SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા આ મહાપૂજનોમાં અનેક રહસ્યો છુપાયેલાં છે. તેમાં આવતા એક એક મંત્રમાં અને તેના એક એક શબ્દમાં અનેક શકિતઓ અને લબ્ધિઓ છુપાયેલી છે. જેમ મહાસાગરના વિશાળ જળમાંથી પાણીનું એક બિંદુ લેવામાં આવે, એમ અનેક રહસ્યોના સાગર સમાં આ મહાપૂજનોમાંથી એક બિંદુ સમાન થોડાંક રહસ્યોની ચર્ચા-વિચારણા પ્રસ્તુત કરું છું. આ નવપદના પંચવર્ણી રંગો માટે અનેક રહસ્યો છુપાયેલાં છે. તેમાંનું એક રહસ્ય એ છે છે કે, આ પંચપરમેષ્ઠિના પૂજન દ્વારા, ધ્યાન દ્વારા પંચતત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. પૃથ્વીતત્ત્વ પીળા વર્ણનું, જળતત્ત્વ શ્વેતવર્ણનું, અગ્નિતત્ત્વ રકતવર્ણનું, વાયુતત્ત્વ નીલવર્ણનું અને આકાશતત્ત્વ શ્યામ વર્ણનું છે. [ ૩૩૭ નવદજીનું તે તે વર્ણ પ્રમાણે પૂજન કરવાથી પંચતત્ત્વોની સિદ્ધિ થાય છે; તેથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાતો જાણી શકાય છે, એટલું જ નહિ; આ પંચતત્ત્વના બનેલા દેહનો સાથ સદાને માટે છોડીને આત્મા, આત્માના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ વાત થઈ પ્રથમ વલયમાં આવેલા નવપદના પૂજનનો. બીજા વલયમાં સોળ કમળદળો આવેલાં છે, જેમાં મુખ્યત્વે આઠ વર્ણમાતૃકાની સ્થાપના થયેલી છે. વર્ણમાતૃકા એટલે વર્ણોનો સમૂહ અર્થાત્ અક્ષરોનો સમુદાય. આ વર્ણોમાં જે સ્વતંત્ર રીતે બોલી શકાય તે સ્વર કહેવાય અને જેને બોલવા માટે સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહેવાય. આ સ્વર અને વ્યંજનના સમૂહના આઠ વર્ગ પાડવામાં આવ્યા છે. તેને અષ્ટવર્ગ કહે છે. સ્વર ૧૬ છે અને વ્યંજન ૩૩ છે, જેને સ્વર-વ્યંજન-પૂજન કહેવામાં આવે છે. બે વર્ગની વચ્ચે સપ્તાક્ષરી મહામંત્ર 'નમો અરિહતાણં' આવેલો છે. વર્ણમાતૃકાનું દ્રાક્ષ મૂકી પૂજન કરવાથી અનેક પ્રકારના રોગોનો નાશ થાય છે અને અનેક પ્રકારની શકિતઓ પ્રગટ થાય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં કરવામાં આવતી દરેક ક્રિયાની પાછળ વિધવિધ રહસ્યો સમાયેલાં છે. ત્રીજા વલયની અંદર અડતાલીશ લબ્ધિઓની સ્થાપના કરવામાં આવેલી છે અને તે લબ્ધિઓની પૂજા ખારેક મૂકીને કરવામાં આવે છે. લબ્ધિ એટલે શકિતનો ભંડાર. એક એક લબ્ધિના મંત્રમાં શકિતનો ભંડાર ભરેલો છે. શ્રી સિદ્ધચક્રજીના આરાધકને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં, આપણે જોયું કે શ્રી સિદ્ધચક્રનો મધ્યપીઠ સમેત પ્રથમ વલય નવપદથી અલંકૃત છે, બીજું વલય વર્ણમાતૃકાના અષ્ટવર્ગ તથા સપ્તાક્ષરી મહામંત્રથી સુશોભિત છે અને ત્રીજું વલય ૪૮ લબ્ધિપદોને લીધે અનેરી શોભા ધારણ કરે છે. ત્રીજા વલયના મથાળે બરાબર મધ્યભાગમાં ડ્રીંકારની સ્થાપના થયેલી છે અને તેમાં ફ્ કારની રેખાને લંબાવી ત્રણ વાર વેપ્ટન કરવામાં આવ્યું છે. આ રેખાનો છેડો ઉપર ન રાખતાં ડ્રીંકારની બરાબર સામેના ભાગમાં નીચે રાખવામાં આવ્યો છે અને ત્યાં ૐ બીજની સ્થાપના કરવામાં આવી છે, જેને મંત્રવિશારદો અંકુશ બીજ કહે છે. આ રીતે સાડાત્રણ વલય થાય છે. શ્રી સિદ્ધચક્ર યંત્રનો એક મહત્ત્વનો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ ભાગને અમૃતમંડલ-અમૃતકુંભથી ઓળખવામાં આવે છે; અને તેનો આકાર કળશ જેવો છે. એટલે કે સિદ્ધચક્રરૂપી કળશમાં જાણે અમૃત ભર્યુ હોય! અને તેથી જે કોઈ તેની પૂજા કરી આ અમૃતનું પાન કરે તે અમર બની જાય છે. શ્રી સિદ્ધચક્ર યંત્રના ડાબા તથા જમણા ભાગ તરફથી પ્રગટ થતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy