SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] હે મા ભગવતી ! તારાં દર્શનથી હું ધન્ય બન્યો; પણ હવે તો તારાં દર્શન વગર જગત આખું સૂનું સૂનું લાગે છે. મનડું પોકારે છે, હે મા ભગવતી પદ્માવતી ! આ વિરાટ સૃષ્ટિમાં નજર નાખું છું, પણ મને કોઇ એવું દેખાતું નથી કે જે મને સાચું સુખ આપે ! જે મને સાચો માર્ગ બતાવે ! જે મારા જીવનની ઝંખનાને પૂર્ણ કરે ! અને એક અનોખી મસ્તીની ભેટ ધરે ! ૨૨૫ એક તું મારી સાચી મા છે કે જે માની મમતાથી, માના વાત્સલ્યથી મારી સંભાળ લે છે. માનાં દર્શનથી પવિત્ર થયેલ મન ફરી ફરી પોકારી ઊઠે છે : મા ભગવતી ! આ તારો સેવક મહાસંતાપ પામી રહ્યો છે. સંસારની આગમાં બળી રહ્યો છે. દુ:ખોથી ઘેરાયેલો વારંવાર ચોધાર આંસુથી રડી રહ્યો છે. હે કરુણાસાગર દેવી ! આ સંસાર-સાગર પાર ઊતરવા માટે મને તું પરમકૃપાળુ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ૫રમાત્માના ચરણોમાં લઇ જા. હે મા ! તું મને એવી શક્તિ આપ કે જેથી હું પરમાત્માનો સાચો ભકત બની, પરમાત્મા પ્રત્યે સાચી પ્રીત બાંધી, સંસારની પ્રીતને ફગાવી દઉં. મારે તો ગાવાં છે ગીતડાં વીતરાગનાં; મારે તો પીવાં છે અમૃત સમતાનાં ! હે મા ભગવતી ! તારા પુનિત દર્શને મારા અંતરને હલાવી નાખ્યું છે. તારી પ્રેરણાએ મારા જીવનને હચમચાવી નાખ્યું છે. તારા ભાવમંડળે મારામાં રહેલા દુર્ભાવોને જડમૂળથી ઉખેડી નાખ્યા છે. હે મહાદેવી ! તારાં પ્રેમભરેલાં નયનોથી, તારા મુખડા પરના મંદ મંદ સ્મિતથી, તારી દયારસ ઝરાવતી પાવનમૂર્તિના દર્શનથી મારા દિલડાં ઠરે છે, રોમાંચ અનુભવે છે. હે મા ભગવતી ! તારાં દિવ્ય દર્શને મારાં નયનો પણ દિવ્ય બન્યાં છે. આ દિવ્યભાવ તારી કરુણાભરી નજરને આભારી છે. આવી કરુણાભરી નજર તું કાયમ માટે મારી ઉપર રાખજે. દિલના દર્દપૂર્વક, અંતરના અવાજપૂર્વક તારી પાસે માગું છું કે, વિકારોના સાધનોમાં, લાલસાઓના આકર્ષણમાં હું કયાંય અટવાઇ ન જાઉં. તું મારી સંભાળ રાખજે. તારી કૃપાદૃષ્ટિ એ જ મારે મન સર્વસ્વ છે. એમાં ભંગ પડે, તો મારા જીવનમાં ભંગ પડે. નિષ્ઠુર વાસનાઓએ મને લાલચો આપીને ખૂબ માર માર્યો છે. હું થાકયો છું, હાર્યો છું, અસહાય બન્યો છું. વિશ્વમાં મારું કોઇ શરણ્ય છે જ નહિ. હું તદ્દન નિરાધાર છું. મારે માટે તું જ એક આધાર છે. કારણ કે તારા સહારે મારે ભેટવા છે પ્રભુ પાર્શ્વનાથને, તારે સહારે મારે જોવા છે પરમ કૃપાળુ પરમાત્માને. મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, કે જે પરમાત્માની તું પૂજારણ છે એવા પાર્શ્વનાથ પ્રભુનાં ચરણોમાં તું મને અવશ્ય લઇ જઇશ. માડી રે.... ! શરણે આવેલાને જોજે. તું છોડી ના દેતી... સ્વીકારજે !! તારાં દિવ્ય દર્શનથી અંતરમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે ! "પદ્માવતી ભગવતી મૂર્તિ નિહાળી, આનંદ મંગળ ભયો સવિ દુઃખ ટાળી; અદ્ભુત જ્યોતિ ઝલકે નયને તુમ્હારી, વંદું સદા સુખકારી જયકારકારી......” મા ભગવતી પદ્માવતીની આંખોમાંથી અદ્ભુત જ્યોતિ ઝળકે છે. એ જ્યોતિના દિવ્ય પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર દૂર ભાગે છે; અને સમ્યગ્ જ્ઞાન રૂપી પ્રકાશ ઝળહળી ઊઠે છે. આપણાં લોચનિયાં પણ દિવ્ય બની જાય છે. એ દિવ્ય લોચનિયાં વડે માનું દિવ્ય રૂપ જોતાં લાગે છે કે, મા ભગવતી પદ્માવતીની દિવ્ય મૂર્તિ જાણે આપણી સમક્ષ પ્રકાશપુંજ પાથરી રહી છે. પ્રાતઃકાળના બાલસૂર્યનાં લાલ કિરણોથી મિશ્રિત અને સંધ્યાના રંગની જેમ લાલ વર્ણવાળી, દેવવધૂઓ વડે પૂજિત ચરણોવાળી, બંને કાનમાં શોભી રહેલાં દિવ્ય કુંડળો વડે શોભાયમાન, ઉત્તમ એવી સુગંધથી મઘમઘી રહેલાં કમલના આસન ઉપર બિરાજેલી, કમલપત્ર જેવાં નયનોવાળી, કમળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy