SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સૂતરના તાંતણે બાંધી તેને પોતાના નગરમાં લઈ આવો.” આ આખીય રોમાંચક ઘટનાનું વર્ણન અભયદેવસૂરિજીએ કરેલ છે. તેમણે 'જયતિહુઅણ સ્તવ' નામે પ્રકરણ આલેખ્યું છે. મહિછત્રાનગરી કલ્પના અંતિમ અધ્યાયમાં શ્રી જિનપ્રભસૂરિજીએ પોતાને ધરણેન્દ્ર તથા પદ્માવતીના પ્રિય હોવાનું વર્ણન કરેલ છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ક૯૫'માં પણ ધરણેન્દ્રપદ્માવતીના સાન્નિધ્યમાં પ્રભુ પ્રતિમાને સકળવિઘ્નાયહારિણિ' તથા 'સિદ્ધિજનનીસંતતા' તરીકે વર્ણવેલ છે. (કોકાવસતિ પાર્શ્વનાથ કલ્પ'ના આરંભના મંગલાચરણમાં પદ્માવતી દેવી અને નાગરાજને પાર્શ્વનાથ પ્રભુના ભકત રૂપે રજુ કરી નમસ્કાર કરવામાં આવ્યા છે. 'ઢિપુરીસ્તવ'માં પણ પ્રભુને કલ્પવૃક્ષ જેવા પ્રાર્મ, અર્થદાતા અને ધરણેન્દ્ર-પદ્માવતીના પરમોપકારી પાર્શ્વનાથને કાયોત્સર્ગ સ્થિત આલેખ્યા છે. કુલ્પાકમાણિકદેવતીર્થ કલ્પ'માં આલેખાયા મુજબ કલ્યાણનગરના જિનેન્દ્રભકત રાજા શંકરને દુઃખી કરવા ક્રોધાયમાન મિથ્યાત્વીદેવ દ્વારા જ્યારે મરકીનો રોગ ફેલાવવામાં આવ્યો ત્યારે રાજા શંકર ખૂબ વ્યથિત થઈ ગયા. પદ્માવતી દેવીએ તેમની આ વ્યથા નિહાળીને સ્વપ્નમાં દર્શન દીધાં તથા આદેશ આપ્યો કે મંદોદરી દ્વારા પ્રતિષ્ઠિત માણિકયસ્વામીની મૂર્તિ જે હાલમાં સમુદ્ર-પેટાળમાં ડૂબેલી પડેલી છે. તેને બહાર કાઢી તમારા નગરમાં પુનઃ પ્રતિષ્ઠિત કરો; જેથી તમારી પ્રજાનાં દુઃખ દૂર થશે ને રાજ્યમાં સુખનો સૂરજ ઊગશે. રાજાએ વિનાવિલંબે તે મૂર્તિ બહાર કઢાવી. બબ્બે વાછડા જોડેલ ગાડામાં મૂર્તિ પધરાવી લાવતા હતા ત્યારે મનમાં શંકા જન્મતાં તેમણે ભગવાનની પ્રતિષ્ઠા કુલ્હાનગરમાં કરી દીધી. 'અંતરિક્ષ પાર્શ્વનાથ કલ્પ'માં વર્ણવ્યા મુજબ, દશાનન રાવણના કર્મચારીઓ દ્વારા પૂજિત મૂર્તિનું પૂજન કર્યા પછી તળાવમાં ડુબાડી દેવાના પ્રભાવ માત્રથી ચિંગલના રાજા શ્રીપાલનો કુષ્ટ રોગ દૂર થઈ ગયો હતો. તદુપરાંત, સાત દિવસ પહેલાં જન્મેલા વાછડા ઉપર કાચા સૂતરના તાંતણે બાંધેલ તે મૂર્તિને લાવતા હતા, ત્યાં રસ્તામાં તે આપોઆપ અવકાશમાં અધ્ધર ઊઠી ગઈ. તે એટલી ઊંચાઈએ હતી કે કોઈ સ્ત્રી પોતાના માથે બેડું મૂકે ને જે ઊંચાઈ થાય તેટલી એ મૂર્તિની ઊંચાઈ હતી. પરંતુ કાળક્રમે તે નીચી આવી ગઈ છે. તો પણ, આજેય અધ્ધર તો લાગે જ છે. આ મૂર્તિની અખાદેવી અને ક્ષેત્રપાલ દ્વારા પૂજા થઈ છે તથા ધરણેન્દ્ર-પદ્માવતી દ્વારા કૃતપ્રતિહાર્ય છે. ફલવૃદ્ધિ પાર્શ્વનાથ કલ્પ'માં તીર્થોત્પત્તિનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે, આ મંદિરનાં ધરણેન્દ્ર-પદ્માવતી ક્ષેત્રપાલ અધિષ્ઠાયક સંઘનાં વિનોનું ઉપશમન કરે છે. શ્રી જિનપ્રભસૂરિરચિત ‘આમરકુંડ પદ્માવતી દેવકલ્પ'નો અનુવાદ આ કલ્પના પ્રારંભમાં તેલંગ પ્રદેશના મુખ્ય અને મનોહર આમરકંડ નગરના પર્વતશિખરના મહેલમાં વિરાજમાન ભગવતી શ્રી પદ્માવતી દેવીનો જય થાઓ !' કહી આમરકંડ નગરની અલૌકિક, અપાર અને અનુપમ શોભા, સમૃદ્ધિ-સાહ્યબી અને ભવ્યતાનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રચનાકારે લખ્યું છે : નગરની એક તરફ નિષ્પન્ન મુરંગલ નામનો ચિત્તાકર્ષક નાનો પર્વત છે તથા તેની બાજુમાં ધરતીના આભૂષણ સમાન અને વિષ્ણુપદ આકાશચંબી શિખરોની ગિરિમાળાવાળો ઉત્તુંગ પર્વત છે. આ અન્ય પર્વતોના ગર્વને ખંડિત કરનાર સમર્થ નગાધિરાજ છે. તેની ઉપર પરિનાહ આરોહશાળી શ્રી ઋષભદેવ અને શાંતિનાથ વગેરે જિનબિમ્બોથી સુશોભિત મહાજિનપ્રાસાદ અને મનુષ્યના ચિત્તને ભાવવિભોર કરનાર સુંદર મહેલ છે, જ્યાં એક લબ્ધપ્રતિષ્ઠિત અને સિદ્ધ આચાર્ય મેઘચન્દ્ર બિરાજમાન હતા. આ આચાર્ય મુકત મનવાળા, વિષયસુખ પરત્વે હૃદયમાં જરા પણ ખેંચાણ ન અનુભવનારા તથા પોતાની કૃપાથી દુઃખિયારાનાં દુઃખ હરનાર, નિરાશને આશાનો સથવારો દેનાર, કામદેવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy