SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ] [ શ્રી પાશ્ર્વનાથોપસર્ગ-હારિણી શાસનની રખવાલી, દેવી ? શાસગ્રની રખવાલી - પંડિત શ્રી પૂનમચંદભાઈ કે. શાહ થોઈની એક કડીથી શરૂ થતા આ લેખમાં લેખકશ્રીએ વર્તમાનમાં દેવીના વધતા જતા પ્રભાવનો આછેરો ખ્યાલ આપ્યો છે. સાથે, જુદાં જુદાં સ્થાનો અને સાધકોનો અલ્પ પરિચય કરાવ્યો છે. વિઘ્નો દૂર કરે, વાંછિત પૂરે, સહાય કરે, મંગલ કરે, શકિત આપે, સુખ આપે ઈત્યાદિ પર ભાવાત્મક લખાણ અહીં પ્રાપ્ત થાય છે. પંડિતશ્રી પૂનમચંદભાઈ હંમેશાં અમારી ગ્રંથમાળાના શુભેચ્છક બની રહ્યા છે અને આ ગ્રંથમાં પણ લેખ પ્રસાદી મોકલી અમને સહયોગ આપ્યો છે, તે અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે. -- સંપાદક પાય રૂમઝુમ રુમઝુમ ઝાંઝરનો ઝણકાર, પદ્માવતી પેલે પાર્શ્વ તણા દરબાર; સંઘ વિઘ્ન હરજો, કરજો જયજયકાર, શ્રી સૌભાગ્યવિજય કહે સુખ-સંપત્તિ દાતાર. ૧. કલિકાળમાં માં પદ્માવતીના નામના ડંકા વાગે છે. જન-જનના મન-મનમાં માના નામનો રણકાર ગુંજે છે. મા ગાજે છે, મા રાજે છે ! લાજ રાખો, મા ! લાજ ઢાંકો, મા ! મનવાંછિત પૂરો, મા ! સંકટ ચૂરો, મા ! -- આ પ્રાર્થના માના ભકતોના મનની મોટી મૂડી છે, મુરાદ છે. પ્રગટ-પ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવંતની અધિષ્ઠાયિકા મા પદ્માવતી આજે પણ હાજરાહજૂર છે. તે શ્રી પાર્શ્વનાથ ભગવંતના ભકતોને અદશ્ય રીતે સહાય કરે છે. તેઓ અદશ્ય રીતે ચમત્કારી છે, પ્રગટ-પ્રભાવી છે. આ કાળમાં પણ, મા ભકતોને સ્વપ્નમાં આવીને પ્રત્યક્ષ-સદેહે દર્શન આપે છે અને માર્ગ બતાવે છે ! આ વાત અમારા જાત-અનુભવની છે. ભકતના હૃદયની ભકિતનો જ આ પ્રતાપ છે, પ્રભાવ છે. વર્તમાનમાં માની ભકિત તુરત જ ફળદાયી બને છે. તેથી જ આજે શ્રી પાર્શ્વનાથ ભગવંતના ઘણા ભકતો જોવા મળે છે, ઠેર ઠેર જોવા મળે છે. તેમાં માનો પ્રભાવ છે. કંઈક શાસનનાં, કંઈક તીર્થરક્ષાનાં, તીર્થભકિતનાં, કંઈક ભકતોનાં, કંઈક સાધુ-સંતોનાં તેમ જ ધર્મનાં કાર્યો મા પદ્માવતીએ કર્યા છે, કરે છે અને કરશે. ઈતિહાસ તેની સાક્ષી પૂરે છે. આ રીતે, આ કાળમાં મા મહાશકિતવંત છે. તેના પ્રભાવની ઘણી ઘણી વાતો ઘણા ઘણા ભકતોના મનમાં ભરેલી છે. ભકતો ઉપર માની મીઠી મીઠી નજર-અમદષ્ટિ છે. મા દયાળુ છે. જેમ માનું હૃદય કોમળ હોય છે, અને તે બાળકો ઉપર વહાલ વરસાવે છે, બાળકને જોઈને માને પ્રેમ જાગે છે, તે બાળકની સઘળીયે સારસંભાળ લે છે, એનાં દુઃખદર્દ પોતાનાં સમજે છે અને દૂર કરે છે, નિવારે છે, સુખ અને શાંતિ આપે છે, કષ્ટ કાપે છે અને ઈષ્ટ આપે છે; તેમ મા પદ્માવતી સાચા અર્થમાં ભકતની મા છે. મા મૂંઝવણમાં માર્ગ કાઢી આપે છે અને સન્માર્ગ સુઝાડે છે. સમ્યગદષ્ટિ દેવી-મા પદ્માવતી સમ્યગદષ્ટિ જીવનાં કામ તુરત જ પાર પાડે છે –- તે અમારા અનુભવની વાત છે. જો કે, મા તો દરેકનાં કામ કરે છે, દરેકને પ્રભુભકિતમાં પ્રેરે છે, ધર્મમાં જોડે છે, દરેકનાં સાંસારિક દુઃખદર્દો દૂર કરે છે, સવિ સંકટ ચૂરે છે અને મનવાંછિત પૂરે છે. માનો સાધકવર્ગ પણ બહોળો છે. પૂર્વકાળમાં, માની સાધનાના પ્રતાપે, ઘણા આચાર્ય ભગવંતોએ શાસનનાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy