SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ચકાસણી માટે જો આપણે તંત્રવિજ્ઞાનના તાંડવ સ્તોત્ર' અને 'કુંજિકાસ્તોત્ર' સાથે શ્રી પદ્માવતી અષ્ટકને સરખાવીએ તો ઉપરોકત હકીકતની સત્યતા પ્રતીત થાય છે. આ કારણે ઘણા જ વિદ્વાનોએ ઉત્તરવર્તી જૈનસાહિત્ય પર તંત્રશાસ્ત્રનો પ્રભાવ સ્વીકાર્યો છે. શ્રી પદ્માવતીનો માળામંત્ર પણ ખૂબ પ્રસિદ્ધ છે : “3% નો પવિતે શ્રી પાર્શ્વનાથાય પણે પાવતી સહિત ૫ વિનિડ ઇSાધીશ્વર વઝ ટુંડાવ..' - થી શરૂ થઈને “શ્રી પાર્શ્વનાથ પાળ પાવતી આજ્ઞાપતિ વથાને 1Ø Ø નઃ ન સ્વી સુધીનો માળામંત્ર ગણાય છે. આ પ્રમાણે પદ્માવતીનું આહ્વાન-સ્તવ પણ વિખ્યાત છે. તેમાં પૂર્વાચાર્ય દ્વારા લિખિત સ્તોત્રની જેમ પદ્માવતીને ‘નીનવજ કહેવામાં આવી છે. અનેક સ્વરૂપોમાં તેનું આહુવાન કરવામાં આવ્યું છે. તદુપરાંત તેને “વીપેન શTTPતિXviારિણી, માતુ: પવિતિ વગેરે વગેરે કહીને સંબોધવામાં આવેલ છે. પ્રસિદ્ધ આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરિ મહારાજે પૂર્વાચાર્ય દ્વારા રચિત અષ્ટકમ્યવૃત્તિ સ્તોત્રની વિસ્તૃત વિવેચના-વિવરણ કરતી વખતે લખ્યું છે કે, મોળે પ્રયોગ દિ ત્રિવિધ પ્રતિ પતિ - १. परवादीकुञ्जरविदारणं मृगेन्द्र सहदयः सप्रयोजनम् । २. पर प्रयोजनं नववृति प्रमाणस्य लोकप्रसिद्धस्य अस्य यंत्र स्तोत्र । ३. उभय प्रयोजनं च । स्यार्थ स्मरणं लक्षणं विद्यत एवं प्रयोजन तथा पर प्रयोजनमपि विद्यत एव । આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ સ્તોત્ર અત્યંત સિદ્ધ છે, એમાં લગીરે શંકા નથી. પદ્માવતીના એક અન્ય મંત્રનો ઉલ્લેખ પણ અહીં કરવો જ જોઈએ. એ મંત્ર આ મુજબ છે : 'ઝ नमो भगवति पद्यावति सु धारिणी यक्ष संस्थिता देवि प्रचण्ड द्रौद्रण्ड खण्डित रिपु चक्रे किन्नरे कि पुरुष गरुड गन्धर्वय यक्ष राक्षस भूत-प्रेत पिचाश महारोग सिद्धि नागमनु पूजिते विद्याधर સેવિતે હૂ હૂ પાવતી સ્વાહા !' આ મુજબના પદ્માવતી વિષયક અનેક મંત્રો પ્રખ્યાત થયા છે. અત્રે એક બીજા મંત્રનો ઉલ્લેખ કરવાની પણ રજા લઉં છું. તે મંત્ર આ પ્રમાણે છે : “૩% નમો પતિ પવિત યાદી પક્ષે દંત વિષે દુર દુર નવાર વિષહર વિષર વાદા !' આ મંત્ર ઝેર ઉતારવામાં અકસીર મનાય છે. પ્રો.કાશીનાથ વાસુદેવ અત્યંકર સંપાદિત 'શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' માં દેવી અંગેના વિવિધ સ્તોત્રો અને મંત્રોનું સંકલન કરવામાં આવ્યું છે. તેમાં મલ્લિપેણસૂરિ, શ્રી ચન્દ્રસૂરિ, શ્રી ઈન્દ્રનન્દી, મુનિ ચન્દ્રનાથ, શ્રી જિનપ્રભસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, શ્રી ભદ્રગુપ્તાચાર્ય અને શ્રી દેવસૂરિ મુખ્ય છે. મંત્રાક્ષરોના બીજશબ્દોનો કોશ પણ પરિશિષ્ટમાં રજૂ કરેલ છે. એનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે પદ્માવતી દેવીનાં બીજમંત્રો અને તંત્રશાસ્ત્ર દ્વારા પ્રચારિત બીજમંત્રો વચ્ચે કેટલું સામ્ય છે. બંને વચ્ચે ખૂબ સમાનતા છે. તેની સાથોસાથ મંત્રોની સમજણ પણ વિશદ રીતે આપવામાં આવી છે. આ મંત્રોનું વિવરણ વાંચતાં જ સ્પષ્ટ થઈ જાય છે કે ભારતીય મંત્ર-તંત્ર વિદ્યાનો વિકાસ લગભગ સમાન સ્તરે જ થયેલ છે. આ સ્તર છે વૈચારિક સ્તર. અલબત્ત, એ બધાનું વિશદ વિશ્લેષણ આ લેખમાં શકય નથી. પરંતુ અત્રે હું જિજ્ઞાસુજનો માટે એક પુસ્તક અવશ્ય સૂચવીશ. એ પુસ્તક છે શ્રી મલ્લિરેણસૂરિ લિખિત 'ભૈરવ પદ્માવતી કલ્પ.” તે ગ્રંથ યંત્રલક્ષણો વિષયક અધિકારી ગ્રંથ છે. આ ગ્રંથમાં કવિએ પદ્માવતી દેવીના સ્વરૂપનું વર્ણન કરેલ છે. તેમની વિ.સં. ૧૨૫૪ના ફાગણ શલા અષ્ટમીના દિવસે સ્થાપિત દુગ્ધધવલા આરસની પ્રતિમા આજે ય ઈડરસ્થિત શ્રી સંભવનાથ સ્વામીના દિગંબર જૈનમંદિરમાં બિરાજમાન છે. શ્રી મલ્લિ પેણસૂરિજીએ દેવીનું સ્વરૂપવર્ણન આ મુજબ કરેલ છે : પદ્માવતી દેવીને ચાર હાથ છે. તેમના ડાબા હાથમાં અંકુશ, નીચલા હાથમાં ફળ, સ્મણા હાથમાં અંકુશ અને નીચેનો હાથ વરદમુદ્રામાં છે. તેમનું આસન કમળમાં છે. તેમનાં નામો છે : તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા અને કામસાધિની. તેમનો વર્ણ સૂર્ય જેવો તેજસ્વી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy