SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૪૧ મા ભગવતી પદ્માવતીજીની સાધના માટે ઘણાં મંત્રો, યંત્રો અને વિધિ-વિધાનો જોવામાં આવે છે. યંત્રોમાં નીચે જણાવેલ યંત્રો વધુ પ્રસિદ્ધ છે. જેવાં કે (૧) સૌભાગ્યવૃદ્ધિ યંત્ર, (૨) સર્વકાર્યસિદ્ધિ યંત્ર, (૩) ઉપદ્રવનાશક યંત્ર, (૪) શત્રુ પરાભવ યંત્ર, (૫) લોકવશીકરણ યંત્ર, (૬) સર્પાદિભયનિવારક યંત્ર, (૭) ઉચ્ચાટનહર યંત્ર, (૮) અપમૃત્યુનિવારક યંત્ર, (૯) શ્રી પદ્માવતી પૂજન યંત્ર, (૧૦) સર્વસિદ્ધિકર યંત્ર, (૧૧) સર્વસૌભાગ્યકર યંત્ર, (૧૨) સર્વરોગનિવારક યંત્ર, (૧૩) સર્વજયનિવારક યંત્ર, (૧૪) મહાલક્ષ્મી-પદ્માવતી યંત્ર, (૧૫) ઋદ્ધિ-સિદ્ધિ જયકર યંત્ર, (૧૬) વ્યાપારવૃદ્ધિ યંત્ર, (૧૭) શ્રી પદ્માવતી પંદરો-યંત્ર, (૧૮) શ્રી પદ્માવતી વીસા યંત્ર વગેરે. આરાધ્ય દૈવીઓમાં પણ શ્રી પદ્માવતીદેવીનું સ્થાન ઘણું ઊંચું છે. તેઓ એક સમર્થ, અનેક શકિતઓનાં સ્વામી, ભકતોનાં વિઘ્નોને હરનારાં અને જાગૃત એવાં શાસનદેવી છે. ભવ્યરૂપા, રાજ-રાજેશ્વરી મા ભગવતી, મહામહિમાવંતાં, સકલસિદ્ધિદાતા, લક્ષ્મી તેમ જ શકિતના સમર્થ સ્વરૂપ તરીકે તેમની ખ્યાતિ ત્રણેય જગતમાં પ્રસરેલી છે. શ્રી પદ્માવતી દેવી અમારા હૃદયમંદિરમાં બિરાજેલી છે. તેઓ અમારા જીવનના સબળ સુકાની છે.' આ ભાવ સાથે પદ્માવતીની સાધના કરનાર કદી નિષ્ફળ જતો નથી. મા ભગવતી પદ્માવતીની સાધના સ્વતંત્ર કરવાની પ્રણાલિકા નથી, તેમ જ વિધિ પણ નથી. પરમ કૃપાળુ તીર્થંકર પરમાત્મા શ્રી પાર્વેનાથજી અને મા પદ્માવતીજીની સાધના સંયુકત રૂપે કરવામાં આવે છે. જિનભકિત ગૌણ કરી આ મહાદેવીની ઉપાસના થતી નથી. શ્રી પાર્વનાથ પરમાત્માની ભકિતમાં જ મા ભગવતી પદ્માવતીજીની સાધના સમાઈ જાય છે. એક વાત ચોક્કસ છે કે શ્રી પદ્માવતીજીની સાધના શુદ્ધ ભાવે, શુદ્ધ મને, શુદ્ધ સામગ્રી વડે તથા શ્રી પાશ્ર્વનાથ પરમાત્માની આરાધનાપૂર્વક કરવામાં આવે તો જ માની દિવ્ય કૃપા પ્રાપ્ત થાય છે, અને મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ વાત નીચેની પંકિતથી પણ જાણી શકાય છે ધરણીધરરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વના ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નવિમલના વાંછિત પૂરતી.' મા ભગવતી પદ્માવતીજીનાં અનેક સ્વરૂપો છે, જેમાંના કેટલાંક આ પ્રમાણે છે : (૧) ધરણેન્દ્ર-પદ્માવતી, (૨) રકત-પદ્માવતી, (૩) હંસ-પાવતી, (૪) સરસ્વતી-પદ્માવતી, (૫) શબરી પદ્માવતી, (૬) કામેશ્વરી પદ્માવતી, (૭) ભૈરવી પદ્માવતી (૮) ભૈરવ પદ્માવતી, (૯) ત્રિપુરા પદ્માવતી (૧૦) નિત્ય પદ્માવતી, (૧૧) પત્રકાર પદ્માવતી, (૧૨) સ્વપ્નસાધન પદ્માવતી, (૧૩) શૈવાગમોકત પદ્માવતી, (૧૪) મહામોહિની પદ્માવતી (૧૫) મહાભૈરવી પદ્માવતી, (૧૬) વૃદ્ધ રકત પદ્માવતી વગેરે. જયાં જયાં શ્રી પાશ્ર્વનાથ ભગવાનનાં મંદિર હોય છે ત્યાં ત્યાં શ્રી પદ્માવતીજીની સ્થાપના થાય છે. જૈનોનો દિગમ્બર સમ્પ્રદાય પણ શ્રી પદ્માવતીદેવી માટે ઘણું માન ધરાવે છે. શ્રી પદ્માવતીજીની સાધના માટે અનેક સ્તોત્રો છે. મા ભગવતી પદ્માવતીજીની સાધના સાધકને ધર્મ કરવાની અનેક શકિત આપે છે. પરમાત્માની ભકિત કરવાનું અલૌકિક બળ આપે છે અને આત્મકલ્યાણમાં સહાયક થાય છે. અનેક પૂર્વાચાર્યોએ મા ભગવતી પદ્માવતીજીનાં ગુણગાન ગાયાં છે, સ્તુતિઓ કરી છે અને સાધના કરીને શાસનપ્રભાવના કરી છે. આમ, મા ભગવતી સાધના તમામ દેવી-સાધનામાં સર્વોત્તમ રહી છે, તો આ મહાદેવની સાધના આપણે સહુ કરીએ અને મા ભગવતીજીની દિવ્ય કૃપા મેળવી-પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવીએ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy