હતું. ત્યાં મેલો ઘેલો એક ગુમાસ્તો બેસતો; અને પાટણના નગરશેઠ કેશવલાલ અમરચંદ પણ ત્યાં બેસતા ! અહીં કેસર, કસ્તુરી અને ચંદનથી માંડીને સાવર: | સુધીની વસ્તુઓ વેચાતી. ઘણા સમય પછી ખબર પડી કે એ પેઢી કોઇની વ્યકિતગત ન હતી, પરંતુ પાટણના જૈનસંઘની હતી ! ધરમચંદ અભેચંદનો સૂચિતાર્થ એ હતો કે અભય સાચા ધર્મનો જનક છે. અભય વિના સદ્ધર્મ સંભવે નહિ. આ અભય એ ભાવાત્મક છે. જીવનની ઉપેક્ષા નથી, પણ જીવનનો સ્વીકાર છે. શ્રી સાંડેસરાએ આગળ જણાવ્યું છે કે, "જેઓ પોતાના સિદ્ધાંતોમાં અચલ હોય, તેમને વારંવાર સત્તાના કોઈ ને કોઈ સ્વરૂપ સાથે અથડાવાનું થાય છે - પછી તે રાજસત્તા હોય, ધર્મસત્તા હોય કે અર્થસત્તા હોય. એવે પ્રસંગે પોતાની શ્રદ્ધા કે સિદ્ધાંતોનું મૂલ્ય જ એ હોય કે સિદ્ધાંતને વળગી રહેવા બધી સત્તાઓની જે ખફગી વહોરવી પડે તે વહોરવી; અને પોતાની સિદ્ધાંતનિષ્ઠાનું દુન્યવી સ્વાર્થનો ભોગ આપીને મૂલ્ય ચૂકવવા તૈયાર રહેવું. " તેમનો આ વિચાર જીવનપર્યત પ્રેરણાનું સ્રોત બની રહે તેવો છે. ધર્મક્ષેત્રની કથા કે પરંપરાઓમાં એકનિષ્ઠ સિદ્ધાંત જ ઉત્કર્ષ સાધનારો બની શકે. દિગંબર જૈન સંપ્રદાયમાં ભગવતી-આરાધના' ધર્મગ્રંથમાં નિરૂપિત ધર્મકથાઓની પરંપરા બીજા કોઇ પણ ધર્મની કથાઓ સાથે સંકળાયેલી જોવા મળશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy