SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] પાંચમા પ્રકરણમાં પોતાના ઇષ્ટ, વાણી, દિવ્ય અગ્નિ, જળ, તુલા, સર્પ, પક્ષી, ક્રોધ, ગતિ, સેના, જીભ તથા શત્રુને અટકાવવા અંગેનું માર્ગદર્શન આલેખવામાં આવ્યું છે. તેમાં 'વાર્તાલી' મંત્ર અને કોરંટક વૃક્ષની કલમનો પણ ઉલ્લેખ છે. છઠ્ઠા પ્રકરણમાં પોતાને ઇષ્ટ એવી સ્ત્રીને આકર્ષવા માટેના વિવિધ ઉપાયો વર્ણવ્યા છે. સાતમા પ્રકરણમાં દાહજ્વરની શાંતિ અંગે, મંત્રની સાધના અંગે, ત્રિપ્લેક જીવોનાં વશીકરણ અંગે, જીવાત્માને ક્ષોભમાં મૂકી દેનાર વિકારો અંગે, ચોર, દુશ્મન અને હિન્ન પ્રાણીઓના ડરથી નિર્ભય થવા અંગે, કસમયે લોકોને નિદ્રાધીન કરનાર અંગે, સમ્મોહિત કરનાર અંગે, વિધવાઓને પીડા પહોંચાડનાર વિકારો અંગે, કામદેવ સમાન કાંતિવાન બનવા અંગે, સ્ત્રીઓને મોહપાશમાં જકડવા અંગે, ઉષ્ણ તાવને દૂર કરવા અંગે તથા વરયક્ષિણીને વશીભૂત કરવા માટેના ઉપાયો સૂચવ્યા છે. આ ઉપરાંત જરૂરી હોમ કરવાની સમગ્ર પ્રક્રિયા તેમાં વર્ણવી છે. આ સિવાય પણ આ પ્રકરણમાં ભાઇ-ભાઇ વચ્ચે દુશ્મનાવટ કે શત્રુતા કેવી રીતે ફાલેલે તેની વિધિ વર્ણવી છે. આઠમા પ્રકરણમાં 'દર્પણ-નિમિત્ત' મંત્ર અને 'કર્ણપિશાચિની' મંત્રને સિદ્ધ કરવાની રીત વર્ણવી છે. તેની સાથોસાથ અંગુષ્ઠ-નિમિત્ત, દીપ-નિમિત્ત તથા સુંદરી નામની દેવીને સિદ્ધ કરવાની રીત પણ લખેલી છે. સાર્હ પૌચ રાજા, પર્વત, નદી, ગ્રહ વગેરેનાં નામથી શુભાશુભ ફળકથન માટે ગણતરીની પ્રક્રિયા પણ વર્ણવી છે. તે ઉપરાંત, મૃત્યુ,જયપરાજય અને પ્રસૂતાના પ્રસવ અંગે વર્ણન કરેલ છે. નવમા પ્રકરણમાં મનુષ્યોને વશમાં કરવા માટે વનસ્પતિઓનો ઉપયોગ કરી, તિલક-પદાર્થ તૈયા૨ ક૨વાનું વર્ણન છે. સ્ત્રીઓને વશમાં ક૨વા માટે ચૂર્ણ કેવી રીતે તૈયાર કરવું, તેને મોહિત કેવી રીતે કરવી, રાજા-શાસકને વશમાં કરવા માટે કાજલ કેવી રીતે તૈયાર કરવું, પિશાચ જેવા બનાવનારી વનસ્પતિનું, અદશ્ય થવાની વિધિનું, વીર્યસ્તંભન માટે, તુલા સ્તંભન માટે, સ્ત્રીઓમાં દ્રાવ ઉત્પન્ન કરનારી વિધિનું, વસ્તુના વેચાણ-વૃદ્ધિનું, રજસ્વલા અને ગર્ભધારણથી મુકિત દેનાર ઔષધિઓ વગેરેનું વર્ણન તેમાં છે. દસમા - છેલ્લા પ્રકરણમાં સર્પ કરડયો હોય તેવી વ્યકિતનાં ઓળખચિહ્નો કયાં કયાં હોઈ શકે, શરીર પર મંત્રાક્ષર લેખનવિધિ, સર્પદંશરક્ષા, દંશ આવેગરોધ, વિષવ્યાપ્તિ-વૃદ્ધિને અટકાવવી, ઝેર ઉતારવું, કપડામાંથી વસ્તુ ગુમ કરી દેવાની રીત, ખટિકાસર્પકૌતુક વગેરેનું વર્ણન મળે છે. ભેરંડ વિદ્યા ને નાગાકર્ષણમંત્ર પણ તેમાં દેવામાં આવ્યા છે. આઠ પ્રકારના નાગોની યાદી નીચે મુજબ છે. અનુક્રમ :- ૧ ૨ નામઃ કુળઃ વર્ણઃ 32: [ ૨૬૭ 3 અનંત વાસુકિ તક્ષક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સ્ફટિક રકત પીત અગ્નિ પૃથ્વી વાયુ Jain Education International r કર્કોટક ૫ $ te પદ્મ મહાપદ્મ શંખપાલ . કુલિક शूद्र વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ શુક શ્યામ શ્યામ પીત રકત સ્ફટિક સમુદ્ર સમુદ્ર વાયુ પૃથ્વી અગ્નિ જય-વિજય જાતિના નાગ, દેવકુળના આશીવિપવાળા તથા જમીન ઉપર રહેવાવાળાનું વર્ણન છે. નાગની ફેણ, ગતિ, દૃષ્ટિના સ્તંભન બાબતે, નાગને ઘડામાં ઉતારવાની પદ્ધતિનું વર્ણન થયેલ છે. આ ગ્રંથ ઉપર માન્યવર બન્ધુપેણે લખેલી ટીકા સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. અદ્ભુત પદ્માવતી કલ્પ : આ ગ્રંથની રચના શ્વેતાંબર સમ્પ્રદાયના ઉપાધ્યાય યશોભદ્રના ચન્દ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy