SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા શાસનમાં સમ્યગદ્રષ્ટિ દેવદેવીઓનું સ્થાન અને સ્થાપના એ કોઈ સ્વાર્થોધ લેભાગુથી શરૂ થયેલી કુપ્રથા નથી, પરંતુ અનંતાનંત પરમ તારક દેવાધિદેવથી વિહિત થયેલી સુપ્રણાલિકા છે, એમ અચૂક કહેવું પડશે. એ સુપ્રણાલિકા આદરણીય અને આચરણીય નથી એમ જો કોઈ કહેતું હોય તો શ્રી વર્ધમાન વિદ્યામાં જયા, વિજયા, જયંતી અને અપરાજિતા એ ચાર શાસનરલિકા દેવીઓનું સ્થાન, શ્રી સૂરિમંત્રમાં સરસ્વતી દેવીનું, ત્રિભુવનસ્વામિનીનું, લક્ષ્મીદેવીનું અને યક્ષરાજ ગણિપીટકનું સ્થાન “સંતિકર તિજયપહત્ત” અને “બૃહત્ શાન્તિ' આદિ સ્તોત્રસ્મરણોમાં સોળ વિદ્યાદેવીઓ, નવ ગ્રહ, દસ દિપાળ આદિ અનેક સમ્યગુદૃષ્ટિ દેવદેવીઓનું સ્મરણ કરીને તેમનાં નામો સ્તોત્રોમાં ગૂંથવામાં આવ્યાં છે. ભૂતકાળમાં અનેક મહાપ્રભાવક પૂર્વાચાર્ય મહારાજાઓએ સમ્યગુદૃષ્ટિ દેવદેવીઓ દ્વારા જ શ્રી જિનશાસનની રક્ષા તેમ જ અજોડ મહા પ્રભાવના કરાવ્યાના અનેક ઉલ્લેખો ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. જાણીતા સાહિત્યકલારત્ન પ.પૂ.આ.શ્રી વિજયયશોદેવસૂરિજી મહારાજના માહિતીસભર લેખમાં સુંદર ધ્યાન આપ્યું છે. શ્રી જિનશાસનની સુરક્ષા તેમ જ મહાચમત્કારિક અનેકવિધ અજોડ મહાપ્રભાવને કારણે વ્યંતર નિકાયના છઠ્ઠા ઇન્દ્ર મહારાજા શ્રી મણિભદ્રજીનું નામ શ્રી જિનશાસનરક્ષક અને મહાપ્રભાવક રૂપે વિશ્વવિખ્યાત બન્યું છે. આજે પણ તપાગચ્છીય દેરાસરોની બહાર અને ઉપાશ્રયમાં મણિભદ્રદેવની મૂર્તિની સ્થાપના થયેલી જોવા મળે છે.'' જૈન દર્શનમાં શ્રી સિદ્ધચક્રજી મહાપૂજન પ્રાચીન પૂજન છે, જૈન શાસનનો સાર છે, પ્રાણ છે. અરે ! આ સિદ્ધચક્રજીમાં રહેલાં દેવદેવીઓ, અઢાર અધિષ્ઠાયક દેવો, આઠ જયાદિ દેવીઓ, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ લક્ષણીઓ, ચાર દ્વારપાલ દેવો, ચાર વીરદેવો, દસ દિપાલ દેવો, નવ ગ્રહ અને નવ નિધિનાં સ્થાનો આવેલાં છે. સર્વશ્રેષ્ઠ મહામંગલકારી આ સિદ્ધચક્ર મહામંત્રને કોટિ વંદના સાથે ભૂતકાળમાં પણ ડોકિયું કરીએ. જૂના સમયમા જૈન મંત્રસાધકો શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એમ છ દેવીઓની સાધના કરતા હતા એમ શ્રી શ્રી ભગવતી સૂત્રના ઉલ્લેખો કહે છે. પુષ્પચૂલિકા નામના અગિયારમા ઉપાંગમાં વાત આવે છે કે ભગવાન પાર્શ્વનાથ પાસે દીક્ષા લઈ પુષ્પચૂલા સાધ્વીજીના શિષ્યા થયાં અને જળ વડે વસ્તુ ધોવાનો નાદ (નિયમ) હતો. પછી આલોચના વિના કાળધર્મ પામેલાં તેથી વ્યંતર નિકાયમાં દેવી તરીકે સ્થાન પ્રાપ્ત થયું. આ દસ દેવીઓ હતી : ઇલાદેવી, રસદેવી, સુરાદેવી, ગંધદેવી, વગેરે. એક કાળે તીર્થકરોની માતાઓની પણ ખાસ પૂજા-ઉપાસના થતી હતી એમ ચિંતામણિ કલ્પ વગેરેના ઉલ્લેખો કહી જાય છે. જૈન તંત્ર-સાધકો સોળ વિદ્યાદેવીઓ તથા તીર્થકરોનાં શાસનદેવ-દેવીઓની સાધના તો કરતા જ આવ્યા છે. આ દેવીઓની ઉપાસનાથી અનેક પ્રકારની સિદ્ધિઓ સાંપડે છે. તપાગચ્છ પટ્ટાવલીમાં પણ જણાવ્યું છે કે પ્રત્યક્ષ થયેલા વિમળેશ્વર દેવે વરદાન માગવા કહ્યું, એટલે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે કાંતિપુરીનો જિનપ્રાસાદ સેરીસા લાવવા કહ્યું. શ્રી મલયગિરિજીએ સિદ્ધાંતો પર સુલભવૃત્તિ રચવાની શક્તિ માગી અને શ્રી હેમચંદ્રસૂરિજીએ રાજાને રીઝવીને પ્રતિબોધ કરવાની શક્તિ માગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy