SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦] ( શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી સમવાયાંગ, ભગવતીસૂત્ર ઈત્યાદિ આગમો પર વૃત્તિઓ રચેલી છે. આ બધી વૃત્તિઓ રચવાનું કાર્ય શરૂ હતું તે સમય દરમિયાન આચાર્યશ્રીએ આયંબિલ તપ ચાલુ રાખ્યું હતું. તેમણે ઉપાડેલું કાર્ય ભારે પરિશ્રમવાળું હતું અને શરીરને પૂરતું પોષણ મળવાને અભાવે તેમને લોહીવિકારનો ભયંકર વ્યાધિ થયો હતો. આચાર્ય અભયદેવસૂરિજીને રોગની પીડાનું જરાયે દુઃખ ન હતું, પરંતુ એ વખતના કેટલાક જડ, ઈર્ષાળુ અને સ્વાર્થી લોકોએ આચાર્યશ્રીએ કરેલી વૃત્તિઓની રચનામાં ઉસૂત્રનું નિરૂપણ કરીને, કાર્યકારણની સંકલના બેસાડીને એવી વાત વહેતી કરી કે વૃત્તિઓની રચનામાં ઉસૂત્રના કારણે આચાર્યશ્રીને કોઢનો ભયંકર વ્યાધિ થયો છે. આવા અયોગ્ય આક્ષેપોને કારણે પ્રચાર પામતી જૈન શ્રુતની અપભ્રાજનાને લીધે આચાર્યશ્રીને ભારે આઘાત થયો, અને એક વખત તો તેમને જાવજીવ અનશન કરવાનો વિચાર પણ થઈ આવ્યો હતો. તે દરમિયાન તેમને એક સ્વપ્ન આવ્યું અને તેમાં નાગરાજે આવીને જીભ વડે પોતાનો રોગ ચાટી લીધો છે, તેમ જ પોતે થાંભણ (ખંભાત પાસે) ગામ પાસેની શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કઢાવી તે નિમિત્તે એક નવું તીર્થ સ્થાપવા જઈ રહ્યા છે એવું દશ્ય જોયું. પ્રાતઃકાળે આચાર્યશ્રીએ પોતાનું શરીર અશકત હોવા છતાં થાંભણા તરફ વિહાર શરૂ કર્યો. ત્યાં શેઢી નદીને કાંઠે દટાયેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન કરતાં ત્યાં ને ત્યાં જ 'જયતિહુઅણવર કપૂરુકુખ’થી શરૂ થતું ત્રીશ ગાથાનું ચમત્કારિક સ્તોત્ર રચી કાઢયું. કહેવાય છે કે શ્રી શંભણ પાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના પછી તેમના રકતવિકારનો રોગ તદ્દન શાંત થઈ ગયો. શ્રી પદ્માવતીદેવીની સહાયની આવી જ વાત શ્રી જિનપ્રભસૂરિજીના જીવનમાંથી પણ મળી આવે છે. શ્રી જિનપ્રભસૂરિજી (વિ.સં. ૧૩૨૦-૧૩૯૦) એક વખત દિલ્હીના બાદશાહ સુલતાન મહમદ તઘલખનો સંપર્ક સાધી તેને અહિંસાનો ઉપદેશ આપતા હતા. અને એ માર્ગે શત્રુજ્ય, ગિરનાર અને ફલોધી (મારવાડમાં ફલોધી પાર્શ્વનાથનું તીર્થ આજે પણ સુપ્રસિદ્ધ છે.) તીર્થની રક્ષા અર્થે વ્યવસ્થા કરવામાં સફળ થયા હતા. દિલ્હીના દરબારમાં શ્રી જિનપ્રભસૂરિજીનું વર્ચસ્વ બાદશાહના એક નિકટના સાથી રાઘવચૈતન્ય નામના મંત્રશાસ્ત્રીથી સહન ન થયું, અને સૂરિજીની આબરૂને કલંક લગાડવા એક મેલો પ્રયોગ કર્યો. આ પ્રયોગ દ્વારા તેણે રાજદરબારમાં બેઠેલા સુલતાનના હાથની એક આંગળી પરની અતિ મૂલ્યવાન વીંટી ગુમ કરી અને ત્યાં હાજર રહેલા શ્રી જિનપ્રભસૂરિજીના રજોહરણમાં તે મૂકી દીધી. એમ કહેવાય છે કે બરોબર તે વખતે પદ્માવતીદેવીએ જિનપ્રભસૂરિજીને આ બધી હકીકતથી વાકેફ કર્યા, અને દેવીની સહાય વડે એ વીંટી રજોહરણમાંથી રાઘવચૈતન્યના માથાના વાળમાં પધરાવી દેવામાં આવી. સુલતાનને એ વીંટી ગુમ થયાની ખબર પડી ત્યારે રાઘવચૈતન્ય એ વટી જિનપ્રભસૂરિના રજોહરણમાં હોવાની જાહેરાત કરી. પરંતુ તપાસ કરતાં એ વિટી રજોહરણને બદલે રાઘવચૈતન્યના માથાના વાળમાંથી મળી આવી. રાઘવચૈતન્યને ત્યાર પછી દરબારમાંથી કાયમ માટે વિદાય લેવી પડી. શ્રી જિનપ્રભસૂરિજી વિશે એમ કહેવાય છે કે તેમણે સાધના દ્વારા પદ્માવતીદેવીનાં સાક્ષાત્ દર્શન કર્યા હતાં.' શ્રી વીરવિજયજી મહારાજે (સં. ૧૮૫૭-૧૯૦૮) રચેલાં રાસો તથા પ્રજાઓનો મહિમા આજે પણ એટલો જ જોવા મળે છે. તેમણે પદ્માવતીદેવીની સાધના કરી હતી. વિ. સં. ૧૮૯૯માં તેઓશ્રીની નિશ્રામાં એક સંઘ પંચતીર્થની જાત્રાએ જતો હતો. પરંતુ ગુજરાત પ્રાંતની સરહદ પર પહોંચતાં જ ચારે તરફ કોલેરાનો ભયંકર વ્યાધિ પ્રસરી ગયો અને બધા લોકો વીખરાઈ ગયા. તે 1. 'Ile (Sri Jinaprabhasuri) performed the Sadhana of Sri Padmavati devi, some time after his initiation, as directed by his Guru, and Padınavati devi appeared before himn and promised to attend whenever invoked.' - "Comparative and critical study of Mantra Shastra" by Mohanlal B. Jhavery (Solicitor). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy